Search

    Language Settings
    Select Website Language

    GDPR Compliance

    We use cookies to ensure you get the best experience on our website. By continuing to use our site, you accept our use of cookies, Privacy Policy, and Terms of Service.

    BijnorNews
    Bijnor news

    સુરેન્દ્રનગર ખેડૂતોને જમીન વળતરમાં ચારગણાથી વધુ વધારો:માર્કેટ રેટ કમિટીની બેઠકમાં મહત્વપૂર્ણ નિર્ણય લેવાયો

    20 hours ago

    સુરેન્દ્રનગર જિલ્લામાં વીજ ટ્રાન્સમિશન લાઇન અને ટાવરથી અસરગ્રસ્ત ખેડૂતોને જમીન વળતરમાં નોંધપાત્ર વધારો મળશે. જિલ્લા કલેક્ટરના અધ્યક્ષસ્થાને યોજાયેલી માર્કેટ રેટ કમિટીની બેઠકમાં આ મહત્વપૂર્ણ નિર્ણય લેવાયો છે. આ બેઠકનો મુખ્ય ઉદ્દેશ્ય સરકારના અદ્યતન ઠરાવ મુજબ ખેડૂતોને યોગ્ય અને વાજબી વળતર પૂરું પાડવાનો હતો. આ પ્રક્રિયામાં ખેડૂતોના પ્રતિનિધિઓ, સરકારી વેલ્યુઅર્સ અને કમિટીના સભ્યોની હાજરીમાં સંપૂર્ણ પારદર્શક રીતે બજાર કિંમત નક્કી કરવામાં આવી હતી. નવી નીતિ હેઠળ, અગાઉની 2011ની જંત્રીના બદલે હવે જમીનની વાસ્તવિક બજાર કિંમત નક્કી કરીને વળતર ચૂકવાશે. આનાથી ખેડૂતોને અગાઉની સરખામણીએ અનેકગણું વધુ વળતર પ્રાપ્ત થશે. ઉદાહરણ તરીકે, 66 KV ધ્રાંગધ્રા લાઇન અને 66 KV સડલા-ગોદાવરી લાઇન માટે અગાઉના વળતરમાં ચાર ગણાથી વધુ વધારો વેલ્યુઅર્સના અભિપ્રાયો મુજબ નક્કી કરાયો છે. રાજ્ય સરકારના આ ખેડૂતલક્ષી અભિગમથી વિકાસ પ્રોજેક્ટ્સની સાથે સાથે ખેડૂતોના હિતોનું પણ સંપૂર્ણ રક્ષણ થશે. માર્કેટ રેટ કમિટી દ્વારા લેવાયેલા આ નિર્ણયથી અસરગ્રસ્ત ખેડૂતોને રાજ્ય સરકારની નીતિને સુસંગત વળતર સુનિશ્ચિત થશે અને વિકાસ કાર્યો પ્રત્યે તેમનો વિશ્વાસ વધુ દ્રઢ બનશે.
    Click here to Read More
    Previous Article
    બે પૂર્વ મંત્રીની વર્ચસ્વ લડાઈ પર કોણ બાજી મારશે.?:રા.લો. સંઘની ચૂંટણીમાં તમામ 35 ફોર્મ માન્ય, 15 પૈકી 2 બેઠક બિનહરીફ થતા અન્ય બેઠક પર ફોર્મ પરત ખેંચાવડાવવા માટે કવાયત શરૂ
    Next Article
    Big Announcement by Arjun Modhwadia | ગુજરાતમાં શ્રીહરિકોટા જેવું સેટેલાઈટ લોન્ચ સેન્ટર બનશે !

    Related Gujarat Updates:

    Are you sure? You want to delete this comment..! Remove Cancel

    Comments (0)

      Leave a comment