Search

    Language Settings
    Select Website Language

    GDPR Compliance

    We use cookies to ensure you get the best experience on our website. By continuing to use our site, you accept our use of cookies, Privacy Policy, and Terms of Service.

    BijnorNews
    Bijnor news

    સિંહોના આકસ્મિક મૃત્ની અરજી પર હાઈકોર્ટમાં સુનાવણી:રેલવે ટ્રેક આસપાસ 70 જેટલા ટ્રેકર, 14 નવા અંડરપાસ પ્રસ્તાવિત, 100 જેટલા સિંહોના મૂવમેન્ટ સ્પોટ

    18 hours ago

    ગુજરાત હાઇકોર્ટ દ્વારા વર્ષ 2018માં ગુજરાતમાં એશિયાટિક સિંહોના અપમૃત્યુને લઈને સમાચાર સંસ્થાઓના અહેવાલને આધારે સુઓ મોટો પિટિશન હાથ ધરવામાં આવી હતી. જે મુદ્દે ચીફ જજ સુનિતા અગરવાલ અને જજ ડી.એન.રેની બેન્ચ સમક્ષ છેલ્લે વધુ સુનવણી હાથ ધરાઇ હતી. જેમાં કોર્ટને જણાવાયુ હતુ કે 19 જૂન, 2024ના રોજ ગીર જંગલ અને આસપાસના વિસ્તારોમાં સિંહોના રક્ષણ અને અકસ્માત નિવારણ માટે સ્ટાન્ડર્ડ ઓપરેટિંગ પ્રોસિજર તૈયાર કરવામાં આવી હતી. આ કમિટી દ્વારા જૂન, 2024 થી જુલાઈ,2026 વચ્ચે 8 ઉચ્ચ સ્તરીય બેઠકો તથા અન્ય સર્કલ, ડિવિઝનલ અને રેન્જ સ્તરની બેઠકો યોજવામાં આવી છે. રેલવે ટ્રેક પર અકસ્માત અટકાવવા આ પગલાં લેવામાં આવ્યા સિંહોની અવરજવર પર નજર રાખવા માટે AI-આધારિત મોનિટરિંગ, અર્લી વૉર્નિંગ સિસ્ટમ્સ, CCTV કેમેરા, ઈન્ટ્રુઝન ડિટેક્શન ડિવાઈસ સિસ્ટમની ટ્રાયલ અને એન્જિનમાં ટ્વિન LED હેડલાઇટ્સનો ઉપયોગ કરવામાં આવી રહ્યો છે. સિંહોને રેલવે ટ્રેક પરથી હટાવવા માટે 70 જેટલા રેલવે ટ્રેકર્સ રોકવામાં આવ્યા છે અને સિંહો તથા અન્ય પ્રાણીઓને ટ્રેક પરથી સુરક્ષિત ડાયવર્ટ કરવામાં આવ્યા છે. રેલવે ટ્રેક આસપાસની 33.4 કિલોમીટર એટલે કે આશરે 14.23 હેક્ટરમાંથી વનસ્પતિ અને ઝાડીઓ સાફ કરવામાં આવી છે. જેથી પ્રાણીઓ દેખાઈ શકે. એપ્રિલ, 2026 થી જુલાઈ, 2026 વચ્ચે 1,356 અને કુલ 5,909 કોશન ઓર્ડર જાહેર કરાયા છે. 9 કાયમી અને લગભગ 100 અન્ય મુવમેન્ટ હોટસ્પોટ્સ ઓળખવામાં આવ્યા છે. જુલાઈ 2026 સુધીમાં 159થી વધુ લોકો પાઇલટ્સ અને આસિસ્ટન્ટ લોકો પાઇલટ્સને ટ્રેનિંગ અને કાઉન્સિલિંગ આપવામાં આવ્યું છે. ઉપરાંત પશ્ચિમ રેલવે દ્વારા AI નિર્મિત શૈક્ષણિક વિડીયો પણ શેર કરાયા છે. 62 અંડરપાસ સારી સ્થિતિમાં છે, 14 અંડરપાસમાં રેટ્રોફિટિંગનું કામ ચાલુ છે અને 13 નવા અંડરપાસ પ્રસ્તાવિત છે. સિંહોને ટ્રેક પર આવતા રોકવા માટે 1660.85 મીટર ફેન્સિંગ કરવામાં આવી છે. 11 સપ્ટેમ્બરે વધુ સુનાવણી હાથ ધરાશે આ મુદ્દે વધુ સુનવણી 11 સપ્ટેમ્બરના રોજ રાખવામાં આવી છે. આગામી તારીખે બાકી રહેલા અંડરપાસના રેટ્રોફિટિંગની સ્થિતિ, નવા અંડરપાસના નિર્માણની પ્રગતિ, ટ્વિન LED હેડલાઇટ્સ, IDS સિસ્ટમની અસરકારકતા અને AI-આધારિત મોનિટરિંગની સ્થિતિ અંગેનો અહેવાલ જૂનાગઢ વન સંરક્ષકના સોગંદનામા સાથે રજૂ કરવાનો આદેશ અપાયો છે.
    Click here to Read More
    Previous Article
    દશામાંની મૂર્તિ વિસર્જન સમયે યુવતી અંબિકા નદીમાં તણાઈ:સ્થાનિક તરવૈયાઓએ બચાવી, સારવાર અર્થે હોસ્પિટલ ખસેડાઈ, મોટી દુર્ઘટના ટળી
    Next Article
    બે પૂર્વ મંત્રીની વર્ચસ્વ લડાઈ પર કોણ બાજી મારશે.?:રા.લો. સંઘની ચૂંટણીમાં તમામ 35 ફોર્મ માન્ય, 15 પૈકી 2 બેઠક બિનહરીફ થતા અન્ય બેઠક પર ફોર્મ પરત ખેંચાવડાવવા માટે કવાયત શરૂ

    Related Gujarat Updates:

    Are you sure? You want to delete this comment..! Remove Cancel

    Comments (0)

      Leave a comment