Search

    Language Settings
    Select Website Language

    GDPR Compliance

    We use cookies to ensure you get the best experience on our website. By continuing to use our site, you accept our use of cookies, Privacy Policy, and Terms of Service.

    BijnorNews
    Bijnor news

    સરદાર પટેલ યુનિવર્સિટીમાં વિદ્યાર્થીઓનું થેલેસેમિયા સ્ક્રીનિંગ:હેલ્થ સેન્ટર દ્વારા જાગૃતિ અને વહેલી તપાસ માટે કેમ્પ

    16 घंटे पहले

    સરદાર પટેલ યુનિવર્સિટી હેલ્થ સેન્ટર દ્વારા થેલેસેમિયા સ્ક્રીનિંગ કેમ્પનું આયોજન કરવામાં આવ્યું હતું. આ કેમ્પનો મુખ્ય હેતુ વિદ્યાર્થીઓમાં થેલેસેમિયા અંગે જાગૃતિ લાવવાનો અને રોગના વાહકો (કેરિયર)ની વહેલી ઓળખ કરવાનો હતો. આ કાર્યક્રમનો પ્રારંભ યુનિવર્સિટીના કુલપતિ નિરંજનભાઈ પટેલ દ્વારા દીપ પ્રાગટ્ય કરીને કરવામાં આવ્યો હતો. આ પ્રસંગે રેડ ક્રોસ સોસાયટી આંકલાવની ટીમ, યુનિવર્સિટીના અધ્યાપકો અને મોટી સંખ્યામાં વિદ્યાર્થીઓ ઉપસ્થિત રહ્યા હતા. કેમ્પ દરમિયાન, વિદ્યાર્થીઓને થેલેસેમિયા શું છે અને તેની તપાસ શા માટે અનિવાર્ય છે તે વિશે વિસ્તૃત સમજ આપવામાં આવી હતી. થેલેસેમિયાના વારસાગત સ્વરૂપ અંગે પણ જાગૃતિ ફેલાવવામાં આવી હતી. કાર્યક્રમમાં જણાવાયું હતું કે જો માતા-પિતા બંને થેલેસેમિયાના વાહક હોય, તો દરેક ગર્ભાવસ્થામાં 25% અસરગ્રસ્ત બાળક, 50% વાહક બાળક અને 25% બિન-વાહક બાળક થવાની સંભાવના રહે છે. તેથી, લગ્ન પહેલાં અથવા ગર્ભાધાન પહેલાં કેરિયર સ્ક્રીનિંગ અને યોગ્ય જિનેટિક કાઉન્સેલિંગ દ્વારા આવનારી પેઢી માટે વધુ જવાબદાર આરોગ્ય આયોજન કરી શકાય છે. વિદ્યાર્થીઓ માટે થેલેસેમિયા સ્ક્રીનિંગ નિશુલ્ક રાખવામાં આવ્યું હતું. 17 થી 21 ઓગસ્ટ દરમિયાન યોજાયેલા આ કેમ્પમાં સરદાર પટેલ યુનિવર્સિટીના વિવિધ અનુસ્નાતક અને સ્નાતક વિભાગોના કુલ 1120 વિદ્યાર્થીઓનું થેલેસેમિયા ટેસ્ટિંગ કરવામાં આવ્યું હતું.
    Click here to Read More
    Previous Article
    વલસાડમાં દશામાંની મૂર્તિઓનું ભક્તિભાવ પૂર્વક વિસર્જન:ઔરંગા નદીમાં ભાવુક માહોલમાં વિદાય અપાઈ, મોટી સંખ્યામાં શ્રદ્ધાળુઓ ઉમટી પડ્યા
    Next Article
    આણંદમાં જિલ્લા સંકલન સમિતિની બેઠક યોજાઈ:અધિકારીઓને નાગરિકોના પડતર પ્રશ્નો ઉકેલવા તાકીદ

    Related Gujarat Updates:

    Are you sure? You want to delete this comment..! Remove Cancel

    Comments (0)

      Leave a comment