Search

    Language Settings
    Select Website Language

    GDPR Compliance

    We use cookies to ensure you get the best experience on our website. By continuing to use our site, you accept our use of cookies, Privacy Policy, and Terms of Service.

    BijnorNews
    Bijnor news

    પ્રભારી સચિવ જેનુ દેવનના અધ્યક્ષસ્થાને ફરિયાદ સમિતિની બેઠક:સમયમર્યાદામાં પ્રશ્નોના નિકાલ અને સંકલન જાળવવા સૂચના અપાઈ

    14 hours ago

    પ્રભારી સચિવ જેનુ દેવનના અધ્યક્ષસ્થાને જિલ્લા સેવા સદન ખાતે સંકલન સહ ફરિયાદ સમિતિની બેઠક યોજાઈ હતી. આ બેઠકમાં જનપ્રતિનિધિઓ દ્વારા રજૂ થયેલા પ્રશ્નો અને વિવિધ નાગરિકલક્ષી કામોની સમીક્ષા કરવામાં આવી હતી. રાજ્યસભાના સાંસદ માનસિંહભાઈ પરમારની ઉપસ્થિતિમાં, જનપ્રતિનિધિઓએ ગીરગઢડાના ખીલાવડ ગામે રસ્તા પર બાયપાસ, કોદિયા ગામે પ્રાથમિક શાળાના કમ્પાઉન્ડમાં જર્જરિત આવાસો દૂર કરવા, સૂત્રાપાડા-તાલાલા નગરપાલિકામાં જન્મ-મરણ નોંધણી, ગ્રામ પંચાયતની આવક-વપરાશ, નાણાપંચની ગાઈડલાઈન મુજબ આયોજન, બાદલપરા ગામે સાયકલોન સેન્ટર બનાવવા અને વેરાવળ તાલુકામાં જર્જરિત બિલ્ડિંગના પુન:નિર્માણની મંજૂરી સહિતના પ્રશ્નો રજૂ કર્યા હતા. પ્રભારી સચિવ જેનુ દેવને તમામ પ્રશ્નોની વિસ્તૃત ચર્ચા કરી હતી. તેમણે સંલગ્ન વિભાગના અધિકારીઓને સમયમર્યાદામાં વિગતો પૂરી પાડવા અને સંબંધિત વિભાગો સાથે સંકલન જાળવી કાર્ય કરવાની સૂચના આપી, મુશ્કેલીઓના ત્વરિત ઉકેલ પર ભાર મૂક્યો હતો. સચિવએ અધિકારીઓની નિવૃત્તિના છ મહિના પહેલા પેન્શન કેસ તૈયાર કરવા, NPS માંથી OPS માં ફેરવવા અંગે અને ફિક્સ-પે માંથી ફૂલ પે માં આવતા કર્મચારીઓની બાકી પ્રક્રિયા પ્રો-એક્ટિવ અભિગમ અપનાવી પૂરી કરવાની સૂચના પણ આપી હતી. કલેક્ટર જીતેન્દ્રસિંહ વાઘેલાએ વારસાઈને લગતા પ્રશ્નોનો ત્વરિત ઉકેલ લાવવા સંબંધિત વિભાગના અધિકારીઓને સૂચન કર્યું. નિવાસી અધિક કલેક્ટર રાજેશ આલેએ જિલ્લાની વિવિધ કચેરીઓના પત્રકોના રિવ્યૂ, અરજીઓના સમયસર નિકાલ, સિટિઝનશીપ ચાર્ટર, નિવૃત્ત કર્મચારીઓના પેન્શન કેસ, સરકારી લેણાની વસૂલાત અને જનપ્રતિનિધિઓના પ્રશ્નોના નિકાલ સહિતની વિગતોથી પ્રભારી સચિવને અવગત કર્યા હતા. આ બેઠકમાં જિલ્લા પંચાયત પ્રમુખ દ્વારકાદાસ દોમડિયા, ધારાસભ્ય ભગવાનભાઈ બારડ, જિલ્લા વિકાસ અધિકારી સ્નેહલ ભાપકર, જિલ્લા પોલીસ વડા જયદિપસિંહ જાડેજા સહિત શિક્ષણ, આરોગ્ય, ખેતીવાડી, વનવિભાગ, એસ.ટી., માર્ગ અને મકાન વિભાગ, પી.જી.વી.સી.એલ. સહિતના વિવિધ વિભાગોના અધિકારીઓ અને કર્મચારીઓ ઉપસ્થિત રહ્યા હતા.
    Click here to Read More
    Previous Article
    તાપીમાં દશામાની 200થી વધુ પ્રતિમાઓનું વિસર્જન:વિવિધ વિસ્તારમાં ભક્તો મોટી સંખ્યામાં ઉમટ્યાં, પોલીસનો ચુસ્ત બંદોબસ્ત
    Next Article
    વલસાડમાં દશામાંની મૂર્તિઓનું ભક્તિભાવ પૂર્વક વિસર્જન:ઔરંગા નદીમાં ભાવુક માહોલમાં વિદાય અપાઈ, મોટી સંખ્યામાં શ્રદ્ધાળુઓ ઉમટી પડ્યા

    Related Gujarat Updates:

    Are you sure? You want to delete this comment..! Remove Cancel

    Comments (0)

      Leave a comment