Search

    Language Settings
    Select Website Language

    GDPR Compliance

    We use cookies to ensure you get the best experience on our website. By continuing to use our site, you accept our use of cookies, Privacy Policy, and Terms of Service.

    BijnorNews
    Bijnor news

    'ડેપ્યુટી મેયરે કૌટુંબિક વિખવાદનો બદલો લેવા ખોટી ફરિયાદ કરી':જૂનાગઢ મનપાના લાઈટ શાખાના કર્મચારીની બદલી કરવા આકાશ કટારાનો કમિશનરને પત્ર

    1 week ago

    જૂનાગઢ મનપામાં સ્ટ્રીટ લાઈટ શાખાના કાયમી કર્મચારીની બદલી કરવાના મુદ્દે મોટો રાજકીય અને વહિવટી મામલો સામે આવ્યો છે. ડેપ્યુટી મેયર આકાશ કટારાએ કમિશનરને પત્ર લખીને કર્મચારીની સોનાપુર ખાતે બદલી કરવાની રજૂઆત કરી હતી, જેની સામે કર્મચારીએ ગંભીર આક્ષેપો કર્યા છે. સાથે જ આ સમગ્ર મામલે વિપક્ષી નેતાએ પણ ઝંપલાવીને શાસક પક્ષ વિરુદ્ધ મોરચો માંડ્યો છે. કર્મચારીની બદલી કરવા ડેપ્યુટી મેયરનો કમિશનરને પત્ર જૂનાગઢ મહાનગરપાલિકાના ડેપ્યુટી મેયર આકાશ કરમણભાઈ કટારાએ 19 ઓગસ્ટ 2026ના રોજ મનપા કમિશનરને એક પત્ર પાઠવ્યો હતો. જણાવ્યું હતું કે, સ્ટ્રીટ લાઈટ શાખામાં ફરજ બજાવતા કાયમી કર્મચારી તુલસીભાઈ જુમાણી સામે અનેક ફરિયાદો મળી રહી છે. તેઓ ફરજ દરમિયાન નશામાં હોય છે અને કોર્પોરેટરો ફોન કરે ત્યારે ઉપાડતા નથી. આ પરિસ્થિતિને ધ્યાને રાખીને તેની તાત્કાલિક અસરથી સોનાપુર ખાતે બદલી કરવામાં આવે તેવી માગણી કરવામાં આવી હતી. 'ગાડી કે ટીમ મોકલતા પહેલાં જાણ કરવાનું ડેપ્યુટી મેયરે કહ્યું હતું' સ્ટ્રીટ લાઈટ શાખાના કર્મચારી ​તુલસીભાઈ એન. ચુડાસમાએ જણાવ્યું હતું કે, હું 1998થી નિષ્ઠાપૂર્વક ફરજ બજાવું છું અને દરરોજ 100થી 150 ફરિયાદોનો 24 કલાકમાં ઉકેલ લાવું છું. ડેપ્યુટી મેયરે આદેશ આપ્યો હતો કે વોર્ડ નંબર 9માં ગાડી કે ટીમ મોકલતા પહેલાં તેમને જાણ કરવી, પરંતુ ઇમરજન્સી અને પબ્લિકના ડાયરેક્ટ કામો અટકાવી શકાય તેમ ન હોવાથી ઇનકાર કર્યો હતો. ‘ડેપ્યુટી મેયરે કૌટુંબિક વિખવાદનો બદલો લેવા ખોટી ફરિયાદ કરી’ તુલસીભાઈએ આક્ષેપ કર્યો હતો કે, ડેપ્યુટી મેયર અને તેમના પરિવાર વચ્ચેના કૌટુંબિક કે પર્સનલ વિખવાદનો બદલો લેવા અને ક્રોધમાં આવીને તેમની સામે ખોટી ફરિયાદ કરવામાં આવી છે. દારૂ પીવાના અને ફોનના ઉપાડવાના આક્ષેપોને તદ્દન ખોટા ગણાવતા તેમણે પોતાની હાજરી અને કામગીરી સાબિત કરવા સીસીટીવી ફૂટેજ ચેક કરવાની ખુલ્લી ચેલેન્જ આપી હતી. તેમજ સોનાપુરીનો ઇનચાર્જ ચાર્જ પણ તેમની પાસે જ હોવાથી આ બદલીની માંગણી હાસ્યાસ્પદ છે. 'અંગત કામો ન થવાને લીધે નાના કર્મચારીઓને ટાર્ગેટ કરે છે' મનપાના વિપક્ષી નેતા લલિત પરસાણાએ કહ્યું કે, તુલસીભાઈ વર્ષોથી સારી કામગીરી કરે છે અને સ્ટાફ પર તેમની સારી પકડ છે. મનપામાં કરોડો રૂપિયાનો ભ્રષ્ટાચાર થાય છે તેના માટે શાસકો ક્યારેય કમિશનર કે રાજ્ય સરકારને લેટર લખતા નથી અને માત્ર પોતાના અહમ કે અંગત કામો ન થવાને લીધે નાના કર્મચારીઓને ટાર્ગેટ કરીને ટોર્ચર કરવામાં આવે છે. મહાનગરપાલિકા ખાતે ઉગ્ર આંદોલનની ચીમકી ​પરસાણાએ ચેતવણી આપી હતી કે, જો કમિશનર દ્વારા કોઈ પણ તપાસ કે અન્ય કોર્પોરેટરોના અભિપ્રાય લીધા વિના મનસ્વી રીતે આ બદલી કરવામાં આવશે, તો વિપક્ષ અને ભાજપના નારાજ કોર્પોરેટરોને સાથે રાખીને મહાનગરપાલિકા ખાતે ઉગ્ર આંદોલન કરવામાં આવશે.ત્યારે સમગ્ર મામલે જુનાગઢ મહાનગરપાલિકાના ડે.મેયર આકાશ કટારા સાથે વાત કરવાનો પ્રયત્ન કરતા તેમને તેનો કોલ રીસીવ ન કરી મન રહેવાનું પસંદ કર્યું હતું.
    Click here to Read More
    Previous Article
    ડો. હર્ષ પંડ્યા આપઘાત કેસ: મંત્રી બરંડાએ પરિવારની મુલાકાત લીધી:મૃતક ડોક્ટરના પિતાને મળી સંવેદના વ્યક્ત કરી; ન્યાયની ખાતરી આપી
    Next Article
    45 વર્ષીય કરીના કપૂર ખાન ત્રીજીવાર પ્રેગ્નેન્ટ?:એક્ટ્રેસનો વીડિયો વાયરલ થતાં સોશિયલ મીડિયામાં ચર્ચાનો મધપૂડો છંછેડાયો, ટીમે કર્યો ખુલાસો

    Related Gujarat Updates:

    Are you sure? You want to delete this comment..! Remove Cancel

    Comments (0)

      Leave a comment