Search

    Language Settings
    Select Website Language

    GDPR Compliance

    We use cookies to ensure you get the best experience on our website. By continuing to use our site, you accept our use of cookies, Privacy Policy, and Terms of Service.

    BijnorNews
    Bijnor news

    આદિવાસી સેવા સમાજની કલેક્ટર,મુખ્યમંત્રીને લેખિતમાં રજૂઆત‎:શામળાજીમાં એક જ સ્થળે તમામ સરકારી કચેરીઓ બનાવવા માંગ

    19 hours ago

    શામળાજી તાલુકા મથક, તાલુકા પંચાયતકયેરી, પ્રાંત ઓફિસ શામળાજી, સબ રજિસ્ટાર ઓફિસ અને તાલુકા તિજોરી કચેરી સર્વોદય આશ્રમ નજીક એક જ કમ્પાઉન્ડમાં રાખવા માટે ડુંગરી ગરાસીયા આદિવાસી સેવા સમાજ દ્વારા કલેક્ટર અને મુખ્યમંત્રીને લેખિતમાં રજૂઆત કરી હતી. સાબરકાંઠા ડુંગરી ગરાસીયા આદિવાસી સેવા સમાજના પ્રમુખ બી.એમ. ખાણેમાએ કલેક્ટર અને મુખ્યમંત્રીને કરેલી લેખિત રજૂઆતમાં જણાવ્યું છે કે લોકોની માંગણી અને ભૌગોલિક સ્થિતિને ધ્યાનમાં રાખી શામળાજી વિસ્તારને અલગ તાલુકા તરીકે જાહેર કર્યો અને તાજેતરમાં શામળાજી વિસ્તારમાં પ્રાંત કચેરીની જાહેરાત કરાતાં તેમણે સરકારના આ નિર્ણયને આવકારી સમાજ વતી ખુશી વ્યક્ત કરી હતી. આવેદનમાં ખાસ માંગણી કરી છે કે શામળાજી,શામળપુરમાં હયાત પ્રયોજના વહીવટદારની કચેરી કાર્યરત છે તેથી શામળાજી તાલુકા પંચાયત પ્રાંત ઓફિસ સબ રજિસ્ટાર ઓફિસ અને તાલુકા તિજોરી સહિતની તમામ કચેરીઓ તથા અન્ય બાકી રહેતી કચેરીઓ એક જ જગ્યાએ આવે અને લોકોને અન્ય જગ્યાએ લાંબુ થવું ન પડે તે ઉદ્દેશથી સર્વોદય ચાર રસ્તા અથવા નજીકમાં સરકારી જમીનમાં અથવા બિનઆદિવાસીઓની ખાનગી જમીન સંપાદન કરીને ભવિષ્યના વિકાસ તેમજ અવરજવર માટે વાહન વ્યવહારની સગવડતાને ધ્યાનમાં રાખીને સૂચવેલ જગ્યાએ શામળાજી તાલુકા સેવા સદન બનાવવામાં આવે તો લોકોના તમામ કામ એક જ જગ્યાએથી કરી શકાશે.
    Click here to Read More
    Previous Article
    રૂબરૂ નિદર્શન:કોઇપણ રાસાયણિક ખાતરના ઉપયોગ વગર દેશી, ઓર્ગેનિક શાકભાજી ઉગાડવા આસાન: વિદ્યાર્થિનીઓને અપાઇ સમજ
    Next Article
    જિલ્લા સંકલન સહ ફરિયાદ સમિતિની બેઠક યોજાઈ:સોલાર રૂફટોપ, કેચ ધ રેઇન, નેસ વિસ્તારમાં વીજ જોડાણ, રસ્તા અને પાણીની પાઇપલાઇનના પ્રશ્નોનું રજૂ થયા

    Related Gujarat Updates:

    Are you sure? You want to delete this comment..! Remove Cancel

    Comments (0)

      Leave a comment