Search

    Language Settings
    Select Website Language

    GDPR Compliance

    We use cookies to ensure you get the best experience on our website. By continuing to use our site, you accept our use of cookies, Privacy Policy, and Terms of Service.

    BijnorNews
    Bijnor news

    દશામાંની મૂર્તિ વિસર્જન સમયે યુવતી અંબિકા નદીમાં તણાઈ:સ્થાનિક તરવૈયાઓએ બચાવી, સારવાર અર્થે હોસ્પિટલ ખસેડાઈ, મોટી દુર્ઘટના ટળી

    16 hours ago

    નવસારીના ગણદેવીમાં અંબિકા નદીમાં દશામાંની મૂર્તિ વિસર્જન દરમિયાન એક યુવતી તણાઈ હતી. સ્થાનિક તરવૈયાઓની સમયસૂચકતાને કારણે યુવતીનો જીવ બચી ગયો હતો. તેને તાત્કાલિક સારવાર માટે હોસ્પિટલ ખસેડવામાં આવી છે. આ ઘટના ગણદેવી તાલુકાના ધમડાછા ગામે બની હતી. ચીખલી તાલુકાના થલા ગામની રહેવાસી રમીલા હળપતિ પોતાના પરિવાર સાથે દશામાંની પ્રતિમાનું વિસર્જન કરવા અંબિકા નદીના કિનારે આવી હતી. વિસર્જન કરતી વખતે અચાનક પગ લપસી જતાં રમીલા નદીના ધસમસતા પ્રવાહમાં પડી ગઈ અને તણાવા લાગી. યુવતી નદીમાં પડી હોવાની જાણ થતાં જ ઘાટ પર હાજર લોકોમાં અફરાતફરી મચી ગઈ હતી. આ દરમિયાન ઘટનાસ્થળે ઉપસ્થિત સ્થાનિક તરવૈયાઓએ જીવના જોખમે તાત્કાલિક નદીમાં ઝંપલાવ્યું હતું. ભારે જહેમત બાદ તરવૈયાઓએ રમીલાને પાણીના પ્રવાહમાંથી સુરક્ષિત રીતે બહાર કાઢી કિનારે લાવી હતી. નદીમાંથી બહાર કાઢ્યા બાદ યુવતીની તબિયતને ધ્યાને રાખી તાત્કાલિક 108 એમ્બ્યુલન્સ મારફતે નજીકની હોસ્પિટલમાં સારવાર અર્થે ખસેડવામાં આવી હતી. આ સમગ્ર મામલે ગણદેવી પોલીસ મથકે જાણ કરવામાં આવતાં પોલીસે ઘટનાસ્થળે પહોંચી જાણવાજોગ નોંધ કરી આગળની કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે.
    Click here to Read More
    Previous Article
    ઓવરથિંકિંગ છોડો, ભગવાનને સંભારો:સાધુ પ્રેમવત્સલદાસજી કુમકુમનો શ્રાવણ માસ સંદેશ
    Next Article
    સિંહોના આકસ્મિક મૃત્ની અરજી પર હાઈકોર્ટમાં સુનાવણી:રેલવે ટ્રેક આસપાસ 70 જેટલા ટ્રેકર, 14 નવા અંડરપાસ પ્રસ્તાવિત, 100 જેટલા સિંહોના મૂવમેન્ટ સ્પોટ

    Related Gujarat Updates:

    Are you sure? You want to delete this comment..! Remove Cancel

    Comments (0)

      Leave a comment