Search

    Language Settings
    Select Website Language

    GDPR Compliance

    We use cookies to ensure you get the best experience on our website. By continuing to use our site, you accept our use of cookies, Privacy Policy, and Terms of Service.

    BijnorNews
    Bijnor news

    પિતાના અવસાન બાદ કાકીએ જમીન આપવાનો ઇનકાર કર્યો‎:પુંસરીમાં ભત્રીજાની જમીન હડપ કરનાર કાકી વિરુદ્ધ લેન્ડ ગ્રેબિંગ

    14 hours ago

    તલોદ તાલુકાના પુંસરી ગામમાં ખેતીની જમીન પચાવી પાડવાના એક ગંભીર મામલામાં ભત્રીજાએ કાકી વિરુદ્ધ તલોદ પોલીસ સ્ટેશનમાં લેન્ડ ગ્રેબિંગ એક્ટ હેઠળ ફરિયાદ નોંધાવી છે. કિરણભાઈ જ્યંતીભાઈ પટેલના પિતાના અવસાન બાદ તેમની માતાએ બીજા લગ્ન કર્યા હતા અને તેમને પણ સાથે લઈ ગયા હતા. તેમના કાકા રાજેશભાઈ નાનાભાઈ પટેલ દ્વારા જમીનમાં ખેતી કરવામાં આવતી હતી. આ જમીન પૈતૃક મિલકત હતી. જોકે પાંચ વર્ષ અગાઉ કાકાનું અવસાન થતાં જ્યારે કિરણભાઈએ તેમના પિતાના હિસ્સાની જમીનની માંગણી કરી ત્યારે તેમના કાકી અનસુયાબેન રાજેશભાઈ પટેલે જમીન આપવાનો ઇનકાર કર્યો હતો. ​કિરણભાઈના જણાવ્યાનુસાર અનસુયાબેને કેટલીક જમીન વેચી દીધી હોવાનું જણાવ્યું હતું અને બાકીની જમીન પર ગેરકાયદેસર રીતે કબજો જમાવી બેઠા છે. વારંવાર માંગણી કરવા છતાં કિરણભાઈના હિસ્સાની જમીન આપતા નથી અને જમીનમાં પ્રવેશવા પણ દેતા નથી. આ બાબતે અગાઉ સમાધાનના પ્રયાસો પણ નિષ્ફળ રહ્યા હતા. ​આખરે કલેક્ટર કચેરીના આદેશથી તલોદ પોલીસ મથકે લેન્ડ ગ્રેબિંગ એક્ટની કલમ 3, 4(3) અને 5(c) હેઠળ ગુનો નોંધી વધુ તપાસ હાથ ધરવામાં આવી છે. આ તપાસ હિંમતનગરના નાયબ પોલીસ અધિક્ષક દ્વારા કરવામાં આવી રહી છે.
    Click here to Read More
    Previous Article
    રજૂઆત:હિંમતનગર પાલિકામાં બોગસ બેંક ગેરંટી રજૂ કરનાર ઉમા એજન્સી સામે ફરિયાદ નોંધાવો
    Next Article
    ફરિયાદ નોંધાઈ:હિંમતનગરના હુંજમાં શેઢા બાબતે ઝઘડો મહિલા સરપંચ સહિત 6 વિરુદ્ધ ફરિયાદ

    Related Gujarat Updates:

    Are you sure? You want to delete this comment..! Remove Cancel

    Comments (0)

      Leave a comment