Search

    Language Settings
    Select Website Language

    GDPR Compliance

    We use cookies to ensure you get the best experience on our website. By continuing to use our site, you accept our use of cookies, Privacy Policy, and Terms of Service.

    BijnorNews
    Bijnor news

    રણબીરની 'રામાયણ'ના મેકર્સને રામલીલા મહાસંઘની ચેતવણી:રિલીઝ પહેલા ફિલ્મ બતાવવાની માગ; વિવાદાસ્પદ દ્રશ્યો ન હટાવવા પર સિનેમાઘરોની બહાર પ્રદર્શન થશે

    1 week ago

    રણબીર કપૂર, સની દેઓલ અને યશ અભિનીત ફિલ્મ 'રામાયણ'ને લઈને વિવાદ શરૂ થઈ ગયો છે. શ્રી રામલીલા મહાસંઘે ફિલ્મના ડિરેક્ટર નિતેશ તિવારી અને પ્રોડક્શન કંપનીને પત્ર લખીને ચેતવણી આપી છે. મહાસંઘના અધ્યક્ષ અર્જુન કુમારે માંગ કરી છે કે આ દિવાળી પર દેશ-વિદેશમાં રિલીઝ થાય તે પહેલાં આ ફિલ્મ તેમના પ્રતિનિધિમંડળને બતાવવામાં આવે. મહાસંઘનું કહેવું છે કે તેમને મળેલી માહિતી મુજબ ફિલ્મમાં એવા ઘણા દ્રશ્યો હોઈ શકે છે, જે હિંદુઓની ભાવનાઓને ઠેસ પહોંચાડી શકે છે. જો વિવાદાસ્પદ દ્રશ્યો હટાવવામાં નહીં આવે તો સિનેમાઘરોની બહાર પ્રદર્શન કરવામાં આવશે. જોકે, અત્યાર સુધી ડિરેક્ટર નિતેશ તિવારી કે ફિલ્મના પ્રોડક્શન હાઉસ તરફથી કોઈ સત્તાવાર નિવેદન બહાર પાડવામાં આવ્યું નથી. રિલીઝ પહેલા સ્પેશિયલ સ્ક્રીનિંગની માંગ શ્રીરામલીલા મહાસંઘના અધ્યક્ષ અર્જુન કુમારે પત્રમાં જણાવ્યું હતું કે ફિલ્મને સિનેમાઘરોમાં રજૂ કરતા પહેલા એક વિશેષ શોમાં મહાસંઘને બતાવવામાં આવે. મહાસંઘ એ નક્કી કરવા માંગે છે કે ફિલ્મમાં ભગવાન રામ, રામાયણના પાત્રો કે સનાતન ધર્મ સાથે જોડાયેલું કોઈ ખોટું ચિત્રણ કે સંવાદ તો નથી ને. અર્જુન કુમારે ચેતવણી આપી છે કે જો મેકર્સે તેમની માંગણી ન માની, તો દિલ્હી સહિત દેશના અન્ય રાજ્યોમાં સિનેમાઘરોની બહાર હિંદુ સંગઠનો સાથે મળીને હજારો કાર્યકરો વિરોધ પ્રદર્શન અને ધરણા કરશે. 'આદિપુરુષ' ખોટા ચિત્રણથી ફ્લોપ થઈ હતી ફિલ્મ મહાસંઘે પોતાના પત્રમાં વર્ષ 2023માં આવેલી ફિલ્મ 'આદિપુરુષ'નું ઉદાહરણ આપ્યું છે. અર્જુન કુમારે યાદ અપાવ્યું કે ભૂષણ કુમારના પ્રોડક્શન અને પ્રભાસ-સૈફ અલી ખાન સ્ટારર આ ફિલ્મના ઘણા દ્રશ્યો પર સનાતન સમાજ અને રામલીલા સાથે જોડાયેલા લોકોએ સખત વિરોધ નોંધાવ્યો હતો. તે ફિલ્મમાં સોનાની લંકાને કાળી બતાવવામાં આવી હતી અને મહાજ્ઞાની રાવણ અને તેની સેનાનું ચિત્રણ મંગોલ લૂંટારાઓની જેમ કરવામાં આવ્યું હતું. આ ભારે વિરોધને કારણે કરોડોના બજેટમાં