Search

    Language Settings
    Select Website Language

    GDPR Compliance

    We use cookies to ensure you get the best experience on our website. By continuing to use our site, you accept our use of cookies, Privacy Policy, and Terms of Service.

    BijnorNews
    Bijnor news

    મહીસાગર કોંગ્રેસે ભાવનગર લઠ્ઠાકાંડ સામે વિરોધ પ્રદર્શન કર્યું:કાર્યકરોએ ચક્કાજામ કરી ગૃહમંત્રીના રાજીનામાની માંગ કરી

    6 days ago

    મહીસાગર જિલ્લાના મુખ્ય મથક લુણાવાડામાં ભાવનગર લઠ્ઠાકાંડના વિરોધમાં જિલ્લા કોંગ્રેસ દ્વારા પ્રદર્શન કરવામાં આવ્યું હતું. કોંગ્રેસના કાર્યકરોએ કોટેજ ચોકડી પાસે રસ્તા પર બેસીને ચક્કાજામ કર્યો હતો અને સરકાર વિરુદ્ધ સૂત્રોચ્ચાર કર્યા હતા. કોંગ્રેસે લઠ્ઠાકાંડમાં લોકોના જીવ ગુમાવવા છતાં ગેરકાયદે દારૂના વેચાણ અને હેરાફેરી સામે કડક કાર્યવાહી ન થવા અંગે સવાલો ઉઠાવ્યા હતા. વિરોધ દરમિયાન, કાર્યકરોએ રાજ્યના ગૃહમંત્રીના રાજીનામાની માંગણી કરી હતી અને સરકારની દારૂબંધીની કામગીરી સામે આક્રોશ વ્યક્ત કર્યો હતો. આ વિરોધ પ્રદર્શનને કારણે વાહનવ્યવહારને પણ અસર થઈ હતી. ઘટનાની જાણ થતાં લુણાવાડા પોલીસનો કાફલો સ્થળ પર પહોંચ્યો હતો અને વિરોધ કરી રહેલા કોંગ્રેસના કાર્યકરોની અટકાયત કરી હતી. મહીસાગર કોંગ્રેસે આ મામલે કડક પગલાં ભરવાની માંગ કરી છે.
    Click here to Read More
    Previous Article
    કેન્દ્રીય મંત્રી અમિત શાહ 27 ઓગસ્ટે ગુજરાત પ્રવાસ:અમરેલીમાં કાર્યક્રમ, બોપલમાં લોક દરબાર અને ઓલિમ્પિકની તૈયારીઓની સમીક્ષા કરશે
    Next Article
    IIMA ખાતે ત્રીજી હેલ્થકેર સમિટ 2026 યોજાઈ:હેલ્થ સેક્ટરમાં AIના ઉપયોગ અને વિકસિત ભારત 2047ના વિઝન પર દેશભરના નિષ્ણાતોનું મંથન

    Related Gujarat Updates:

    Are you sure? You want to delete this comment..! Remove Cancel

    Comments (0)

      Leave a comment