Search

    Language Settings
    Select Website Language

    GDPR Compliance

    We use cookies to ensure you get the best experience on our website. By continuing to use our site, you accept our use of cookies, Privacy Policy, and Terms of Service.

    BijnorNews
    Bijnor news

    વલસાડમાં દશામાંની મૂર્તિઓનું ભક્તિભાવ પૂર્વક વિસર્જન:ઔરંગા નદીમાં ભાવુક માહોલમાં વિદાય અપાઈ, મોટી સંખ્યામાં શ્રદ્ધાળુઓ ઉમટી પડ્યા

    15 hours ago

    વલસાડ શહેરમાં દશામાંના 10 દિવસીય પવિત્ર વ્રત અને આરાધનાના પર્વની ઉજવણી બાદ મૂર્તિઓનું વિસર્જન કરવામાં આવ્યું હતું. ઔરંગા નદીના કિનારે મોડી રાત્રે ભાવુક માહોલમાં દશામાંની મૂર્તિઓને વિદાય અપાઈ હતી. આ પ્રસંગે મોટી સંખ્યામાં શ્રદ્ધાળુઓ ઉમટી પડ્યા હતા. શ્રદ્ધાળુઓ નાસિક ઢોલ અને ડીજેના તાલે દશામાંના જયઘોષ સાથે માતાજીની મૂર્તિઓને વિસર્જન માટે ઔરંગા નદી કિનારે લાવ્યા હતા. સમગ્ર વાતાવરણ ભક્તિમય બની ગયું હતું. 10 દિવસ સુધી વિધિવત પૂજા-અર્ચના અને સેવા કર્યા બાદ ભક્તોએ ભારે હૈયે માતાજીને વિદાય આપી હતી. વિસર્જન સમયે નદી કિનારે શ્રદ્ધાળુઓની મોટી ભીડ જોવા મળી હતી. ભક્તોએ આગામી વર્ષે માતાજી વહેલા પધારે તેવી મનોકામના સાથે વિસર્જન કર્યું હતું. દશામાંના ભક્ત ચેતનાબેને જણાવ્યું હતું કે, "અમે છેલ્લા પાંચ વર્ષથી ઘરે દશામાંની સ્થાપના કરીએ છીએ. 10 દિવસ સુધી મન અને ભાવથી માતાજીની સેવા-પૂજા કરી. સંકટના સમયે માંગેલી માનતા પૂરી થતાં અમે આ વ્રત કરીએ છીએ. આજે વિસર્જન કરતી વખતે મન ભારે થઈ ગયું છે. માતાજી સૌનું કલ્યાણ કરે તેવી પ્રાર્થના છે." નદી કિનારે વલસાડ પોલીસનો બંદોબસ્ત ફાળવવામાં આવ્યો હતો. ઔરંગા નદીના ઑવારે સુરક્ષા વ્યવસ્થા જાળવવા માટે વલસાડ નગર પાલિકા અને વહીવટી તંત્ર દ્વારા વ્યવસ્થાઓ પૂર્ણ કરાઈ હતી. વલસાડ નગર પાલિકાની ફાયર બ્રિગેડની ટીમ પણ તૈનાત રહી હતી. શ્રદ્ધાળુઓએ વલસાડ જિલ્લો, સમગ્ર ગુજરાત અને દેશના લોકો ઉપર કોઈ આફત ન આવે તેમજ સૌ તંદુરસ્ત અને વૈભવશાળી બને તેવી પ્રાર્થના કરી હતી. મોડી રાત્રે ‘જય દશામાં’ના નારાથી ઔરંગા નદીનો કિનારો ગુંજી ઉઠ્યો હતો.
    Click here to Read More
    Previous Article
    પ્રભારી સચિવ જેનુ દેવનના અધ્યક્ષસ્થાને ફરિયાદ સમિતિની બેઠક:સમયમર્યાદામાં પ્રશ્નોના નિકાલ અને સંકલન જાળવવા સૂચના અપાઈ
    Next Article
    સરદાર પટેલ યુનિવર્સિટીમાં વિદ્યાર્થીઓનું થેલેસેમિયા સ્ક્રીનિંગ:હેલ્થ સેન્ટર દ્વારા જાગૃતિ અને વહેલી તપાસ માટે કેમ્પ

    Related Gujarat Updates:

    Are you sure? You want to delete this comment..! Remove Cancel

    Comments (0)

      Leave a comment