Search

    Language Settings
    Select Website Language

    GDPR Compliance

    We use cookies to ensure you get the best experience on our website. By continuing to use our site, you accept our use of cookies, Privacy Policy, and Terms of Service.

    BijnorNews
    Bijnor news

    મ્યુનિ. કોર્પોરેશનની નાગરિકોને પાણી બચાવવાની અપીલ વચ્ચે તંત્રની બેદરકારીનો નમૂનો:નિકોલમાં 3 દિવસથી પીવાનુ પાણી રસ્તા પર વહે છે, પરંતુ તંત્રના પેટનુ પાણી હલતું નથી !

    12 hours ago

    શહેરમાં પાણીનો બગાડ અટકાવવા માટે મ્યુનિ. તંત્ર દ્વારા અવારનવાર લોકોને પાણી બચાવવાની અપીલ કરવામાં આવે છે. જોકે, નિકોલમાં તંત્રની જ કામગીરી સામે સવાલ ઊભા થાય તેવી સ્થિતિ સર્જાઈ છે. દેવસૃષ્ટિ પાસે પીવાના પાણીની લાઈનમાં છેલ્લા ત્રણ દિવસથી લીકેજ હોવા છતાં તેનું સમારકામ કરવામાં આવ્યું નથી. પરિણામે છેલ્લા ત્રણ દિવસથી પીવાનું પાણી સતત રોડ પર વહી રહ્યું છે અને રસ્તા પર તળાવ જેવી સ્થિતિ સર્જાઈ છે. દેવસૃષ્ટિ પાસે પાણીની લાઈનમાં પડેલા ભંગાણમાંથી સતત પાણી બહાર નીકળી રહ્યું છે. પાણીનો પ્રવાહ એટલો છે કે રોડનો મોટો હિસ્સો પાણીથી ભરાઈ ગયો છે. એક તરફ પીવાના પાણીના ટીપા બચાવવા માટે તંત્ર દ્વારા લોકોને સમજાવવામાં આવે છે, જ્યારે બીજી તરફ જાહેર માર્ગ પર જ હજારો લિટર પાણી વેડફાઈ રહ્યું છે. ત્રણ દિવસ સુધી લીકેજ ચાલુ રહેવા છતાં જવાબદાર વિભાગ દ્વારા કોઈ અસરકારક કાર્યવાહી ન કરવામાં આવતા તંત્રની કામગીરી સામે સવાલો ઉઠ્યા છે. રસ્તા પર પાણી ભરાઈ જવાથી સ્થાનિક રહીશો ઉપરાંત આ માર્ગ પરથી પસાર થતા રાહદારીઓ અને વાહનચાલકોને પણ મુશ્કેલી પડી રહી છે. ખાસ કરીને ટુ-વ્હીલર ચાલકોને પાણીમાંથી પસાર થવું પડી રહ્યું હોવાથી અકસ્માતનું જોખમ ઊભું થયું છે. સતત પાણી ભરાઈ રહેતાં રસ્તાને પણ નુકસાન થવાની શક્યતા છે. સ્થાનિકોનો આક્ષેપ છે કે તંત્રની ગંભીર બેદરકારી છે. તંત્ર દ્વારા માત્ર પાણી બચાવવાના સૂત્રો આપવાને બદલે રિપેરિંગ કરે તે જરૂરી છે.
    Click here to Read More
    Previous Article
    નવરાત્રી પૂર્વે મેઘપર-પડાણા પોલીસે ગરબી આયોજકો સાથે બેઠક કરી:શાંતિપૂર્ણ ઉજવણી માટે જરૂરી સૂચનાઓ આપી, કાયદો વ્યવસ્થા જાળવવા અપીલ
    Next Article
    CEC के खिलाफ इंडिया गठबंधन के मार्च को पुलिस ने रोका, धरने पर बैठे 200 से ज्यादा सांसद

    Related Gujarat Updates:

    Are you sure? You want to delete this comment..! Remove Cancel

    Comments (0)

      Leave a comment