Search

    Language Settings
    Select Website Language

    GDPR Compliance

    We use cookies to ensure you get the best experience on our website. By continuing to use our site, you accept our use of cookies, Privacy Policy, and Terms of Service.

    BijnorNews
    Bijnor news

    પાટીદાર સમાજના ધરણા બાદ ડો સ્મિતના પરિવાર સામે ગુનો દાખલ:મહેસાણામાં પ્રેમલગ્ન મુદ્દે ડો. ચાંદનીની માતા સાથે મારઝૂડના આક્ષેપ

    11 hours ago

    મહેસાણાની શિવ વાટિકા સોસાયટીમાં પ્રેમલગ્નને લઈને બે પરિવારો વચ્ચે સર્જાયેલો વિવાદ ઉગ્ર બન્યો છે. પાલનપુરના ડો. ચાંદની પટેલે પરિવારની મરજી વિરુદ્ધ મહેસાણાના ડો. સ્મિત પરમાર સાથે લગ્ન કર્યા હતા. આ મામલે પિયર પક્ષ અને સાસરી પક્ષ વચ્ચે થયેલી ખેંચતાણ બાદ, પાટીદાર સમાજના મોડીરાત સુધીના ધરણા બાદ પોલીસે ચાંદનીની માતાની અરજીના આધારે સાસરી પક્ષ સામે ગુનો નોંધ્યો છે. બોલાચાલી અને માતા ઈજાગ્રસ્ત થવાની ઘટના ગત 18 ઓગસ્ટે ચાંદનીના પરિવારજનો તેને સમજાવીને પરત લઈ જવા માટે મહેસાણા ખાતે સ્મિતના ઘરે પહોંચ્યા હતા. આ દરમિયાન બંને પક્ષો વચ્ચે ભારે ઘર્ષણ થતાં બોલાચાલી થઈ હતી અને પિયર પક્ષના લોકો ચાંદનીને સાથે લઈ ગયા હતા. આ ઘટનામાં ચાંદનીના સાસુએ અપહરણની ફરિયાદ નોંધાવી હતી, જ્યારે ખેંચતાણ દરમિયાન ચાંદનીના માતા નીતાબેન પટેલ નીચે પડી જતાં ઈજાગ્રસ્ત થયા હતા અને પોલીસે તેમની અટકાયત કરી હતી. પાટીદાર સમાજના ધરણા અને કાનૂની કાર્યવાહી પોલીસ ફરિયાદના વિરોધમાં પાલનપુર અને મહેસાણાથી મોટી સંખ્યામાં પાટીદાર સમાજના અગ્રણીઓ મહેસાણા એ-ડિવિઝન પોલીસ મથકે દોડી આવ્યા હતા. તેમણે નીતાબેન સાથે થયેલી મારઝૂડ અંગે સાસરી પક્ષ સામે પણ કાર્યવાહી કરવાની માગ સાથે રાત્રે 12 વાગ્યા સુધી ધરણા કર્યા હતા. આખરે પોલીસે નીતાબેનની ફરિયાદ સ્વીકારી કાર્યવાહી શરૂ કરી હતી. BNS હેઠળ ગુનો નોંધાયો નીતાબેન પટેલની ફરિયાદના આધારે મહેસાણા શહેર એ-ડિવિઝન પોલીસે સ્મિત પરમારના પરિવારજનો અને અન્ય અજાણ્યા શખ્સો સામે ગુનો નોંધી વધુ તપાસ હાથ ધરી છે. આ સંવેદનશીલ કેસની તપાસ નાયબ પોલીસ અધિક્ષક મિલાપ લાલજીભાઈ પટેલને સોંપવામાં આવી છે. આ પાણ વાંચો...પાટીદાર સમાજે પોલીસ સ્ટેશન ઘેર્યું, લોકદરબાર રદ કરવો પડ્યો
    Click here to Read More
    Previous Article
    બોગસ દસ્તાવેજ દ્વારા કરોડોની જમીન વેચી મારવાનો કારસો:₹1.24 કરોડની જમીનનો બોગસ પાવર ઓફ એટર્ની બનાવી વેચાણ દસ્તાવેજ કરનાર સામે ફરિયાદ
    Next Article
    ખેતરના શેઢે પત્તા પાનાનો જુગાર ચાલતો હતો‎:જાવલી ગામે 98 હજાર સાથે 10 જુગારી ઝડપાયા, 3 નાસી છૂટ્યા

    Related Gujarat Updates:

    Are you sure? You want to delete this comment..! Remove Cancel

    Comments (0)

      Leave a comment