Search

    Language Settings
    Select Website Language

    GDPR Compliance

    We use cookies to ensure you get the best experience on our website. By continuing to use our site, you accept our use of cookies, Privacy Policy, and Terms of Service.

    BijnorNews
    Bijnor news

    રોંગ સાઈડથી આવતા પીકઅપ ડાલાએ એક્ટિવાને ટક્કર મારી:પુત્રીને શાળાએ મુકવા જતા માતા સહિત બન્ને ઈજાગ્રસ્ત, અકસ્માત બાદ પીકઅપ ચાલક ફરાર

    11 hours ago

    મહેસાણાના નાગલપુર-બહુચરાજી રોડ પર શબરી હાઈસ્કૂલ નજીક એક માર્ગ અકસ્માતની ઘટના સામે આવી છે. આસ્થા વિહાર ફ્લેટમાં રહેતા અને ઘરકામ કરતા 34 વર્ષીય જલ્પાબેન ધવલભાઈ રાવલ પોતાની છ વર્ષની પુત્રી સ્તુતિને એક્ટિવા (GJ 02 EF 4983) પર શાળાએ મૂકવા જઈ રહ્યા હતા. ત્યારે સામેથી રોંગ સાઈડમાં પૂરઝડપે અને ગફલતભરી રીતે આવી રહેલા એક પીકઅપ ડાલા (GJ 02 BT 2235)ના ચાલકે એક્ટિવાને જોરદાર ટક્કર મારી હતી. માતા-પુત્રીને ઈજા થતા હોસ્પિટલ ખસેડાયા આ અકસ્માતમાં જલ્પાબેનને ડાબા હાથે ફ્રેક્ચર અને જમણા પગે ગંભીર ઈજા પહોંચી હતી. જ્યારે તેમની માસૂમ પુત્રીને પણ નાની-મોટી ઈજા થઈ હતી. ત્યારે 108 એમ્બ્યુલન્સમાં ઈજાગ્રસ્ત માતા-પુત્રીને પ્રાથમિક સારવાર માટે લાયન્સ હોસ્પિટલ ખસેડાયા હતા. જો કે વધુ સારવાર અર્થે વાઈબ્રન્ટ હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યા છે. પીકઅપ ડાલાનો ચાલક ફરાર થયો અકસ્માત બાદ પીકઅપ ડાલાનો ચાલક વાહન સાથે ઘટનાસ્થળેથી ફરાર થઈ ગયો હતો. આ અંગે જલ્પાબેને હોસ્પિટલમાંથી મહેસાણા શહેર બી ડિવિઝન પોલીસ સ્ટેશનમાં ફરાર ચાલક વિરુદ્ધ કાયદેસરની કાર્યવાહી કરવા ગુનો નોંધાવ્યો છે.
    Click here to Read More
    Previous Article
    દાહોદમાં ગાજરઘાસ જાગૃતિ, જોખમી નીંદણ હટાવાયું:મુવાલિયા ફાર્મ ખાતે ICAR-DWR માર્ગદર્શન હેઠળ વિશેષ કાર્યક્રમો યોજાયા
    Next Article
    એન્ટિબાયોટિકનો બેફામ ઉપયોગ સામાન્ય રોગને પણ જીવલેણ બનાવશે:ગાંધીનગરમાં CIDSCON-2026 કોન્ફરન્સમાં 950 તબીબોનું મંથન, અમદાવાદમાં ટોરેન્ટ ગ્રુપની હાર્ટની નકલી દવાઓ સીઝ

    Related Gujarat Updates:

    Are you sure? You want to delete this comment..! Remove Cancel

    Comments (0)

      Leave a comment