Search

    Language Settings
    Select Website Language

    GDPR Compliance

    We use cookies to ensure you get the best experience on our website. By continuing to use our site, you accept our use of cookies, Privacy Policy, and Terms of Service.

    BijnorNews
    Bijnor news

    જિલ્લા સંકલન સહ ફરિયાદ સમિતિની બેઠક યોજાઈ:સોલાર રૂફટોપ, કેચ ધ રેઇન, નેસ વિસ્તારમાં વીજ જોડાણ, રસ્તા અને પાણીની પાઇપલાઇનના પ્રશ્નોનું રજૂ થયા

    20 hours ago

    પોરબંદરના જિલ્લા કલેકટરની અધ્યક્ષતામાં સંકલન સહ ફરિયાદ સમિતિની બેઠલ યોજાઈ હતી.જેમાં સોલાર રૂફટોપ, કેચ ધ રેઇન, નેસ વિસ્તારમાં વીજ જોડાણ, રસ્તા અને પાણીની પાઇપલાઇનના પ્રશ્નોનું રજૂ થયા હતા. આ બેઠકમાં પદાધિકારીઓ અને અધિકારીઓ ઉપસ્થિત રહ્યા હતા. પોરબંદર સર્કિટ હાઉસ ખાતે જિલ્લા કલેક્ટર એસ.ડી. ધાનાણીના અધ્યક્ષસ્થાને જિલ્લા સંકલન સહ ફરિયાદ સમિતિની મહત્વપૂર્ણ બેઠક યોજાઈ હતી. જેમાં જિલ્લાના વિકાસલક્ષી પ્રોજેક્ટો, જાહેર સુવિધાઓ તથા ચૂંટાયેલા જનપ્રતિનિધિઓ દ્વારા રજૂ કરાયેલા પ્રશ્નોના સમયસર નિકાલ માટે વિવિધ વિભાગોના વડાઓ સાથે વિસ્તૃત ચર્ચા-વિચારણા કરી જરૂરી માર્ગદર્શન આપવામાં આવ્યું હતું. આ બેઠકમાં 10 કે તેથી વધુ કર્મચારી ધરાવતી કચેરીઓમાં મહિલા જાતીય સતામણી નિવારણ સમિતિની રચના સુનિશ્ચિત કરવા જણાવાયું હતું. તેમજ ​પેન્શન અને સેવાકીય બાબતો,ઓડિટ અને વસૂલાત અને આરટીઆઈ અરજીઓનો સમયમર્યાદામાં નિકાલ અને સરકારી રેકોર્ડ ચકાસણી પર ભાર મુકાયો હતો. આ બેઠકમાં પોરબંદર મનપા મેયર સાગરભાઈ મોદી, જિલ્લા પંચાયત પ્રમુખ શીતલબેન ઓડેદરા, ડીડીઓ બી.બી. ચૌધરી, એસપી બી.યુ. જાડેજા, ડીસીએફ ચિરાગ ચાંદગુડે, તાલુકા પંચાયત પ્રમુખ પ્રતાપભાઈ કેશવાલા, આરએસી એ.ડી. મિયાત્રા સહિત તમામ વિભાગીય અધિકારીઓ હાજર રહ્યા હતા. બેઠકમાં રજૂ થયેલ મુદ્દાઓ આ બેઠકમાં સરકારી કચેરીઓમાં સોલાર રૂફટોપ અને "કેચ ધ રેઇન" અંતર્ગત વરસાદી જળસંચયની કામગીરીની પ્રગતિ તપાસવામાં આવી હતી. સાથે જ નેસ વિસ્તારોમાં વીજ જોડાણ, શાળા મકાનોનું સમારકામ, સ્વામિત્વ યોજના, ગેરકાયદે બાંધકામો, રસ્તા-સ્ટ્રીટ લાઇટ અને પાણીની પાઇપલાઇનના પ્રશ્નોના પ્રાથમિકતાના ધોરણે ઉકેલ લાવવા સૂચનાઓ અપાઈ હતી.
    Click here to Read More
    Previous Article
    આદિવાસી સેવા સમાજની કલેક્ટર,મુખ્યમંત્રીને લેખિતમાં રજૂઆત‎:શામળાજીમાં એક જ સ્થળે તમામ સરકારી કચેરીઓ બનાવવા માંગ
    Next Article
    નાગરિક પુરવઠા અને ગ્રાહક સુરક્ષા સલાહકાર સમિતિની બેઠક યોજાઈ:અનાજ વિતરણ, ઈ-કેવાયસી પ્રક્રિયા ઝડપી બનાવવા ‎અને NFSA કાર્ડ સંબંધિત કામગીરીની સમીક્ષા કરાઈ‎

    Related Gujarat Updates:

    Are you sure? You want to delete this comment..! Remove Cancel

    Comments (0)

      Leave a comment