Search

    Language Settings
    Select Website Language

    GDPR Compliance

    We use cookies to ensure you get the best experience on our website. By continuing to use our site, you accept our use of cookies, Privacy Policy, and Terms of Service.

    BijnorNews
    Bijnor news

    લંડનના રીચમંડમાં કુમકુમ મંદિર દ્વારા વિશેષ સત્સંગ સભાનું આયોજન કરાયું‎:સંતો જે જળાશયમાં સ્નાન કરે કે જે ભૂમિ પર વિચરણ કરી સત્સંગ કરે છે તે સ્થાન તીર્થ સમાન પવિત્ર બની જાય છે

    16 hours ago

    સ્વામિનારાયણ મંદિર કુમકુમ યુ.કે. દ્વારા લંડન સ્થિત ઐતિહાસિક અને કુદરતી સૌંદર્યથી ભરપૂર રીચમંડ ખાતે એક વિશેષ સત્સંગ સભાનું આયોજન કરાયું હતું. આ પ્રસંગે યુ.કે.માં વસતા હરિભક્તો મોટી સંખ્યામાં ઉપસ્થિત રહ્યા હતા અને ધૂન, ભજન તથા કિર્તનની રમઝટ સાથે સમગ્ર વાતાવરણ ભક્તિમય બની ગયું હતું. સભામાં અમદાવાદથી વિશેષ પધારેલા શાસ્ત્રી હરિકૃષ્ણદાસજી સ્વામી અને મોટીવેશનલ સ્પીકર સાધુ પ્રેમવત્સલદાસજી સ્વામીએ આ પાવનકારી ભૂમિનો ઐતિહાસિક અને આધ્યાત્મિક મહિમા ભાવિકો સમક્ષ વર્ણવ્યો હતો. આ પ્રસંગે કુમકુમ મંદિરના વક્તા સાધુ પ્રેમવત્સલદાસજી સ્વામીએ જણાવ્યું હતું કે આ રીચમંડની ભૂમિ અત્યંત પવિત્ર છે. સ્વામિનારાયણ સંપ્રદાયના ક્રાંતિકારી સંત મુક્તજીવન સ્વામીબાપા તથા કુમકુમ મંદિરના સંસ્થાપક સદ્ગુરુ શાસ્ત્રી આનંદપ્રિયદાસજી સ્વામીના અસ્થિનું વિસર્જન અહીં વહેતી નદીમાં કરવામાં આવેલું છે. આ બંને દિવ્ય મહાપુરુષોની કાયમી સ્મૃતિ જળવાઈ રહે તે હેતુથી સ્વામિનારાયણ મંદિર કુમકુમ-યુકે દ્વારા અહીં વૃક્ષારોપણ કરાયું છે તેમજ એક સ્મારક બેન્ચ પણ સ્થાપિત કરવામાં આવી છે. જેથી અહીં આવતા સ્થાનિક અને વૈશ્વિક પ્રવાસીઓ પણ આ સંતોના તપોબળ અને શાંતિનો અનુભવ કરી શકે. ભગવાન સ્વામિનારાયણે જેતલપુર પ્રકરણના ચોથા વચનામૃતમાં કહ્યું છે કે, સંતો જે જળાશયમાં સ્નાન કરે કે જે ભૂમિ પર વિચરણ કરી સત્સંગ કરે છે, તે સ્થાન તીર્થ સમાન પવિત્ર બની જાય છે. આ ભૂમિ પર સદ્ગુરુ આનંદપ્રિયદાસજી સ્વામીએ ત્રણથી વધુ વખત પધારીને ભક્તોના જીવનમાં શાંતિ અને સંસ્કારોનું સિંચન કર્યું હતું. આજના તણાવભર્યા અને ભાગદોડવાળા યુગમાં આ પાવન સ્મૃતિસ્થળેથી આપણે સંતોના સદાચાર, પરોપકાર, પ્રકૃતિપ્રેમ અને નિષ્કામ ભક્તિના સંદેશને જીવનમાં ઉતારીને સાચા અર્થમાં સુખી થવાનો સંકલ્પ કરવો જોઈએ.
    Click here to Read More
    Previous Article
    જૂન-જુલાઈમાં 1.69 લાખ ઘરોમાં તપાસ:મેલેરિયા અને ડેન્ગ્યુના કેસોમાં અડધાથી વધુ ઘટાડો, ચિકનગુનિયાનો એક પણ કેસ નહીં
    Next Article
    રજૂઆત:હિંમતનગર પાલિકામાં બોગસ બેંક ગેરંટી રજૂ કરનાર ઉમા એજન્સી સામે ફરિયાદ નોંધાવો

    Related Gujarat Updates:

    Are you sure? You want to delete this comment..! Remove Cancel

    Comments (0)

      Leave a comment