Search

    Language Settings
    Select Website Language

    GDPR Compliance

    We use cookies to ensure you get the best experience on our website. By continuing to use our site, you accept our use of cookies, Privacy Policy, and Terms of Service.

    BijnorNews
    Bijnor news

    સમારકામ નહીં થતાં ચાલકોમાં રોષ‎:બોડેલીના મેરીયા પુલ પાસે હાઇવે પર જીવલેણ ખાડો, વાહનચાલકોના માથે સતત તોળાતો ભય

    11 hours ago

    છોટાઉદેપુર જિલ્લાના બોડેલી-મેરીયા પુલ પાસે 56 નંબર હાઇવે પર માર્ગની વચ્ચે પડેલા ખાડાના કારણે વાહનચાલકો માટે અકસ્માતનો ભય ઊભો થયો છે. રાત્રિના સમયે ખાડો સ્પષ્ટ દેખાતો ન હોવાથી ખાસ કરીને બાઇકચાલકો માટે જોખમ વધી ગયું છે. ખાડાની ગંભીરતા જોતા એક જાગૃત નાગરિકે વાહનચાલકોને દૂરથી ખાડો દેખાય અને સાવચેતી રાખી શકે તે હેતુથી ખાડાની વચ્ચે ઝાડની ડાળી મૂકીને ચેતવણી આપવાનો પ્રયાસ કર્યો હતો. જોકે, હાઇવે જેવા મુખ્ય માર્ગ પર ખાડો પડવાને પગલે તંત્ર દ્વારા તાત્કાલિક સમારકામ કરવું જરૂરી હોવા છતાં હજુ સુધી યોગ્ય કાર્યવાહી ન થતાં વાહનચાલકોમાં રોષ જોવા મળી રહ્યો છે. જાગૃત નાગરિકના જણાવ્યા મુજબ રાત્રિના અંધારામાં પૂરતી રોશનીના અભાવે ખાડો નજરે ન પડે તો વાહનચાલકનું વાહન અચાનક ખાડામાં પટકાઈ ગંભીર અકસ્માત સર્જાઈ શકે છે. જવાબદાર તંત્ર દ્વારા તાત્કાલિક ખાડાનું સમારકામ કરી માર્ગને સલામત બનાવાય તેવી માંગ ઉઠી છે. હાલ તો જાગૃત નાગરિકે ડાળી મૂકતાં લોકો ચેતી જાય છે. હાઇવે પર જોખમી સ્થિતિ ઊભી થઈ હોવા છતાં તંત્રની કામગીરી સામે સવાલો ઉઠી રહ્યા છે.
    Click here to Read More
    Previous Article
    ફરિયાદ નોંધાઈ:હિંમતનગરના હુંજમાં શેઢા બાબતે ઝઘડો મહિલા સરપંચ સહિત 6 વિરુદ્ધ ફરિયાદ
    Next Article
    મનરેગાના કરોડોના બિલ અટવાતાં પંચમહાલ લોકસભા સાંસદને લેખિત રજૂઆત કરાઇ:ગોધરા તાલુકાના 103 સરપંચો, 33 તાલુકા સભ્યોની મનરેગા પોર્ટલ ખોલવા માગણી

    Related Gujarat Updates:

    Are you sure? You want to delete this comment..! Remove Cancel

    Comments (0)

      Leave a comment