Search

    Language Settings
    Select Website Language

    GDPR Compliance

    We use cookies to ensure you get the best experience on our website. By continuing to use our site, you accept our use of cookies, Privacy Policy, and Terms of Service.

    BijnorNews
    Bijnor news

    ભાવનગર લઠ્ઠાકાંડ મુદ્દે અમરેલીમાં ગૃહમંત્રીના રાજીનામાની માગ:રાજકમલ ચોક ખાતે AAPનો ઉગ્ર વિરોધ, 20 કાર્યકરોની અટકાયત

    6 days ago

    ભાવનગરમાં થયેલા લઠ્ઠાકાંડમાં નિર્દોષ લોકોના મોતની ગંભીર ઘટનાના વિરોધમાં આમ આદમી પાર્ટી (AAP) દ્વારા અમરેલીમાં ઉગ્ર વિરોધ પ્રદર્શન કરવામાં આવ્યું હતું. પાર્ટીએ સમગ્ર ઘટનાની જવાબદારી નક્કી કરી ગુજરાતના ગૃહમંત્રીના રાજીનામાની માગ કરી હતી. આ વિરોધ પ્રદર્શન દરમિયાન પોલીસે આશરે 20 જેટલા કાર્યકરોની અટકાયત કરી હતી. આ વિરોધ પ્રદર્શન અમરેલીના રાજકમલ ચોક ખાતે યોજાયું હતું. આમ આદમી પાર્ટીના પ્રદેશ સંગઠન મંત્રી અને જિલ્લા પ્રમુખ નિકુંજ સાવલિયાના અધ્યક્ષસ્થાને યોજાયેલા આ કાર્યક્રમમાં પાર્ટીના કાર્યકર્તાઓ, પદાધિકારીઓ, સંગઠનના હોદ્દેદારો અને જનપ્રતિનિધિઓ મોટી સંખ્યામાં જોડાયા હતા. વિરોધ પ્રદર્શન દરમિયાન કાર્યકર્તાઓએ સરકાર સામે ઉગ્ર સૂત્રોચ્ચાર કર્યા હતા. તેમણે ભાવનગર લઠ્ઠાકાંડના જવાબદારો સામે કડક કાર્યવાહી, મૃતકોના પરિવારોને ન્યાય અને ગૃહમંત્રીના રાજીનામાની માંગ કરી હતી. આ દરમિયાન પોલીસે લોકશાહી ઢબે વિરોધ કરી રહેલા આમ આદમી પાર્ટીના કાર્યકર્તાઓને અટકાવ્યા હતા અને અનેક કાર્યકર્તાઓને પોલીસ સ્ટેશન લઈ જવામાં આવ્યા હતા. AAPએ આ કાર્યવાહીને લોકશાહી અવાજને દબાવવાનો પ્રયાસ ગણાવ્યો હતો. જિલ્લા આમ આદમી પાર્ટીના પ્રમુખ નિકુંજ સાવલિયાએ જણાવ્યું હતું કે, “ભાવનગરની દુઃખદ ઘટનામાં નિર્દોષ લોકોએ જીવ ગુમાવ્યા છે. આ ઘટનાની જવાબદારી નક્કી થવી જોઈએ અને જવાબદારો સામે કડક કાર્યવાહી થવી જોઈએ. પ્રજાના આ ગંભીર પ્રશ્નો ઉઠાવનારા કાર્યકર્તાઓને પોલીસ દ્વારા અટકાવીને સરકાર લોકશાહી અવાજને દબાવી શકે નહીં. જ્યાં સુધી મૃતકોના પરિવારોને ન્યાય નહીં મળે અને જવાબદારી નક્કી નહીં થાય ત્યાં સુધી આમ આદમી પાર્ટી જનતાના હિતમાં અવાજ ઉઠાવતી રહેશે.” આમ આદમી પાર્ટીની મુખ્ય માંગણીઓમાં ભાવનગર લઠ્ઠાકાંડની નિષ્પક્ષ અને ઉચ્ચસ્તરીય તપાસ, ઘટનાના તમામ જવાબદારો સામે કડક કાયદેસરની કાર્યવાહી, મૃતકોના પરિવારજનોને યોગ્ય વળતર અને ન્યાય, રાજ્યમાં ગેરકાયદેસર દારૂના નેટવર્ક સામે કડક કાર્યવાહી અને ઘટનાની નૈતિક જવાબદારી સ્વીકારી ગુજરાતના ગૃહમંત્રીનું રાજીનામું સામેલ છે. આમ આદમી પાર્ટીએ જણાવ્યું હતું કે, તેઓ પ્રજાના હક, ન્યાય અને સુરક્ષા માટે પોતાનો અવાજ સતત બુલંદ રાખશે અને સરકારની નીતિઓ સામે લોકશાહી ઢબે સંઘર્ષ ચાલુ રાખશે.
    Click here to Read More
    Previous Article
    IIMA ખાતે ત્રીજી હેલ્થકેર સમિટ 2026 યોજાઈ:હેલ્થ સેક્ટરમાં AIના ઉપયોગ અને વિકસિત ભારત 2047ના વિઝન પર દેશભરના નિષ્ણાતોનું મંથન
    Next Article
    One more death in Bhavnagar poisonous liquor incident | ભાવનગર ઝેરીદારુ કાંડમાં વધુ એકનું મોત

    Related Gujarat Updates:

    Are you sure? You want to delete this comment..! Remove Cancel

    Comments (0)

      Leave a comment