Search

    Language Settings
    Select Website Language

    GDPR Compliance

    We use cookies to ensure you get the best experience on our website. By continuing to use our site, you accept our use of cookies, Privacy Policy, and Terms of Service.

    BijnorNews
    Bijnor news

    દાહોદમાં ગાજરઘાસ જાગૃતિ, જોખમી નીંદણ હટાવાયું:મુવાલિયા ફાર્મ ખાતે ICAR-DWR માર્ગદર્શન હેઠળ વિશેષ કાર્યક્રમો યોજાયા

    12 hours ago

    દાહોદના મુવાલિયા ફાર્મ સ્થિત કૃષિ સંશોધન કેન્દ્ર ખાતે તાજેતરમાં ગાજરઘાસ જાગૃતિ દિવસની ઉજવણી કરવામાં આવી હતી. આઈ.સી.એ.આર.-ડી.ડબ્લ્યુ.આર., જબલપુરના માર્ગદર્શન હેઠળ ૨૧માં પારથેનિયમ જાગૃતિ સપ્તાહ અંતર્ગત આ કાર્યક્રમ યોજાયો હતો. આ દરમિયાન અધિકારીઓ અને કર્મચારીઓ દ્વારા પરિસરમાંથી જોખમી ગાજરઘાસ નીંદણ હટાવવામાં આવ્યું હતું. ગાજરઘાસ, જેને પારથેનિયમ હિસ્ટ્રોફોરસ તરીકે પણ ઓળખવામાં આવે છે, તે એક અત્યંત નુકસાનકારક વર્ષાયું નીંદણ છે. તેના પાનનો આકાર ગાજરના છોડ જેવો હોવાથી તેને સ્થાનિક ભાષામાં કોંગ્રેસ ઘાસ, ચટક ચાંદની કે સફેદ ટોપી જેવા નામોથી ઓળખવામાં આવે છે. હાલમાં દેશભરમાં આશરે ૩૫ મિલિયન હેક્ટરથી વધુ વિસ્તારમાં આ નીંદણ ફેલાયેલું છે. આ છોડમાં પાર્થેનીન નામનું ઝેરી રસાયણ હોય છે, જે માનવ સ્વાસ્થ્ય, પશુધન અને કૃષિ ઉત્પાદકતા માટે અત્યંત હાનિકારક સાબિત થાય છે. આ હાનિકારક નીંદણના નિયંત્રણ માટે ખેડૂતો અને નાગરિકોને વિશેષ પગલાં લેવા અનુરોધ કરવામાં આવ્યો હતો. ભૌતિક નિયંત્રણ અંતર્ગત છોડ પર ફૂલ આવે તે પહેલાં, કુમળી અવસ્થામાં જ તેને મૂળ સહિત ઉપાડીને નાશ કરવો જોઈએ. પાક વ્યવસ્થાપન માટે ખેતરમાં મકાઈ, જુવાર અને સૂર્યમુખી જેવા ઝડપથી વધતા પાકોનું વાવેતર કરવું ફાયદાકારક છે. આ ઉપરાંત, જૈવિક રોકથામ માટે ઘર કે ઓફિસની આસપાસ સુરક્ષિત જગ્યાઓમાં ગલગોટાના છોડ રોપવાથી ગાજરઘાસનો ઉપદ્રવ અસરકારક રીતે અટકાવી શકાય છે. આ જાગૃતિ અભિયાનના ભાગરૂપે કૃષિ સંશોધન કેન્દ્ર, દાહોદના તમામ અધિકારીઓ અને કર્મચારીઓ દ્વારા એક સઘન ઝુંબેશ ચલાવવામાં આવી હતી. આ અભિયાન દરમિયાન ફાર્મ હસ્તકના અ-વિભાગ, બ-વિભાગ તેમજ ઓફિસ, સ્ટોર અને રહેણાંક ક્વાટર્સની આસપાસના વિસ્તારમાંથી હાથ-નિંદામણ દ્વારા ગાજરઘાસનો સંપૂર્ણ નિકાલ કરવામાં આવ્યો. આ સહિયારા પ્રયાસથી સમગ્ર સંશોધન કેન્દ્રના પરિસરને ગાજરઘાસ મુક્ત બનાવવામાં સફળતા મળી હતી.
    Click here to Read More
    Previous Article
    ગર્લફ્રેન્ડને બ્લેકમેઈલ કરી તેના જ ઘરમાં ચોરી કરવા મજબૂર કરી:રૂ. 14 લાખના દાગીના ચોરી બોયફ્રેન્ડને આપ્યા, લગ્નની લાલચ આપી અવારનવાર દુષ્કર્મ આચર્યું
    Next Article
    રોંગ સાઈડથી આવતા પીકઅપ ડાલાએ એક્ટિવાને ટક્કર મારી:પુત્રીને શાળાએ મુકવા જતા માતા સહિત બન્ને ઈજાગ્રસ્ત, અકસ્માત બાદ પીકઅપ ચાલક ફરાર

    Related Gujarat Updates:

    Are you sure? You want to delete this comment..! Remove Cancel

    Comments (0)

      Leave a comment