બનેલી તે ફિલ્મ બોક્સ ઓફિસ પર ફ્લોપ સાબિત થઈ હતી. જુઓ ફિલ્મના ટ્રેલરની ઝલક- રણબીર કપૂર ભગવાન રામ બન્યા છે, યશ રાવણનો રોલ ભજવી રહ્યા છે ફિલ્મ 'રામાયણ'માં બોલિવૂડ અને સાઉથ સિનેમાના મોટા કલાકારો એકસાથે જોવા મળવાના છે. રણબીર કપૂર ફિલ્મમાં ભગવાન રામની ભૂમિકામાં છે, જ્યારે સાઈ પલ્લવી માતા સીતાનું પાત્ર ભજવી રહી છે. સાઉથ સુપરસ્ટાર યશ આ ફિલ્મમાં રાવણના રોલમાં જોવા મળશે. આ ઉપરાંત સની દેઓલ હનુમાનની ભૂમિકામાં છે, જ્યારે રવિ દુબે લક્ષ્મણના પાત્રમાં જોવા મળશે. ફિલ્મમાં અરુણ ગોવિલ, લારા દત્તા, રકુલ પ્રીત સિંહ, વિવેક ઓબેરોય અને કુણાલ કપૂર પણ મહત્વની ભૂમિકાઓમાં સામેલ છે. ઓસ્કર વિજેતા એઆર રહેમાન અને હેન્સ ઝિમર આપી રહ્યા છે મ્યુઝિક ફિલ્મના સંગીતને લઈને પણ લાંબા સમયથી ચર્ચા ચાલી રહી છે. આ ફિલ્મમાં બે દિગ્ગજ સંગીતકાર એઆર રહેમાન અને ઓસ્કર વિજેતા હેન્સ ઝિમર પહેલીવાર એકસાથે મળીને બેકગ્રાઉન્ડ સ્કોર અને સંગીત તૈયાર કરી રહ્યા છે. ફિલ્મનું નિર્માણ નમિત મલ્હોત્રાના પ્રાઇમ ફોકસ સ્ટુડિયોઝ અને અભિનેતા યશના મોન્સ્ટર માઇન્ડ ક્રિએશન્સ હેઠળ કરવામાં આવી રહ્યું છે. આ ભવ્ય પ્રોજેક્ટને બે ભાગમાં બનાવવામાં આવી રહ્યો છે, જેનો પહેલો ભાગ નવેમ્બર 2026માં દિવાળીના અવસરે સિનેમાઘરોમાં રિલીઝ થશે. 4000 કરોડના બજેટમાં બની રહી છે દેશની સૌથી મોંઘી ફિલ્મ 'દંગલ' જેવી બ્લોકબસ્ટર ફિલ્મ બનાવી ચૂકેલા ડિરેક્ટર નિતેશ તિવારી છેલ્લા ઘણા વર્ષોથી આ પ્રોજેક્ટ પર કામ કરી રહ્યા છે. મીડિયા રિપોર્ટ્સ અનુસાર, બે ભાગમાં બનનારી આ ફિલ્મનું કુલ બજેટ લગભગ 4000 કરોડ રૂપિયા છે, જે તેને ભારતીય સિનેમાના ઇતિહાસની સૌથી મોંઘી ફિલ્મ બનાવે છે. ફિલ્મના વિઝ્યુઅલ ઇફેક્ટ્સ (VFX)ની જવાબદારી ઓસ્કર વિજેતા કંપની DNEG સંભાળી રહી છે. ફિલ્મના પહેલા ભાગનું શૂટિંગ પૂરું થઈ ગયું છે અને હાલમાં તેના પોસ્ટ-પ્રોડક્શનનું કામ ઝડપથી ચાલી રહ્યું છે. ફિલ્મ 'રામાયણ' સાથે જોડાયેલી મહત્વની વાતો-
    Click here to Read More
    Previous Article
    સૂર્યનો આશ્લેષા નક્ષત્રમાં પ્રવેશ:આગામી 14 દિવસ દેશ-દુનિયા, શેરબજાર અને હવામાન માટે કેવા રહેશે?
    Next Article
    બ્રિજભૂષણ સિંહ મહિલા કુસ્તીબાજ યૌન શોષણ કેસમાં નિર્દોષ છૂટ્યા:દિલ્હી કોર્ટે ચુકાદો સંભળાવ્યો, પૂર્વ સાંસદ બોલ્યા- મારી વિરુદ્ધ ષડયંત્ર રચાયું હતું

    Related Entertainment Updates:

    Are you sure? You want to delete this comment..! Remove Cancel

    Comments (0)

      Leave a comment