Search

    Language Settings
    Select Website Language

    GDPR Compliance

    We use cookies to ensure you get the best experience on our website. By continuing to use our site, you accept our use of cookies, Privacy Policy, and Terms of Service.

    BijnorNews
    Bijnor news

    ઓવરથિંકિંગ છોડો, ભગવાનને સંભારો:સાધુ પ્રેમવત્સલદાસજી કુમકુમનો શ્રાવણ માસ સંદેશ

    15 hours ago

    શ્રી સ્વામિનારાયણ મંદિર - કુમકુમ – મણિનગરના મોટિવેશનલ સ્પીકર સાધુ પ્રેમવત્સલદાસજીએ પવિત્ર શ્રાવણ માસ નિમિત્તે 'ઓવરથિંકિંગ' છોડીને ભગવાનને યાદ કરવા પર ભાર મૂક્યો છે. તેમણે જણાવ્યું કે, જે લોકો રાત્રે પણ ચિંતામાં જાગતા રહે છે, તેમણે શ્રીમદ્ ભગવદ્ગીતાનો શ્લોક "कर्मण्येवाधिकारस्ते मा फलेषु कदाचन..." હંમેશાં યાદ રાખવો જોઈએ. આજના યુવાનો કર્મના સ્તરે ઓછી મહેનત કરે છે, પરંતુ પરિણામના સ્તરે 'ઓવરથિંકિંગ' એટલે કે વધુ પડતા વિચારોમાં ડૂબેલા રહે છે. રાત્રે મોડે સુધી ઊંઘ ન આવવી અને મગજમાં ભૂતકાળ અને ભવિષ્ય અંગેના વિચારોનું યુદ્ધ ચાલવું એ સામાન્ય બની ગયું છે. સાધુ પ્રેમવત્સલદાસજીએ 'ઓવરથિંકિંગ'ને વિચારોની એવી જેલ ગણાવી છે જે વ્યક્તિને અંદરથી કોરી ખાય છે. યુવાનો શારીરિક શ્રમ ઓછો અને માનસિક થાક વધારે અનુભવે છે, કારણ કે તેઓ એવી બાબતો પર નિયંત્રણ રાખવા માંગે છે જે ખરેખર તેમના હાથમાં નથી. ગઈકાલ વીતી ગઈ છે અને આવતીકાલ હજી આવી નથી, ત્યારે આજની સુંદર ક્ષણને ચિંતામાં વેડફવી યોગ્ય નથી. સદ્ગુરુ શાસ્ત્રી શ્રી આનંદપ્રિયદાસજી સ્વામી કહેતા હતા કે, આ જગતમાં જે કંઈ સુખ-દુઃખ આવે છે, તે ભગવાનની ઇચ્છાથી જ આવે છે. તેમણે 'ભગવાન મારું ક્યારેય અહિત નહીં કરે' એવો અતૂટ વિશ્વાસ રાખવાની સલાહ આપી હતી. તેમણે ઉમેર્યું હતું કે, ચિંતા છોડીને ભગવાનનું ચિંતન અને સ્મરણ વધારવાથી દુઃખ આપોઆપ દૂર થઈ જાય છે. એક સુંદર વાક્ય છે કે, "ચિંતા કરવાથી મુશ્કેલીઓ ઓછી થતી નથી, પણ આજની શાંતિ ચોક્કસ છીનવાઈ જાય છે." આથી, સંપૂર્ણ નિષ્ઠાથી મહેનત કરવી અને પરિણામ ભગવાન પર છોડી દેવું જોઈએ. જ્યારે પણ મન મૂંઝાય ત્યારે ભગવાન સ્વામિનારાયણ મહામંત્રની ધૂન કરવાથી મન હળવું ફૂલ થઈ જાય છે, એમ સાધુ પ્રેમવત્સલદાસજીએ જણાવ્યું હતું.
    Click here to Read More
    Previous Article
    ડો. ધીરેન્દ્ર પટેલે જન્મદિવસે વિરમગામના બાળકોને સ્ટેશનરી, ભોજન આપ્યું:હેલ્પ્સ ફાઉન્ડેશનના સ્થાપકે કુમારશાળામાં સેવાભાવનું અનોખું ઉદાહરણ પૂરું પાડ્યું
    Next Article
    દશામાંની મૂર્તિ વિસર્જન સમયે યુવતી અંબિકા નદીમાં તણાઈ:સ્થાનિક તરવૈયાઓએ બચાવી, સારવાર અર્થે હોસ્પિટલ ખસેડાઈ, મોટી દુર્ઘટના ટળી

    Related Gujarat Updates:

    Are you sure? You want to delete this comment..! Remove Cancel

    Comments (0)

      Leave a comment