Search

    Language Settings
    Select Website Language

    GDPR Compliance

    We use cookies to ensure you get the best experience on our website. By continuing to use our site, you accept our use of cookies, Privacy Policy, and Terms of Service.

    BijnorNews
    Bijnor news

    સૂર્યનો આશ્લેષા નક્ષત્રમાં પ્રવેશ:આગામી 14 દિવસ દેશ-દુનિયા, શેરબજાર અને હવામાન માટે કેવા રહેશે?

    1 week ago

    આજે સવારે 10:25 કલાકે ગ્રહમંડળના રાજા સૂર્ય ગ્રહ આશ્લેષા નક્ષત્રમાં પ્રવેશ કરશે અને સતત 14 દિવસ સુધી આ નક્ષત્રમાં ભ્રમણ કરશે. વૈદિક જ્યોતિષમાં સૂર્ય આત્મબળ, રાજસત્તા, સરકાર, નેતૃત્વ અને પ્રતિષ્ઠાનો કારક માનવામાં આવે છે. જ્યોતિષાચાર્ય આશિષ રાવલના જણાવ્યા અનુસાર, આશ્લેષા નક્ષત્રના સ્વામી બુધ હોવાથી આ ગોચર દરમિયાન બુદ્ધિ, વ્યૂહરચના અને ગુપ્ત આયોજનને વધુ પ્રાધાન્ય મળશે. આ સમયગાળામાં સરકાર દ્વારા વહીવટી સુધારાઓ, નવી નીતિઓ, કરવેરા, શિક્ષણ, બેન્કિંગ, માહિતી પ્રૌદ્યોગિકી તથા સંચાર ક્ષેત્રે મહત્વપૂર્ણ નિર્ણયો જાહેર થઈ શકે છે. ગુપ્તચર એજન્સીઓ, તપાસ વિભાગો અને સાયબર સુરક્ષા વધુ સક્રિય બને તેવી શક્યતા છે. શેરબજાર, સોના-ચાંદી, કરન્સી અને ટેક્નોલોજી ક્ષેત્રમાં અચાનક વધઘટ જોવા મળી શકે છે. રોકાણકારોએ ભાવનાત્મક નિર્ણયો લેવાને બદલે યોગ્ય વિશ્લેષણ સાથે આગળ વધવું હિતાવહ રહેશે. હવામાનમાં ભારે વરસાદ,જળભરાવ તથા પાણી સંબંધિત સમસ્યાઓ ઊભી થઈ શકે છે, જેના કારણે કૃષિ ક્ષેત્રને પણ અસર પહોંચે તેવી સંભાવના છે. પાણીજન્ય રોગો, પાચનતંત્રની તકલીફો અને એલર્જીના કેસોમાં વધારો થઈ શકે છે. સૂર્યોદય સમયે સૂર્યનારાયણને અર્ઘ્ય અર્પણ કરવું, આદિત્ય હૃદય સ્તોત્ર અથવા ગાયત્રી મંત્રનો જપ કરવો તથા સત્યનિષ્ઠ અને સંયમિત આચરણ રાખવું. હાલ સૂર્ય કર્ક રાશિમાં છે. અહીં તે 17 ઓગસ્ટ સુધી રહેવાનો છે. જ્યોતિષ શાસ્ત્રમાં સૂર્યને માન-સન્માન અને આરોગ્યનો કારક ગ્રહ માનવામાં આવ્યો છે. ઉજ્જૈનના જ્યોતિષાચાર્ય પં. મનીષ શર્માના મતે, કર્ક એક જળ તત્વની રાશિ છે અને તેના સ્વામી ચંદ્ર છે, જે સૂર્યનો મિત્ર ગ્રહ છે. મિત્રની રાશિમાં રહેતાં સૂર્ય તમામ 12 રાશિના લોકોના જીવનમાં મહત્વપૂર્ણ પરિવર્તન લાવી શકે છે. જાણો તમામ 12 રાશિઓ માટે સૂર્યની કેવી અસર રહેવાની છે. આ રાશિના લોકો માટે સૂર્યનું આ ગોચર ચોથા ભાવમાં છે. તેનાથી પારિવારિક જીવનમાં ઉથલપાથલ થઈ શકે છે. કાર્યક્ષેત્રમાં તમને પદ-પ્રતિષ્ઠા અને માન-સન્માન મળી શકે છે. વાહન કે સંપત્તિ ખરીદવાના યોગ પણ બનશે. આ લોકો માટે સૂર્ય ત્રીજા ભાવમાં છે. આ ગ્રહ આત્મવિશ્વાસ અને સાહસમાં વૃદ્ધિ કરશે. આ સમયે તમારા માટે યાત્રાઓ લાભદાયી સાબિત થશે, ભાઈ-બહેનો સાથેના સંબંધોમાં સુધારો થશે અને તમારા અટકેલા સરકારી કામ સરળતાથી પૂરા થશે. આ લોકો માટે સૂર્ય બીજા ભાવમાં છે, જેના કારણે તમારે આર્થિક બાબતોમાં સાવચેત રહેવાની જરૂર છે. વાણીમાં થોડી કઠોરતા આવી શકે છે, જેનાથી પરિવારમાં વિવાદની સ્થિતિ બની શકે છે, બોલતી વખતે સાવચેત રહેવું પડશે. પૈતૃક સંપત્તિ સંબંધિત બાબતોમાં અચાનક કોઈ નિર્ણય થઈ શકે છે. આ રાશિમાં સૂર્ય છે. સૂર્યની આ સ્થિતિ વ્યક્તિત્વમાં એક નવી ચમક લાવશે. આ સમયગાળા દરમિયાન માન-સન્માન મળશે અને સામાજિક વર્તુળ વધશે. સાથે જ, તમારા સ્વભાવમાં થોડો અહંકાર અને ગુસ્સો પણ આવી શકે છે, તેથી વૈવાહિક જીવનમાં થોડી સાવચેતી રાખવાની સલાહ છે. આ રાશિ માટે સૂર્ય બારમા ભાવમાં છે, જેના પ્રભાવથી ખર્ચાઓમાં અચાનક વધારો થઈ શકે છે. જે લોકો વિદેશ યાત્રા કે વિદેશી વેપાર સાથે જોડાયેલા છે, તેમના માટે આ સમય ખૂબ જ અનુકૂળ રહેશે, પરંતુ તમારે તમારા સ્વાસ્થ્ય અને કોર્ટ-કચેરીના મામલાઓને લઈને સાવચેત રહેવું પડશે. આ રાશિ માટે સૂર્ય અગિયારમા ભાવમાં છે, જે ખૂબ જ શુભ અને ફળદાયી છે. આ સમયમાં આવકના નવા સ્ત્રોત બનશે, જૂના રોકાણોથી મોટો લાભ મળશે અને સમાજના પ્રભાવશાળી લોકો સાથે સંબંધો મજબૂત થશે, જે ભવિષ્યમાં કામ આવશે. આ લોકો માટે સૂર્ય દસમા ભાવમાં છે, જેના કારણે કરિયરમાં મોટી સફળતાના યોગ બનશે. નોકરિયાત લોકોને પ્રમોશન અને મનપસંદ ટ્રાન્સફર મળી શકે છે, સરકારી ક્ષેત્રથી મોટો લાભ થશે અને સમાજમાં પ્રતિષ્ઠા વધશે. આ રાશિ માટે સૂર્યનું ગોચર નવમા ભાવમાં છે, જેના કારણે આ લોકોનો ઝુકાવ ધાર્મિક અને આધ્યાત્મિક ક્ષેત્ર તરફ રહેશે. આ સમયગાળા દરમિયાન તમને ભાગ્યનો પૂરો સાથ મળશે, લાંબા અંતરની યાત્રાઓ સુખદ રહેશે. પિતા અથવા પિતાતુલ્ય વ્યક્તિના માર્ગદર્શનથી જીવનની ઘણી મુશ્કેલીઓ હલ થઈ જશે. આ જાતકો માટે સૂર્ય આઠમા ભાવમાં છે, આ કારણે તમારે સ્વાસ્થ્યના મામલે ખૂબ સાવચેત રહેવાની જરૂર છે. અચાનક કેટલીક અડચણો કે ગુપ્ત ચિંતાઓ સામે આવી શકે છે, જોકે, સંશોધન કાર્યો અને ગૂઢ રહસ્યોમાં રસ ધરાવતા લોકો માટે સમય સારો રહેશે, પરંતુ કોઈપણ મોટા રોકાણથી અત્યારે દૂર રહેવું શ્રેષ્ઠ રહેશે. સૂર્ય સાતમા ભાવમાં છે, આ કારણે જીવનસાથી સાથે વૈચારિક મતભેદ ઊભા થઈ શકે છે. આ સમયે તમારે તમારા અહંકારને છોડીને સંબંધોમાં તાલમેલ બેસાડવો પડશે, સાથે જ ભાગીદારીના વ્યવસાયમાં કોઈ પણ નવો સોદો કરતા પહેલા દસ્તાવેજોને સારી રીતે તપાસી લેવા સમજદારીભર્યું રહેશે. આ લોકો માટે સૂર્ય છઠ્ઠા ભાવમાં છે, જે રાહત આપનારો રહેશે. આ દરમિયાન તમારા ગુપ્ત શત્રુઓ અને વિરોધીઓ પરાસ્ત થશે, કોર્ટ-કચેરીના મામલાઓમાં તમને વિજય મળશે અને જો તમે કોઈ જૂની બીમારીથી પરેશાન છો, તો તેમાં પણ સુધારો થશે. સૂર્ય પાંચમા ભાવમાં છે, જેના કારણે વિદ્યાર્થીઓને ભણવામાં મન લગાવવા માટે થોડી વધુ મહેનત કરવી પડશે. સંતાન પક્ષને લઈને કેટલીક ચિંતાઓ થઈ શકે છે, પરંતુ જે લોકો કલા, લેખન કે રચનાત્મક કાર્યો સાથે જોડાયેલા છે, તેમને પોતાની પ્રતિભા બતાવવાના સારા અવસર મળશે.
    Click here to Read More
    Previous Article
    डॉक्टर ने बताए सबसे खराब 5 कुकिंग ऑयल, कहीं आपकी रसोई में तो नहीं इनमें से कोई?
    Next Article
    રણબીરની 'રામાયણ'ના મેકર્સને રામલીલા મહાસંઘની ચેતવણી:રિલીઝ પહેલા ફિલ્મ બતાવવાની માગ; વિવાદાસ્પદ દ્રશ્યો ન હટાવવા પર સિનેમાઘરોની બહાર પ્રદર્શન થશે

    Related Religion Updates:

    Are you sure? You want to delete this comment..! Remove Cancel

    Comments (0)

      Leave a comment