Search

    Language Settings
    Select Website Language

    GDPR Compliance

    We use cookies to ensure you get the best experience on our website. By continuing to use our site, you accept our use of cookies, Privacy Policy, and Terms of Service.

    BijnorNews
    Bijnor news

    આણંદમાં જિલ્લા સંકલન સમિતિની બેઠક યોજાઈ:અધિકારીઓને નાગરિકોના પડતર પ્રશ્નો ઉકેલવા તાકીદ

    17 hours ago

    આણંદ સર્કિટ હાઉસના સભાખંડ ખાતે જિલ્લા વિકાસ અધિકારી સુશ્રી દેવાહુતીના અધ્યક્ષસ્થાને જિલ્લા સંકલન અને ફરિયાદ સમિતિની બેઠક યોજાઈ હતી. આ બેઠકમાં નાગરિકોને લગતા વિવિધ વિષયોના પ્રશ્નો સામે થયેલ કામગીરીની સમીક્ષા કરવામાં આવી હતી. જિલ્લા વિકાસ અધિકારીએ પડતર પ્રશ્નોનો સત્વરે અને સકારાત્મક નિરાકરણ લાવવા સંબંધિત અધિકારીઓને તાકીદ કરી હતી. તેમણે સિંચાઈ, કાંસ, પુરવઠા, ખેતીવાડી અને શિક્ષણ વિભાગ સહિતના વિવિધ વિભાગોને સ્પર્શતી બાબતો અંગે ત્વરિત યોગ્ય કાર્યવાહી કરવા માર્ગદર્શક સૂચનો આપ્યા હતા. બેઠકમાં જિલ્લાના જનપ્રતિનિધિઓ દ્વારા રજૂ કરવામાં આવેલા લોકહિતના વિવિધ મુદ્દાઓ પર ગંભીરતાપૂર્વક ચર્ચા થઈ હતી. નાગરિકોને જરૂરી યોજનાઓના પૂરતા લાભ મળે, સરકારી કચેરીઓમાં સમય મર્યાદામાં અરજીઓનો ઝડપી નિકાલ થાય અને કાંસની સાફ-સફાઈ થાય તે અંગે અધિકારીઓને જરૂરી સૂચનાઓ આપવામાં આવી હતી. આ બેઠકમાં સાંસદ મિતેશભાઈ પટેલ, જિલ્લા પંચાયત પ્રમુખ, ધારાસભ્ય યોગેશભાઈ પટેલ, જિલ્લા પોલીસ અધિક્ષક ગૌરવ જસાણી, અધિક કલેકટર રાહુલ ગમારા, જિલ્લા ગ્રામ વિકાસ એજન્સીના નિયામક જે.વી. દેસાઈ, નાયબ મ્યુનિસિપલ કમિશ્નર એસ.કે. ગરવાલ, માર્ગ અને મકાન વિભાગના કાર્યપાલક ઇજનેર ગઢવી સહિત સંકલન સમિતિના સભ્યો અને જિલ્લાની વિવિધ કચેરીઓના અધિકારીઓ ઉપસ્થિત રહ્યા હતા.
    Click here to Read More
    Previous Article
    સરદાર પટેલ યુનિવર્સિટીમાં વિદ્યાર્થીઓનું થેલેસેમિયા સ્ક્રીનિંગ:હેલ્થ સેન્ટર દ્વારા જાગૃતિ અને વહેલી તપાસ માટે કેમ્પ
    Next Article
    આણંદના BAPS મંદિરે હિંડોળા ઉત્સવમાં મહાનુભાવો ઉપસ્થિત:જિલ્લા પ્રશાસન અને રાજકીય નેતાઓએ દર્શન કર્યા

    Related Gujarat Updates:

    Are you sure? You want to delete this comment..! Remove Cancel

    Comments (0)

      Leave a comment