Search

    Language Settings
    Select Website Language

    GDPR Compliance

    We use cookies to ensure you get the best experience on our website. By continuing to use our site, you accept our use of cookies, Privacy Policy, and Terms of Service.

    BijnorNews
    Bijnor news

    મનરેગાના કરોડોના બિલ અટવાતાં પંચમહાલ લોકસભા સાંસદને લેખિત રજૂઆત કરાઇ:ગોધરા તાલુકાના 103 સરપંચો, 33 તાલુકા સભ્યોની મનરેગા પોર્ટલ ખોલવા માગણી

    10 hours ago

    ગોધરા તાલુકામાં મનરેગા યોજના હેઠળ હાથ ધરાયેલા વિવિધ વિકાસકાર્યોના કરોડો રૂપિયાના બિલ અને મટિરિયલ ગ્રાન્ટની ફાળવણી અટવાઈ જતાં ગ્રામ પંચાયતોની આર્થિક સ્થિતિ કફોડી બની છે. સમગ્ર મામલે ગોધરા તાલુકાના 103 ગ્રામ પંચાયતોના સરપંચો અને 33 તાલુકા પંચાયત સભ્યોએ એકત્ર થઈ લોકસભા સાંસદ રાજપાલસિંહ જાદવ સમક્ષ રજૂઆત કરી હતી. જેમાં સરપંચોના જણાવ્યા મુજબ, માર્ચ 2024થી મનરેગા હેઠળના બિલની એન્ટ્રી માટેનું પોર્ટલ બંધ કરી દેવાયું છે. જેના કારણે ગોધરા તાલુકાની ગ્રામ પંચાયતો દ્વારા હાથ ધરાયેલા કરોડો રૂપિયાના કામોની બિલ એન્ટ્રી થઈ શકી નથી. અગાઉ આશરે દોઢ વર્ષ પહેલાં કેટલીક બિલ એન્ટ્રી કરાઇ હતી, પરંતુ ત્યારબાદ પોર્ટલ બંધ થતાં નવા કામોના બિલની એન્ટ્રી અટકી ગઈ છે. વધુમાં જણાવ્યુ છે કે જો સપ્ટેમ્બર માસ પહેલાં મનરેગા પોર્ટલ ફરીથી ખોલવામાં નહીં આવે તો બાકી રહેલા કરોડો રૂપિયાના કામોના બિલની એન્ટ્રી કરવી મુશ્કેલ બની શકે છે. આ સ્થિતિમાં ગ્રામ પંચાયતો પર આર્થિક ભાર વધવાની સાથે વિકાસકાર્યોને પણ અસર થવાની ભીતિ વ્યક્ત કરાઇ છે. તથા તમામ ગ્રામ પંચાયતોના બાકી બિલની એન્ટ્રી કરવાની મંજૂરી આપવા તેમજ અગાઉ થયેલી એન્ટ્રીઓ સામે ગોધરા તાલુકાની તમામ ગ્રામ પંચાયતોને સંપૂર્ણ મટિરિયલ ગ્રાન્ટ ફાળવવામાં આવે તેવી ઉગ્ર રજૂઆત કરાઇ છે. સમગ્ર પ્રશ્નને ગાંધીનગર તેમજ દિલ્હી સ્થિત સંબંધિત મંત્રાલયો સુધી પહોંચાડી તેનો કાયમી ઉકેલ લાવવા સાંસદ રાજપાલસિંહ જાદવને અપીલ કરાઇ હતી. મનરેગા યોજના હેઠળ થયેલા કામોના નાણાં સમયસર ન મળતા પંચાયતોની કામગીરી પર પડી રહેલી અસર અંગે પણ રજૂઆત કરાઇ હતી. રજૂઆત સાભળ્યા બાદ સાંસદે જણાવ્યું હતું કે અન્ય જિલ્લાઓ અને તાલુકાઓમાંથી પણ મનરેગા પોર્ટલ અને બાકી બિલને લઈને આવી રજૂઆતો મળી રહી છે. અને આ મુદ્દે ઉચ્ચ કક્ષાએ યોગ્ય રજૂઆત કરી પ્રશ્નનું ઝડપી અને સકારાત્મક નિરાકરણ લાવવા માટે શક્ય તમામ પ્રયાસો કરવાની ખાતરી આપી હતી.
    Click here to Read More
    Previous Article
    સમારકામ નહીં થતાં ચાલકોમાં રોષ‎:બોડેલીના મેરીયા પુલ પાસે હાઇવે પર જીવલેણ ખાડો, વાહનચાલકોના માથે સતત તોળાતો ભય
    Next Article
    દેવભૂમિ જિલ્લાને દુષ્કાળગ્રસ્ત જાહેર કરવાની માંગ વચ્ચે પ્રતિક્રિયા‎:સરકાર કોઇપણ પરિસ્થિતિને પહોચી વળવા તૈયાર: કૃષિ મંત્રી જીતુ વાઘાણી

    Related Gujarat Updates:

    Are you sure? You want to delete this comment..! Remove Cancel

    Comments (0)

      Leave a comment