Search

    Language Settings
    Select Website Language

    GDPR Compliance

    We use cookies to ensure you get the best experience on our website. By continuing to use our site, you accept our use of cookies, Privacy Policy, and Terms of Service.

    BijnorNews
    Bijnor news

    યુવકે છેડતી કરતાં કિન્નરે વાળ પકડી બે લાફા ઝીંક્યાં:દશામાની મૂર્તિ વિસર્જનમાં ડીજેના તાલે નાચતી વખતે બબાલ

    15 घंटे पहले

    સુરતના ઉધના દરવાજા વિસ્તારમાં દશામાના વ્રતના સમાપન અને યોજાયેલી પ્રતિમા વિસર્જન યાત્રા દરમિયાન ભારે હોબાળો મચી ગયો હતો. વિસર્જન યાત્રામાં મોટી સંખ્યામાં ભક્તો ઉમટી પડ્યા હતા અને ડીજેના ધૂમધડાકા સાથે લોકો નાચગાનમાં મગ્ન હતા. આ ભીડ વચ્ચે એક કિન્નર પણ નાચી રહી હતી, જેની સાથે સેલ્ફી પડાવવા માટે લોકો વચ્ચે ભારે પડાપડી થઈ રહી હતી. ઉત્સાહ અને ભક્તિના આ માહોલ વચ્ચે અચાનક મામલો ગરમાયો હતો. યુવકે બે વાર હાથ ખેંચી છેડતી કરતાં મામલો બિચક્યો ડીજેના તાલે લોકો સાથે કિન્નર પણ ઉત્સાહભેર નાચી રહી હતી ત્યારે ભીડમાંથી અચાનક એક યુવકે આવીને કિન્નરનો હાથ પકડ્યો હતો. યુવકે એક પછી એક એમ બે વખત અણછાજતી રીતે હાથ પકડીને ખેંચતા કિન્નરની છેડતી કરી હતી. જાહેરમાં અચાનક બનેલી આ ઘટનાથી કિન્નર ભારે રોષે ભરાઈ ગઈ હતી અને રંગમાં ભંગ પડ્યો હતો. કિન્નરે યુવકના વાળ પકડીને બે લાફા ઝીંકી દીધા યુવકની આ હરકતથી ઉશ્કેરાયેલી કિન્નરે તરત જ પોતાનો પિત્તો ગુમાવી દીધો હતો અને છેડતીખોર યુવકને જાહેરમાં જ બરાબરનો પાઠ ભણાવ્યો હતો. કિન્નરે યુવકના વાળ પકડી લીધા હતા અને મોં પર જોરદાર બે લાફા ઝીંકી દીધા હતા. વિસર્જન યાત્રા વચ્ચે અચાનક થયેલી આ લાફાવલી અને લડાઈને કારણે નાચગાન અટકી ગયું હતું અને આસપાસના લોકો દોડી આવ્યા હતા.
    Click here to Read More
    Previous Article
    કેનેડામાં 2 ગુરુદ્વારાને તોડી પાડવાની ધમકી:એક જ નંબર પરથી 2 વાર ધમકીભર્યો ફોન આવ્યો, કેલગરી પોલીસે સુરક્ષા વધારી
    Next Article
    પાટણમાં દશામા વ્રતની પૂર્ણાહૂતિ:સિદ્ધનાથ મંદિરે 108 દિવડાની મહાઆરતી સાથે મૂર્તિ વિસર્જન

    Related Gujarat Updates:

    Are you sure? You want to delete this comment..! Remove Cancel

    Comments (0)

      Leave a comment