Search

    Language Settings
    Select Website Language

    GDPR Compliance

    We use cookies to ensure you get the best experience on our website. By continuing to use our site, you accept our use of cookies, Privacy Policy, and Terms of Service.

    BijnorNews
    Bijnor news

    ડો. હર્ષ પંડ્યા આપઘાત કેસ: મંત્રી બરંડાએ પરિવારની મુલાકાત લીધી:મૃતક ડોક્ટરના પિતાને મળી સંવેદના વ્યક્ત કરી; ન્યાયની ખાતરી આપી

    1 week ago

    સુરત સરકારી સિવિલ હોસ્પિટલમાં રેસિડેન્ટ ડોક્ટર તરીકે ફરજ બજાવતા અને મોડાસાના વતની ડો. હર્ષ પંડ્યાના આપઘાત કેસના રાજ્યભરમાં ઘેરા પ્રત્યાઘાતો પડ્યા છે. આ દુઃખદ ઘટના બાદ રાજ્ય કક્ષાના મંત્રી પી. સી. બરંડાએ મોડાસા સ્થિત તેમના નિવાસસ્થાને પહોંચીને પરિવારજનો સાથે રૂબરૂ મુલાકાત કરી હતી. મંત્રીએ પિતા અને પરિવારને સાંત્વના પાઠવી ભિલોડા વિધાનસભા ક્ષેત્રના ધારાસભ્ય અને રાજ્ય મંત્રી પી. સી. બરંડાએ મૃતક ડોક્ટરના પિતા ડો. સુભાષભાઈ પંડ્યા તેમજ પરિવારના અન્ય સભ્યો સાથે સાંત્વના મુલાકાત યોજી હતી. આ મુશ્કેલ અને દુઃખદ સમયમાં મંત્રીએ સમગ્ર પરિવાર પ્રત્યે ઊંડી સંવેદના વ્યક્ત કરી હતી. સરકાર અને તંત્ર પરિવારની સાથે હોવાની ખાતરી આપી મુલાકાત દરમિયાન મંત્રી બરંડાએ પીડિત પરિવારને આશ્વાસન આપતાં જણાવ્યું હતું કે રાજ્ય સરકાર અને સ્થાનિક વહીવટી તંત્ર આ આઘાતજનક સ્થિતિમાં તેમની સાથે અડીખમ ઊભું છે. આ સાથે જ તેમણે ડો. હર્ષ પંડ્યાના પરિવારને નિષ્પક્ષ તપાસ અને યોગ્ય ન્યાય અપાવવાની દ્રઢ ખાતરી આપી હતી.
    Click here to Read More
    Previous Article
    ભરૂચમાં ફૂડ સેફ્ટી ડ્રાઇવ શરૂ:ચોમાસા-તહેવારો પહેલાં કલેક્ટરના માર્ગદર્શન હેઠળ કાર્યવાહી, એક હોટલ સીલ
    Next Article
    'ડેપ્યુટી મેયરે કૌટુંબિક વિખવાદનો બદલો લેવા ખોટી ફરિયાદ કરી':જૂનાગઢ મનપાના લાઈટ શાખાના કર્મચારીની બદલી કરવા આકાશ કટારાનો કમિશનરને પત્ર

    Related Gujarat Updates:

    Are you sure? You want to delete this comment..! Remove Cancel

    Comments (0)

      Leave a comment