Search

    Language Settings
    Select Website Language

    GDPR Compliance

    We use cookies to ensure you get the best experience on our website. By continuing to use our site, you accept our use of cookies, Privacy Policy, and Terms of Service.

    BijnorNews
    Bijnor news

    IIMA ખાતે ત્રીજી હેલ્થકેર સમિટ 2026 યોજાઈ:હેલ્થ સેક્ટરમાં AIના ઉપયોગ અને વિકસિત ભારત 2047ના વિઝન પર દેશભરના નિષ્ણાતોનું મંથન

    6 days ago

    ઇન્ડિયન ઇન્સ્ટિટ્યૂટ ઓફ મેનેજમેન્ટ અમદાવાદ (IIMA) ખાતે ત્રીજી વાર્ષિક 'IIMA હેલ્થકેર સમિટ 2026'નું ભવ્ય આયોજન કરવામાં આવ્યું હતું. આરોગ્ય ક્ષેત્રમાં આર્ટિફિશિયલ ઇન્ટેલિજન્સ (AI) ટેક્નોલોજીના અસરકારક વિનિયોગની થીમ પર આધારિત આ સમિટમાં કેન્દ્ર સરકાર, ફાર્માસ્યુટિકલ ઉદ્યોગ અને શિક્ષણ જગતના ટોચના નિષ્ણાતો એક મંચ પર ઉપસ્થિત રહ્યા હતા. કેન્દ્રીય આરોગ્ય અને પરિવાર કલ્યાણ તથા કેમિકલ્સ અને ફર્ટિલાઇઝર્સ રાજ્યમંત્રી અનુપ્રિયા પટેલની અધ્યક્ષતામાં યોજાયેલી આ પરિષદનું સંચાલન IIMA હેલ્થકેર એલ્યુમની સ્પેશિયલ ઇન્ટરેસ્ટ ગ્રુપ અને સેન્ટર ફોર મેનેજમેન્ટ ઓફ હેલ્થ સર્વિસીસ દ્વારા સંયુક્ત રીતે કરવામાં આવ્યું હતું, જેમાં હેલ્થ સેક્ટરમાં કાર્યરત 400થી વધુ પૂર્વ વિદ્યાર્થીઓએ ભાગ લીધો હતો. વિકસિત ભારત 2047 અને IndiaAI મિશન પર ભાર સમિટ દરમિયાન વર્ષ 2047 સુધીમાં વિકસિત ભારતના લક્ષ્ય અને કેન્દ્ર સરકારના 'IndiaAI મિશન' સાથે આરોગ્ય ક્ષેત્રને સુસંગત બનાવવા પર ઊંડાણપૂર્વક ચર્ચા હાથ ધરાઈ હતી. તજજ્ઞોએ હેલ્થકેર વેલ્યુ ચેઇનનું આધુનિકીકરણ, AI આધારિત સ્ટાર્ટઅપ્સ, મેડિકલ રિસર્ચ અને ઇનોવેશન જેવા વિષયો પર પોતાના વિચારો રજૂ કર્યા હતા. આ પ્રસંગે સંસ્થા દ્વારા બે મહત્વપૂર્ણ પહેલ લોન્ચ કરવામાં આવી હતી, જેમાં ભારતીય ફાર્મા ઉદ્યોગના વિકાસનો ડિજિટલ રેકોર્ડ ધરાવતી 'ઇન્ડિયા ફાર્મા આર્કાઇવ્ઝ' તેમજ દેશમાં COVID-19 વેક્સિનના નિર્માણ અને વિતરણની સમગ્ર પ્રક્રિયાને આવરી લેતી વિશેષ પુસ્તકનું વિમોચન કરવામાં આવ્યું હતું. દવાની શોધ ઝડપી બનાવવામાં AIની મહત્વની ભૂમિકા કેન્દ્રીય રાજ્યમંત્રી અનુપ્રિયા પટેલે સંબોધન કરતાં જણાવ્યું હતું કે, ભારત હાલ અનેક આરોગ્યલક્ષી પડકારોનો સામનો કરી રહ્યું છે ત્યારે સ્વસ્થ ભારત થકી જ વિકસિત ભારતનું નિર્માણ શક્ય બનશે. તેમણે ઉમેર્યું કે આપણી ફાર્માસ્યુટિકલ ઇન્ડસ્ટ્રી ડ્રગ ડિસ્કવરી (દવાની શોધ)ની પ્રક્રિયાને વધુ ઝડપી બનાવવા માટે મોટા પાયે AIનો ઉપયોગ કરી રહી છે, જેના કારણે ભારત વૈશ્વિક સ્તરે માત્ર ફાઉન્ડેશન રહેવાને બદલે વિશ્વની પ્રયોગશાળા (લેબોરેટરી) બનવા તરફ મક્કમતાથી આગળ વધી રહ્યું છે. મધુનેત્ર AI, ઇ-સંજીવની અને 3 સેન્ટર્સ ઓફ એક્સેલન્સ હેલ્થકેર ડિલિવરીમાં ટેક્નોલોજીના મહત્વને રેખાંકિત કરતાં મંત્રીએ 'મધુનેત્ર AI' અને નેશનલ ટેલિમેડિસિન નેટવર્ક 'ઇ-સંજીવની'ના સફળ મોડેલના ઉદાહરણ આપ્યા હતા. તેમણે માહિતી આપી હતી કે ભારત સરકાર દ્વારા દેશની 3 અગ્રણી હેલ્થકેર સંસ્થાઓને 'સેન્ટર્સ ઓફ એક્સેલન્સ' તરીકે માન્યતા આપી નિયુક્ત કરવામાં આવી છે. દેશમાં મજબૂત રાષ્ટ્રીય AI ઇકોસિસ્ટમ વિકસાવવા માટે તમામ હિસ્સેદારો, સંશોધકો અને ઉદ્યોગ જગતે પરસ્પર સહયોગથી આગળ વધવું અનિવાર્ય છે.
    Click here to Read More
    Previous Article
    મહીસાગર કોંગ્રેસે ભાવનગર લઠ્ઠાકાંડ સામે વિરોધ પ્રદર્શન કર્યું:કાર્યકરોએ ચક્કાજામ કરી ગૃહમંત્રીના રાજીનામાની માંગ કરી
    Next Article
    ભાવનગર લઠ્ઠાકાંડ મુદ્દે અમરેલીમાં ગૃહમંત્રીના રાજીનામાની માગ:રાજકમલ ચોક ખાતે AAPનો ઉગ્ર વિરોધ, 20 કાર્યકરોની અટકાયત

    Related Gujarat Updates:

    Are you sure? You want to delete this comment..! Remove Cancel

    Comments (0)

      Leave a comment