Search

    Language Settings
    Select Website Language

    GDPR Compliance

    We use cookies to ensure you get the best experience on our website. By continuing to use our site, you accept our use of cookies, Privacy Policy, and Terms of Service.

    BijnorNews
    Bijnor news

    ગટર ઉભરાતાં ખાડામા વાહનો ફસાયા:દુષિત પાણી ભરેલા ખાડા જોખમી બનવા લાગતાં સાવચેતીના ભાગરૂપે લોકોએ મધરાત્રે સલામતીની આડશો મૂકી

    19 hours ago

    મોરબી બાયપાસ પર દલવાડી સર્કલ નજીક આવેલા સ્વામિનારાયણ મંદિર પાસે વગર વરસાદે પરિસ્થિતિ એકદમ ભયજનક બની ગઈ છે. એક તો બે વર્ષથી અહીંની ભૂર્ગભ ગટર ચોકઅપ છે એટલે પાણી નીકળતું જ ન હોવાથી ઘણા દિવસોથી આ રોડ ઉપર વગર વરસાદે ગટરના ગંદા પાણીથી તલાવડા ભરાયા હતા. આટલું ઓછું હોય એમ આ દલવાડી સર્કલનો માર્ગ મુખ્ય હાઇવે હોવા છતાં હવે ડામર તો શોધ્યો જડે એમ નથી. ઉપરાંત આ રોડ ઉપર જરાય સારી કહી શકાય એવી શકાય એવી જગ્યા બચી નથી. એટલે રોડ આખો ખાડાના અખાડામાં ફેરવાય ગયો છે. તેમાંય હમણાં ભારે વરસાદ બાદ આ રોડની પરિસ્થિતિ એક્દમ નાજુક બની જતા એક કે બે ફૂટ કરતા પણ ઉડા ખાડા પડતા આ ખાડાઓમાં એક ટ્રક સહિત ચારેક વાહનો ફસાયા હતા અને દિવસ દરમિયાન અને મોડે સુધી વાહનો ખાડામાં ફસાતા જ રહ્યા હોવાથી આ હાઇવે ઉપર કોઈ અઘટિત ઘટના ન બને તે માટે ખાડાઓ ફરતે સ્લામતીની આડશ મૂકી હતી. પરંતુ મનપા તંત્રએ નક્કર કાર્યવાહી કરવાને બદલે કામચલાઉ કામગીરી કરીને ગટરની સફાઈ અને ખાડાનું યોગ્ય પેચવર્કને નહીં કરાતા સ્થાનિકોમાં રોષ વ્યાપી ગયો છે. સ્ટ્રીટ લાઇટમાં ક્યારે રોશની જોયેલી એ યાદ નથી દલવાડી સર્કલ સ્વામિનારાયણ મંદિર પાસે ગટરની કુંડી બ્લોક હોવાથી ઉભરાતા આજુબાજુમાં ગટરના પાણી નદીની જેમ વહીને બાજુમાં વાડીમાં ઘુસી ગયા છે. દર ચોમાસે બે વર્ષથી આ ગંભીર સમસ્યા હોવાથી નગરપાલિકા કે મનપાએ કોઈ ઉકેલ લાવ્યો નથી. આ રોડની હાલત તો ખરાબ છે જ પણ ગટરના પાણીથી ખાડા વધુ ઉંડા પડી જતા મોટા વાહનો ખાબકતા હોય કાર જેવા વાહનો રાત્રે ન ફસાય એ માટે અમે બધા પહેલા રાજપર ચોકડીએ ગયા અને એક રોડ બંધ કરવાની રજૂઆત કરી તો એમણે મનપા ઉપર જવાબદારી ઢોળી હવે આઘડી રાત્રે મનપાએ ક્યાં જવું ત્યાં સુધીમાં આ ખાડામાં કોઈ અઘટિત ઘટના બને તો ? એટલે લોકોની સલામતીને પ્રથમ પ્રાધાન્ય આપી મધરાત્રે 3 વાગ્યા સુધી અમે બધાએ જાગીને જોખમી ખાડાઓ ફરતે સલામતીની આડશ મૂકી હતી. જો કે અહીંયા સ્ટ્રીટ લાઈટ છે પણ ક્યારે એમાં રોશની પ્રગટી હતી એ તો અમને યાદ નથી. એટલે સ્ટ્રીટ લાઈટ બંધ હોવાથી અંધારપટ્ટ ઉપરથી ખાડાઓ ફરતે પાકા પાયે સલામતીની આડશ મુકવાની તંત્રએ જરાય તસ્દી ન લેતા લોકોમાં રોષ ભભૂકી ઉઠ્યો છે. > રાહુલભાઈ કઝારિયા, સ્થાનિક નાગરિક એક તો અંધારું બીજી તરફ ગટરના ઉભરાયેલા પાણીએ ખાડા ઢાંકી દેતાં નાગરિકોએ વાહન ચાલકોને બચાવવા મધરાતે આડશ ગોઠવીને તંત્રનું કામ કર્યું હતું. તસવીર : રવિ બરાસરા
    Click here to Read More
    Previous Article
    ખેતરના શેઢે પત્તા પાનાનો જુગાર ચાલતો હતો‎:જાવલી ગામે 98 હજાર સાથે 10 જુગારી ઝડપાયા, 3 નાસી છૂટ્યા
    Next Article
    કેનેડામાં 2 ગુરુદ્વારાને તોડી પાડવાની ધમકી:એક જ નંબર પરથી 2 વાર ધમકીભર્યો ફોન આવ્યો, કેલગરી પોલીસે સુરક્ષા વધારી

    Related Gujarat Updates:

    Are you sure? You want to delete this comment..! Remove Cancel

    Comments (0)

      Leave a comment