Search

    Language Settings
    Select Website Language

    GDPR Compliance

    We use cookies to ensure you get the best experience on our website. By continuing to use our site, you accept our use of cookies, Privacy Policy, and Terms of Service.

    BijnorNews
    Bijnor news

    પાટણમાં દશામા વ્રતની પૂર્ણાહૂતિ:સિદ્ધનાથ મંદિરે 108 દિવડાની મહાઆરતી સાથે મૂર્તિ વિસર્જન

    17 hours ago

    પવિત્ર શ્રાવણ માસની શરૂઆત સાથે પાટણ શહેરમાં દશામાના 10 દિવસીય વ્રતની ઉજવણી કરવામાં આવી હતી. મહિલાઓએ દસ દિવસ સુધી એકટાણું અથવા નકરોડા ઉપવાસ કરીને સિદ્ધનાથ મહાદેવ મંદિર પરિસરમાં આવેલા દશામાતાના મંદિરે પૂજા-અર્ચના કરી હતી. વ્રતના અંતિમ દિવસે વિશેષ પૂજન, 64 ઉપચાર મહાપૂજા, 108 દિવડાની મહાઆરતી અને મૂર્તિ વિસર્જન સાથે વ્રતની પૂર્ણાહૂતિ થઈ. પાટણ શહેરમાં મોટી સંખ્યામાં મહિલાઓએ દશામાનું 10 દિવસીય વ્રત કર્યું હતું. શ્રાવણ માસની શરૂઆતથી જ વ્રતધારી મહિલાઓ સિદ્ધનાથ મહાદેવ મંદિર પરિસરમાં આવેલા દશામાતાના મંદિરે દર્શન અને પૂજા-અર્ચના માટે પહોંચતી હતી. વ્રત દરમિયાન મહિલાઓએ એકટાણું તેમજ નકરોડા ઉપવાસ કર્યા હતા. વ્રતના અંતિમ દિવસે વહેલી સવારથી જ વ્રતધારી મહિલાઓ પૂજન-અર્ચન માટે મંદિર ખાતે આવી પહોંચી હતી અને ઘી પીરસવાની વિધિ પણ કરવામાં આવી હતી. વ્રતના અંતિમ દિવસે રાત્રિના સમયે સિદ્ધનાથ મહાદેવ મંદિર પરિસરના દશામાતા મંદિરે માતાજીનું 64 ઉપચારોનું વિશેષ પૂજન કરાયું હતું. ત્યારબાદ રાત્રે 12:00 વાગે 108 દિવડાની મહાઆરતી યોજાઈ હતી, જેમાં મોટી સંખ્યામાં વ્રતધારી મહિલાઓ અને ભક્તોએ દર્શનનો લાભ લીધો હતો. મંદિર પરિસરની બહાર ભરાયેલા મેળાનો પણ મોટી સંખ્યામાં શહેરીજનોએ લાભ લીધો હતો. વ્રતના અંતે મહિલાઓએ દશામાતાજી શક્તિપીઠ ખાતે બનાવેલા કુંડમાં માટીની સ્થાપિત મૂર્તિઓનું વિસર્જન કર્યું હતું.
    Click here to Read More
    Previous Article
    યુવકે છેડતી કરતાં કિન્નરે વાળ પકડી બે લાફા ઝીંક્યાં:દશામાની મૂર્તિ વિસર્જનમાં ડીજેના તાલે નાચતી વખતે બબાલ
    Next Article
    ભરૂચ પોલીસે મુંબઈથી બે આરોપીને ઝડપ્યા:સાયબર ફ્રોડના ગુનામાં અને 3 વર્ષથી ફરાર વોરંટના આરોપીને પોલીસે ઝડપી લીધા

    Related Gujarat Updates:

    Are you sure? You want to delete this comment..! Remove Cancel

    Comments (0)

      Leave a comment