Search

    Language Settings
    Select Website Language

    GDPR Compliance

    We use cookies to ensure you get the best experience on our website. By continuing to use our site, you accept our use of cookies, Privacy Policy, and Terms of Service.

    BijnorNews
    Bijnor news

    નાગરિક પુરવઠા અને ગ્રાહક સુરક્ષા સલાહકાર સમિતિની બેઠક યોજાઈ:અનાજ વિતરણ, ઈ-કેવાયસી પ્રક્રિયા ઝડપી બનાવવા ‎અને NFSA કાર્ડ સંબંધિત કામગીરીની સમીક્ષા કરાઈ‎

    21 hours ago

    પોરબંદરમાં નાગરિક પુરવઠા અને ગ્રાહક સુરક્ષા સલાહકાર સમિતિની બેઠક યોજાઈ હતી.આ બેઠકમાં તહેવારોમાં અનાજ વિતરણ, ઈ-કેવાયસી પ્રક્રિયા ઝડપી બનાવવા અને NFSA કાર્ડ સંબંધિત કામગીરીની સમીક્ષા કરાઈ હતી. પોરબંદરના વિલા સર્કિટ હાઉસ ખાતે જિલ્લા નાગરિક પુરવઠા અને ગ્રાહક સુરક્ષા સલાહકાર સમિતિની મહત્વની બેઠક યોજાઈ હતી. જેમાં જિલ્લામાં જાહેર વિતરણ વ્યવસ્થાનું સુચારુ સંચાલન, ગ્રાહક સુરક્ષાના કેસો તેમજ આગામી તહેવારો દરમિયાન નાગરિકોને નિયત ભાવે અને યોગ્ય પ્રમાણમાં અનાજનો જથ્થો મળી રહે તે માટે વિસ્તૃત સમીક્ષા કરી જરૂરી દિશાનિર્દેશો આપવામાં આવ્યા હતા.​ આ બેઠક દરમિયાન જિલ્લામાં રેશનકાર્ડ ધારકો માટે ઈ-કેવાયસીની કામગીરી વધુ ઝડપી બનાવવા અને પાત્રતા ધરાવતા તમામ લાભાર્થીઓ NFSA યોજના હેઠળ આવરી લેવાય તે સૂચના અપાઈ હતી. આ સાથે વ્યાજબી ભાવની દુકાનોના સ્થળ ફેરફાર તેમજ અગાઉની બેઠકના નિર્ણયોની અમલવારીની પણ ચકાસણી કરવામાં આવી હતી. આ બેઠકમાં ડીડીઓ, આરએસી અને ઇન્ચાર્જ પુરવઠા અધિકારી સહિતના અધિકારીઓ ઉપસ્થિત રહ્યા હતા.
    Click here to Read More
    Previous Article
    જિલ્લા સંકલન સહ ફરિયાદ સમિતિની બેઠક યોજાઈ:સોલાર રૂફટોપ, કેચ ધ રેઇન, નેસ વિસ્તારમાં વીજ જોડાણ, રસ્તા અને પાણીની પાઇપલાઇનના પ્રશ્નોનું રજૂ થયા
    Next Article
    પોરબંદરમાં ડીએલએફસી બેઠક:ઉદ્યોગ મંજૂરીઓની ફાઇલ ચકાસણી

    Related Gujarat Updates:

    Are you sure? You want to delete this comment..! Remove Cancel

    Comments (0)

      Leave a comment