Search

    Language Settings
    Select Website Language

    GDPR Compliance

    We use cookies to ensure you get the best experience on our website. By continuing to use our site, you accept our use of cookies, Privacy Policy, and Terms of Service.

    BijnorNews
    Bijnor news

    બે પૂર્વ મંત્રીની વર્ચસ્વ લડાઈ પર કોણ બાજી મારશે.?:રા.લો. સંઘની ચૂંટણીમાં તમામ 35 ફોર્મ માન્ય, 15 પૈકી 2 બેઠક બિનહરીફ થતા અન્ય બેઠક પર ફોર્મ પરત ખેંચાવડાવવા માટે કવાયત શરૂ

    19 hours ago

    એશિયાના સૌથી મોટા તાલુકા સંઘ એટલે રાજકોટ લોધીકા ખરીદ વેચાણ સંઘ આ સહકારી સંસ્થાની ચૂંટણી આગામી 8 સપ્ટેમ્બરના રોજ યોજાવવાની છે ત્યારે નાના એવા સહકારી સંસ્થાની ચૂંટણીમાં પણ પ્રદેશ અને દિલ્લીના મવડી મંડળ સુધી લોબિંગ થયા હોવાની ચર્ચાએ જોર પકડ્યું છે. ભાજપે મેન્ડેટ ન આપતા હવે આ સંઘની ચૂંટણીમાં 15 બેઠક માટે 35 ઉમેદવારોએ ફોર્મ ભર્યા છે અને તેમાં બે પૂર્વ ચેરમેનની બેઠક બિનહરીફ થતા આ બન્ને નેતાઓ ફરી ડિરેક્ટર પદ પર નિશ્ચિત બની ગયા છે ત્યારે બાકીની બેઠકો પર પણ કદાવર નેતાઓ ફોર્મ પરત ખેંચાવડાવવા માટે કવાયત શરૂ કરી છે. ત્યારે બે પૂર્વ મંત્રીઓની વર્ચસ્વની લડાઈ પર કોની જીત થશે તેના પર સૌકોઇની મીડ મંડાયેલી છે. રાજકોટ લોધીકા સંઘની ચૂંટણી જાહેર થતા સમયથી જ કોઈ ધારાસભા ચૂંટણી હોય એ મુજબ ગરમાવો અને લોબિંગ શરૂ થયા છે. રાજકોટમાં ગત 20.08.2026ના રોજ ફોર્મ ભરવાનો છેલ્લો દિવસ હતો અને આ દિવસે ભાજપ મેન્ડેટ આપશે તેમ કહી બપોરના 1 વાગ્યા સુધી વાટ જોવડાવી પરંતુ બે નેતાઓ વચ્ચે સમાધાન ન થતા અને જૂથવાદને ડામવામાં નિષ્ફ્ળ નીવડેલી જિલ્લાની નેતાગીરી સામે પ્રદેશ ભાજપ દ્વારા કોઈ ને પણ મેન્ડેટ ન આપી તમામને ફોર્મ ભરવા સૂચના આપી હતી જે તમામ 35 ફોર્મ માન્ય રહેતા હવે આગામી 27 તારીખ સુધી ફોર્મ પરત ખેંચવા માટે સમય આપવામાં આવતા ફરી ભાજપ દ્વારા ચૂંટણી બિનહરીફ કરાવવા માટે પ્રયાસો શરૂ કરવામાં આવ્યા છે. આજથી 27 ઓગસ્ટ સુધી ઉમેદવારો ફોર્મ પાછા ખેંચી શકશે રાજકોટ લોધીકા સંઘની ચૂંટણી માટે તમામ 35 ઉમેદવારોના ફોર્મ માન્ય રહેતા હવે સમાધાન