Search

    Language Settings
    Select Website Language

    GDPR Compliance

    We use cookies to ensure you get the best experience on our website. By continuing to use our site, you accept our use of cookies, Privacy Policy, and Terms of Service.

    BijnorNews
    Bijnor news

    ભરૂચમાં ફૂડ સેફ્ટી ડ્રાઇવ શરૂ:ચોમાસા-તહેવારો પહેલાં કલેક્ટરના માર્ગદર્શન હેઠળ કાર્યવાહી, એક હોટલ સીલ

    1 week ago

    ચોમાસાની ઋતુ અને આગામી તહેવારોને ધ્યાનમાં રાખીને ભરૂચ જિલ્લા વહીવટી તંત્ર દ્વારા લોકોના આરોગ્ય સાથે ચેડાં કરતા હોટલ-રેસ્ટોરન્ટ સંચાલકો સામે કડક કાર્યવાહી શરૂ કરવામાં આવી છે. જિલ્લા કલેક્ટર ડૉ. નવનાથ ગવહાણેના નિર્દેશ હેઠળ વહીવટી તંત્ર, પોલીસ અને ફૂડ એન્ડ ડ્રગ્સ વિભાગની સંયુક્ત ટીમોએ શહેર અને ગ્રામ્ય વિસ્તારોમાં સઘન ચેકિંગ હાથ ધર્યું હતું. ભરૂચના પ્રાંત અધિકારી મનીષા માનાણી અને ડીવાયએસપી સી.કે. પટેલના નેતૃત્વમાં મામલતદાર, ચીફ ઓફિસર, ફૂડ સેફ્ટી ઓફિસર, ફાયર અને આરોગ્ય વિભાગની ટીમોએ બાયપાસ વિસ્તારમાં આવેલી 10 થી 11 જેટલી હોટલ-રેસ્ટોરન્ટ અને ખાદ્ય એકમોની તપાસ કરી હતી. આ તપાસ દરમિયાન મોટાભાગના એકમોમાં ફૂડ સેફ્ટી એક્ટના શેડ્યૂલ-૪ના નિયમોનું ઉલ્લંઘન, અસ્વચ્છતા અને એક્સપાયરી ડેટવાળી ખાદ્ય સામગ્રી મળી આવી હતી. તંત્રની ટીમે સ્થળ પરથી વાસી અને અયોગ્ય ખાદ્ય સામગ્રી જપ્ત કરીને તેનો નિકાલ કર્યો હતો. પનીર સહિતની વિવિધ ખાદ્ય ચીજોના સેમ્પલ લેબોરેટરી તપાસ માટે લેવામાં આવ્યા હતા. એક હોટલમાં અત્યંત ગંભીર ક્ષતિઓ અને નિયમોનું ઉલ્લંઘન જણાતા તેને તાત્કાલિક સીલ કરી દેવામાં આવી હતી. અન્ય ક્ષતિયુક્ત એકમોને પણ નિયત માપદંડો પૂર્ણ ન થાય ત્યાં સુધી ધંધો બંધ રાખવા સૂચના અપાઈ છે. તહેવારોને ધ્યાનમાં રાખીને તંત્ર દ્વારા આગામી દિવસોમાં પણ આ પ્રકારની તપાસ સતત ચાલુ રાખવામાં આવશે. ખાસ કરીને રક્ષાબંધન અને જન્માષ્ટમી જેવા તહેવારોને અનુલક્ષીને મીઠાઈ, ડેરી પ્રોડક્ટ્સ અને ફાસ્ટફૂડ સેન્ટરો પર સઘન ચેકિંગ હાથ ધરાશે. ભરૂચ શહેર ઉપરાંત અંકલેશ્વર સહિતના તાલુકા અને ગ્રામ્ય વિસ્તારોમાં પણ સંબંધિત પ્રાંત અધિકારીઓના નેતૃત્વ હેઠળ તપાસ અભિયાન શરૂ કરાયું છે. અધિકારીઓએ હોટલ-રેસ્ટોરન્ટ સંચાલકોને ચોમાસા દરમિયાન ખાસ સાવચેતી રાખવા સૂચના આપી છે. ડીપ ફ્રીઝ અને કોલ્ડ સ્ટોરેજની યોગ્ય જાળવણી, શાકાહારી-માંસાહારી ખાદ્ય પદાર્થો માટે યોગ્ય બોર્ડ, ગુણવત્તાયુક્ત કાચા માલનો ઉપયોગ તેમજ કર્મચારીઓની સ્વચ્છતા અને હાઈજીનની યોગ્ય તાલીમ સુનિશ્ચિત કરવા જણાવાયું છે. જાહેર આરોગ્ય સાથે ચેડાં કરનાર વેપારીઓ સામે આગામી દિવસોમાં પણ કડક કાનૂની કાર્યવાહી કરવામાં આવશે તેવી તંત્ર દ્વારા સ્પષ્ટ ચેતવણી આપવામાં આવી છે.
    Click here to Read More
    Previous Article
    ગુજરાત યુનિ.માં પીએમના નામની યોજનાના 40 કરોડનો હિસાબ નથી મળતો:પહેલાં મહિલા કુલપતિ ડો. નીરજા ગુપ્તાએ પોતાને જ ઇન્વેસ્ટિગેટર બનાવીને લાખોનો અલગ પગાર લીધો, ભાસ્કરે મેળવ્યા દસ્તાવેજ
    Next Article
    ડો. હર્ષ પંડ્યા આપઘાત કેસ: મંત્રી બરંડાએ પરિવારની મુલાકાત લીધી:મૃતક ડોક્ટરના પિતાને મળી સંવેદના વ્યક્ત કરી; ન્યાયની ખાતરી આપી

    Related Gujarat Updates:

    Are you sure? You want to delete this comment..! Remove Cancel

    Comments (0)

      Leave a comment