Search

    Language Settings
    Select Website Language

    GDPR Compliance

    We use cookies to ensure you get the best experience on our website. By continuing to use our site, you accept our use of cookies, Privacy Policy, and Terms of Service.

    BijnorNews
    Bijnor news

    આણંદના BAPS મંદિરે હિંડોળા ઉત્સવમાં મહાનુભાવો ઉપસ્થિત:જિલ્લા પ્રશાસન અને રાજકીય નેતાઓએ દર્શન કર્યા

    18 hours ago

    આણંદના BAPS સ્વામિનારાયણ મંદિરે ગુરુવારે, 20 ઓગસ્ટના રોજ હિંડોળા ઉત્સવનું આયોજન કરવામાં આવ્યું હતું. આ ઉત્સવમાં આણંદ જિલ્લા પ્રશાસનના પદાધિકારીઓ અને રાજકીય મહાનુભાવોએ હાજરી આપી હતી. આ પ્રસંગે આણંદ જિલ્લા કલેકટર પ્રવીણ ચૌધરી, જિલ્લા પોલીસ વડા ગૌરવ જસાણી, આણંદ જિલ્લા ભાજપ પ્રમુખ સંજયભાઈ મહિડા, જિલ્લા ભાજપ મહામંત્રી જગતભાઈ, કે.ડી.સી.સી. બેન્કના વાઇસચેરમેન રાજેન્દ્રસિંહ પરમાર, એ.પી.એમ.સી. ખંભાતના ચેરમેન ગિરીશભાઈ પટેલ અને પ્રગ્નેશભાઈ ગોર સહિતના મહાનુભાવો ઉપસ્થિત રહ્યા હતા. વરિષ્ઠ સંત ભગવદ્ચરણસ્વામી અને કોઠારી યજ્ઞસેતુસ્વામીએ ઉપસ્થિત મહાનુભાવોનું સ્વાગત કર્યું હતું. મહાનુભાવોએ મંદિરમાં નિર્માણ થયેલા ભવ્ય કલાત્મક હિંડોળામાં બિરાજમાન અક્ષર પુરુષોત્તમ મહારાજ, અવતાર સ્વરૂપો અને ગુરુ પરંપરાના દર્શન કર્યા હતા. તેમણે ભવ્ય અન્નકૂટના દર્શન કરીને પણ અહોભાવ વ્યક્ત કર્યો હતો. આ મંદિરમાં પ્રમુખસ્વામી મહારાજે સ્વહસ્તે પધરાવેલ મૂર્તિ સમક્ષ દર માસની સુદ આઠમે ભવ્ય ગુરુપૂજન યોજાય છે, જેને 18 વર્ષ પૂર્ણ થયા છે. આ શુભ પ્રસંગે જિલ્લા ભાજપ પ્રમુખ સંજયભાઈ મહિડાએ જણાવ્યું હતું કે, સંસ્થા દ્વારા યોજવામાં આવતા ઉત્સવો સમાજમાં સંવાદિતા અને ભાઈચારો ફેલાવે છે. જિલ્લા કલેકટર પ્રવીણ ચૌધરીએ જણાવ્યું કે, જ્યારે પણ તંત્રને સ્થાનિક સંસ્થાઓના સહકારની જરૂર પડે છે, ત્યારે આ સંસ્થા હંમેશા આગળ રહી છે. જિલ્લા પોલીસ વડા ગૌરવ જસાણીએ ઉમેર્યું હતું કે, આ સંસ્થા દ્વારા ચારિત્રવાન સમાજનું નિર્માણ થાય છે. ભગવદ્ચરણ સ્વામીએ મહાનુભાવોને પ્રસાદીક હાર પહેરાવી આશીર્વાદ આપ્યા હતા અને સૌ પ્રત્યે શુભકામનાઓ વ્યક્ત કરી હતી.
    Click here to Read More
    Previous Article
    આણંદમાં જિલ્લા સંકલન સમિતિની બેઠક યોજાઈ:અધિકારીઓને નાગરિકોના પડતર પ્રશ્નો ઉકેલવા તાકીદ
    Next Article
    Ordered 10-Inch Pizza But Got 7-Inch One, Customer Gets Rs 10,520 Payout

    Related Gujarat Updates:

    Are you sure? You want to delete this comment..! Remove Cancel

    Comments (0)

      Leave a comment