Search

    Language Settings
    Select Website Language

    GDPR Compliance

    We use cookies to ensure you get the best experience on our website. By continuing to use our site, you accept our use of cookies, Privacy Policy, and Terms of Service.

    BijnorNews
    Bijnor news

    દેવભૂમિ જિલ્લાને દુષ્કાળગ્રસ્ત જાહેર કરવાની માંગ વચ્ચે પ્રતિક્રિયા‎:સરકાર કોઇપણ પરિસ્થિતિને પહોચી વળવા તૈયાર: કૃષિ મંત્રી જીતુ વાઘાણી

    9 hours ago

    દેવભૂમિ જિલ્લાને દુષ્કાળગ્રસ્ત જાહેર કરવાની ખેડૂતો અને માલધારીઓની માંગ વચ્ચે કૃષિ મંત્રી જીતુ વાઘાણીએ વરસાદની સ્થિતિ અંગે પ્રતિક્રિયા આપી હતી. મંત્રીએ જણાવ્યું હતું કે, અલનીનોની સ્થિતિને કારણે જિલ્લામાં વરસાદ નહીંવત થયો છે. વરસાદની સ્થિતિને કારણે લોકોને મુશ્કેલી ન પડે તે માટે ભગવાન દ્વારકાધીશને પ્રાર્થના કરી હોવાનું જણાવતાં મંત્રીએ કહ્યું કે, કોઈ મુશ્કેલી આવે ત્યારે ભગવાન દ્વારકાધીશ તેમાંથી બહાર કાઢતા હોય છે. સરકાર પણ કોઈપણ પરિસ્થિતિને પહોંચી વળવા પાછી પાની નહીં કરે તેમ તેમણે જણાવ્યું હતું. જયારે દ્વારકા કોરિડોર અંગે પણ મંત્રી જીતુ વાઘાણીએ મહત્વના સંકેત આપ્યા હતા. અંબાજી, સોમનાથ, કાશી વિશ્વનાથ અને ઉજ્જૈન બાદ હવે દ્વારકા કોરિડોર તરફ આગળ વધવાની વાત તેમણે કરી હતી. સોમનાથમાં અગાઉ એક કરોડ જેટલા દર્શનાર્થીઓ આવતા હોવાનું પણ મંત્રીએ જણાવ્યું હતું. ભાવનગર દારૂકાંડ અંગે પણ પ્રતિક્રિયા ભાવનગર દારૂકાંડ અંગે મંત્રીએ જણાવ્યું હતું કે ,ગુજરાત સરકાર દ્વારા સમગ્ર મામલે તપાસના આદેશ આપવામાં આવ્યા છે. તપાસ પૂર્ણ થયા બાદ ભાવનગરના અધિકારીઓ સાથે બેઠક યોજી જરૂરી કાર્યવાહી હાથ ધરવામાં આવશે. ભવિષ્યમાં આવી ઘટના ન બને તે માટે પણ યોગ્ય પગલાં લેવામાં આવશે તેમ તેમણે જણાવ્યું હતું.
    Click here to Read More
    Previous Article
    મનરેગાના કરોડોના બિલ અટવાતાં પંચમહાલ લોકસભા સાંસદને લેખિત રજૂઆત કરાઇ:ગોધરા તાલુકાના 103 સરપંચો, 33 તાલુકા સભ્યોની મનરેગા પોર્ટલ ખોલવા માગણી
    Next Article
    'Bilkul Nahi Chalega': Pratap Sarnaik Rejects 'Mumbai Is Cosmopolitan' Argument

    Related Gujarat Updates:

    Are you sure? You want to delete this comment..! Remove Cancel

    Comments (0)

      Leave a comment