તેમજ ડેમેજ કંટ્રોલની શરૂઆત થઇ ચુકી છે અને ફોર્મ પાછા ખેંચાવડાવવા માટે કદાવર ઉમેદવારોએ કવાયત શરૂ કરી છે. સત્તાવાર રીતે આજથી શરુ કરી આગામી 27 ઓગસ્ટ સુધી બપોરે 3 વાગ્યા સુધીનો સમય ફોર્મ પરત ખેંચવા માટે આપવામાં આવ્યો છે. આ પછી તા.29 ઓગસ્ટના સવારે 11 વાગ્યે હરીફ ઉમેદવારોની આખરી યાદી પ્રસિદ્ધ કરવામાં આવશે અને જો મતદાન જરૂરી બનશે તો તા. 8 સપ્ટેમ્બરના સવારે 9થી બપોરે 2 વાગ્યા સુધી મતદાન યોજાશે અને તા. 9 સપ્ટેમ્બરના સવારે 9 વાગ્યાથી મતગણતરી હાથ ધરી પરિણામ જાહેર કરવામાં આવશે. રા.લો. સંઘ ચૂંટણીમાં કુલ 35 ફોર્મ ભરાયા'તા રાજકોટ લોધીકા સંઘની યોજાનાર ચૂંટણીમાં કુલ 35 ઉમેદવારી ફોર્મ ભરાયા આજે એક જ દિવસમાં 34 ઉમેદવારોએ પોતાના નામાંકન પત્ર ચૂંટણી અધિકારી સમક્ષ રજૂ કરી દાવેદારી નોંધાવી છે. જેમાં નીતિનભાઈ ચોવટીયા, અરવિંદભાઈ રૈયાણી, અશ્વિનભાઈ લીંબાસીયા, હરજીભાઈ અજાણી, વિજયભાઈ સખીયા, પૃથ્વીસિંહ જાડેજા, ભૂપેન્દ્રસિંહ જાડેજા, લખમણભાઈ પરસાણા, રાજદિપસિંહ જાડેજા, હરજીભાઇ પીપળીયા, બાબુભાઇ નસીત, શૈલેષભાઇ પરસાણા, ગૌરવસિંહ જાડેજા, અનિરૂધ્ધસિંહ જાડેજા, નીતીનભાઈ રૈયાણી, ભુપેન્દ્રસિંહ જાડેજા, પરસોતમભાઈ પડાયા, ચીરાગભાઈ લીંબાસીયા, રમેશભાઈ સોરાણી, વિવેકસિંહ સિંધવ, કરશનભાઈ ડાંગર, નીતિનભાઈ ઢાકેચા, મહેશભાઈ આસોદરીયા, ઘનશ્યામભાઈ મહેતા, રામભાઈ જળુ, ધીરૂભાઈ રોકડ, સંજયભાઈ અમરેલીયા, મુકેશભાઈ કમાણી, મનસુખભાઈ સરધારા, મોહનભાઈ દાફડા, નરેન્દ્રસિંહ જાડેજા, છગનભાઇ પટોરીયા, મનસુખભાઈ વેકરીયા, નરેન્દ્રકુમાર ભુવા અને રઘુવીરસિંહ જાડેજાનો સમાવેશ થાય છે.
    Click here to Read More
    Previous Article
    સિંહોના આકસ્મિક મૃત્ની અરજી પર હાઈકોર્ટમાં સુનાવણી:રેલવે ટ્રેક આસપાસ 70 જેટલા ટ્રેકર, 14 નવા અંડરપાસ પ્રસ્તાવિત, 100 જેટલા સિંહોના મૂવમેન્ટ સ્પોટ
    Next Article
    સુરેન્દ્રનગર ખેડૂતોને જમીન વળતરમાં ચારગણાથી વધુ વધારો:માર્કેટ રેટ કમિટીની બેઠકમાં મહત્વપૂર્ણ નિર્ણય લેવાયો

    Related Gujarat Updates:

    Are you sure? You want to delete this comment..! Remove Cancel

    Comments (0)

      Leave a comment