Search

    Language Settings
    Select Website Language

    GDPR Compliance

    We use cookies to ensure you get the best experience on our website. By continuing to use our site, you accept our use of cookies, Privacy Policy, and Terms of Service.

    BijnorNews
    Bijnor news

    રજૂઆત:હિંમતનગર પાલિકામાં બોગસ બેંક ગેરંટી રજૂ કરનાર ઉમા એજન્સી સામે ફરિયાદ નોંધાવો

    15 hours ago

    હિંમતનગર પાલિકામાં ગત વર્ષના ટેન્ડરમાં બોગસ બેંક ગેરંટી રજૂ કરનાર ઉમા એજન્સી વિરુદ્ધ ફરિયાદ દાખલ કરાવવા અને વોર્ડ નંબર-7માં અવારનવાર ઉભરાતી ગટરની સમસ્યાનો કાયમી ઉકેલ લાવવા યોગ્ય ક્ષમતાવાળી પાઇપલાઇનનું નેટવર્ક નવેસરથી ઉભુ કરવા કોંગ્રેસ દ્વારા અલગ અલગ બે આવેદનપત્રો આપી માંગ કરાઇ હતી. મોટી સંખ્યામાં એકત્ર થયેલ કોંગી કાર્યકરોએ પાલિકામાં રામધૂન પણ બોલાવી હતી. હિંમતનગર પાલિકાની ટેન્ડર પ્રક્રિયામાં ઉમા એજન્સી દ્વારા રજૂ કરવામાં આવેલી બોગસ બેંક ગેરંટી મામલે હિંમતનગર શહેર કોંગ્રેસ સમિતિના પ્રમુખ મનોજ જી. બારોટ દ્વારા નગરપાલિકાના ચીફ ઓફિસર અને પ્રમુખને એક લેખિત રજૂઆત પાઠવીને સમગ્ર પ્રકરણની નિષ્પક્ષ તપાસ કરી જવાબદારો સામે કાયદેસરની કાર્યવાહી કરવાની માંગ કરવામાં આવી છે. એજન્સી તેમજ ચકાસણી કર્યા વિના મંજૂરી આપનાર જવાબદાર અધિકારીઓ અને પદાધિકારીઓની ભૂમિકાની યોગ્ય તપાસ કરી તેમની સામે તાત્કાલિક FIR નોંધી વિભાગીય કાર્યવાહી કરવાની માંગ કરાઈ હતી. તદુપરાંત વોર્ડ-7માં ગટર લાઇન વારંવાર ઊભરાવવાની ગંભીર સમસ્યાને લઈને ચીફ ઓફિસર અને નગરપાલિકાના પ્રમુખ ઉદ્દેશીને રજૂઆત કરાઈ હતી કે વોર્ડમાં ગટરનું ગંદું પાણી રસ્તાઓ પર ફરી વળવાથી દુર્ગંધ, ગંદકી અને રોગચાળાની ભીતિ ઊભી થઈ હોવા છતાં કાયમી ઉકેલ આવ્યો નથી. આ વિસ્તાર ખુદ નગરપાલિકાના પ્રમુખ અને બાંધકામ સમિતિના ચેરમેનનો છે છતાં સમસ્યા યથાવત છે. માત્ર તત્કાલિક સફાઈ કરવાથી કામ ચાલશે નહીં, પરંતુ ગટર લાઇનના ઢાળ અને ટેકનિકલ સ્થિતિની તપાસ કરી જરૂરી હોય ત્યાં જૂની લાઇન બદલીને નવી અને યોગ્ય ક્ષમતાવાળી ગટર લાઇન નાખી સમસ્યાનો કાયમી ઉકેલ લાવવા માંગ કરાઇ હતી.
    Click here to Read More
    Previous Article
    લંડનના રીચમંડમાં કુમકુમ મંદિર દ્વારા વિશેષ સત્સંગ સભાનું આયોજન કરાયું‎:સંતો જે જળાશયમાં સ્નાન કરે કે જે ભૂમિ પર વિચરણ કરી સત્સંગ કરે છે તે સ્થાન તીર્થ સમાન પવિત્ર બની જાય છે
    Next Article
    પિતાના અવસાન બાદ કાકીએ જમીન આપવાનો ઇનકાર કર્યો‎:પુંસરીમાં ભત્રીજાની જમીન હડપ કરનાર કાકી વિરુદ્ધ લેન્ડ ગ્રેબિંગ

    Related Gujarat Updates:

    Are you sure? You want to delete this comment..! Remove Cancel

    Comments (0)

      Leave a comment