Search

    Language Settings
    Select Website Language

    GDPR Compliance

    We use cookies to ensure you get the best experience on our website. By continuing to use our site, you accept our use of cookies, Privacy Policy, and Terms of Service.

    BijnorNews
    Bijnor news

    બોગસ દસ્તાવેજ દ્વારા કરોડોની જમીન વેચી મારવાનો કારસો:₹1.24 કરોડની જમીનનો બોગસ પાવર ઓફ એટર્ની બનાવી વેચાણ દસ્તાવેજ કરનાર સામે ફરિયાદ

    10 hours ago

    વડોદરાના સમા વિસ્તારમાં રહેતા સુનિલ રફાયલ પરમાર નામના શખ્સે જમીન માલિકોની જાણ બહાર નકલી પાવર ઓફ એટર્ની બનાવી કરોડો રૂપિયાની જમીન વેચી મારી છેતરપિંડી આચરી છે. મૂળ જમીન માલિકો સાથે વિશ્વાસઘાત કરી, બોગસ દસ્તાવેજોના આધારે ₹1,24,20,000નો વેચાણ દસ્તાવેજ કરી આપવા બદલ આરોપી સામે પોલીસ ફરિયાદ નોંધાઈ છે. બોગસ દસ્તાવેજ બનાવી જમીન વેચી મારી આરોપી સુનિલ પરમારે જમીન માલિકોના નામનું બોગસ પાવર ઓફ એટર્ની તૈયાર કરીને છાણી સબ-રજિસ્ટ્રાર કચેરીમાં તેની નોંધણી કરાવી હતી. ત્યારબાદ આ નકલી દસ્તાવેજને સાચો દર્શાવીને નરેન્દ્ર શોભરાજમલ મુલચંદાની, જયેશ મણીલાલ પટેલ અને અતુલ જેરામ દેસાઈ નામના ખરીદદારોને ₹1.24 કરોડથી વધુની કિંમતે જમીનનો વેચાણ દસ્તાવેજ કરી આપ્યો હતો. તપાસ દરમિયાન નકલી સોગંદનામું મોકલ્યું આ સમગ્ર પ્રકરણની તપાસ ચાલતી હતી તે દરમિયાન આરોપીએ ગેરરીતિ આચરવાનું ચાલુ રાખ્યું હતું. તેણે જમીન માલિકોના નામે બોગસ સહીઓ અને ખોટા ફોટા લગાવી નકલી સોગંદનામું તૈયાર કર્યું હતું. ત્યારબાદ આ અરજી બિનશરતી પરત ખેંચવા અંગેનો પત્ર ટપાલ મારફતે મોકલીને તપાસને ગેરમાર્ગે દોરવાનો પ્રયાસ કર્યો હતો. કડક કાયદેસરની કાર્યવાહીની માગ મૂળ જમીન માલિકો અને તેમના સાહેદ કેતનભાઈ મોતીલાલ ગુર્જરને આ સમગ્ર છેતરપિંડીની જાણ થતાં તેમણે પોલીસ મથકે પહોંચી ફરિયાદ નોંધાવી છે. તેમણે સુનિલ પરમાર સહિત આ કૌભાંડમાં સંડોવાયેલા તમામ શખ્સો વિરુદ્ધ કડક કાર્યવાહીની માગ કરી છે.
    Click here to Read More
    Previous Article
    ઝારખંડમાં ફેક્ટરીમાં બ્લાસ્ટ, 3 એન્જિનિયરના મોત:યુનિટ ઇન્ચાર્જના આરોપ-ઓવરહિટીંગને કારણે દુર્ઘટના, અનેક વખત AC લગાવવાની વિનંતીઓ કરી હતી
    Next Article
    પાટીદાર સમાજના ધરણા બાદ ડો સ્મિતના પરિવાર સામે ગુનો દાખલ:મહેસાણામાં પ્રેમલગ્ન મુદ્દે ડો. ચાંદનીની માતા સાથે મારઝૂડના આક્ષેપ

    Related Gujarat Updates:

    Are you sure? You want to delete this comment..! Remove Cancel

    Comments (0)

      Leave a comment