Search

    Language Settings
    Select Website Language

    GDPR Compliance

    We use cookies to ensure you get the best experience on our website. By continuing to use our site, you accept our use of cookies, Privacy Policy, and Terms of Service.

    BijnorNews
    Bijnor news

    રૂબરૂ નિદર્શન:કોઇપણ રાસાયણિક ખાતરના ઉપયોગ વગર દેશી, ઓર્ગેનિક શાકભાજી ઉગાડવા આસાન: વિદ્યાર્થિનીઓને અપાઇ સમજ

    18 hours ago

    \શાકભાજીના વાવેતરમાં જ વધતા જંતુનાશકો અને રાસાયણિક ખાતરોના ઉપયોગ વચ્ચે સ્વચ્છ, દેશી અને ઓર્ગેનિક શાકભાજીનું મહત્વ સમજાવવાના હેતુથી મોરબીની એમ.પી. શેઠ ગર્લ્સ હાઈસ્કૂલમાં ધોરણ 9 થી 12માં અભ્યાસ કરતી અંદાજે 400 વિદ્યાર્થિનીઓ માટે કિચન ગાર્ડનની તાલીમ આપવાનું આયોજન કરવામાં આવ્યું હતું. તાલીમ દરમિયાન વિદ્યાર્થિનીઓને પોતાના ઘરે જ શાકભાજી કઇ રીતે ઉગાડી શકાય અને તેની પધ્ધતિ કઇ હોય તેમજ તેનો ઉપયોગ કરવાનું પ્રેક્ટિકલ જ્ઞાન આપવામાં આવ્યું હતું. દેશી પાલકના બીજનું નિશુલ્ક વિતરણ પર્યાવરણ પ્રેમી પ્રાણજીવન કાલરિયા દ્વારા તાલીમમાં કિચન ગાર્ડન માટે યોગ્ય સ્થળની પસંદગી, જરૂરી સાધનો, માટીની તૈયારી, બીજની પસંદગી તેમજ પાણીના યોગ્ય ઉપયોગ અંગે વિદ્યાર્થિનીઓને વ્યવહારુ સમજ આપવામાં આવી હતી. તાલીમના ભાગરૂપે દરેક વિદ્યાર્થીનીને પોતાના ઘરે દેશી પાલક વાવવા માટે દેશી પાલકના બીજનું પેકેટ વિનામૂલ્યે આપવામાં આવ્યું હતું. હાલ શાકભાજીના ઉત્પાદનમાં જંતુનાશકોના વધતા ઉપયોગને કારણે આરોગ્ય અને પર્યાવરણને હાનિ પહોંચતી હોવાથી રાસાયણિક દવાઓના અતિરેકથી બચવા માટે ઘરમાં જ દેશી અને ઓર્ગેનિક શાકભાજી ઉગાડી તેનો ઉપયોગ કરવાની દિશામાં જાગૃતિ આવે તેવી માહિતી અપાઈ હતી. વિદ્યાર્થીનીઓ પોતે બીજ વાવે, છોડનો ઉછેર કરે અને શાકભાજી તૈયાર થાય ત્યાં સુધીની સમગ્ર પ્રક્રિયાનો અનુભવ મેળવે તેની વિસ્તૃત સમજણ અપાઈ હતી. પાલકની પસંદગી પાછળનું પણ વિશેષ | કારણ વિદ્યાર્થીનીઓને તાલીમ માટે પાલકની પસંદગી પાછળ પણ વિશેષ કારણ દર્શાવવામાં આવ્યું હતું. તાલીમમાં જણાવ્યા મુજબ પાલક વિશ્વમાં સૌથી વધુ પ્રદૂષિત શાકભાજીમાં ગણાય છે અને જંતુનાશકોના અવશેષો શરીરમાં પહોંચવાનું જોખમ રહે છે. તેથી બજારમાંથી ખરીદવાને બદલે ઘરે દેશી પદ્ધતિથી પાલક ઉગાડી તેનો ઉપયોગ કરી શકાય તે અંગે વિદ્યાર્થીનીઓને પ્રોત્સાહિત કરવામાં આવી હતી. વિદ્યાર્થિનીઓએ કિચન ગાર્ડનિંગ કઇ રીતે થાય તેની તાલીમ લીધી હતી. તસવીર: રવિ બરાસરા
    Click here to Read More
    Previous Article
    અમદાવાદના સાસુ-સસરા અને સાળા સાથે મળી 4 પેઢીને ચૂનો લગાવ્યો:મુન્દ્રા ભાજપના આગેવાન દંપતીના પુત્રની 4.45 કરોડની છેતરપિંડી મુદ્દે ધરપકડ
    Next Article
    આદિવાસી સેવા સમાજની કલેક્ટર,મુખ્યમંત્રીને લેખિતમાં રજૂઆત‎:શામળાજીમાં એક જ સ્થળે તમામ સરકારી કચેરીઓ બનાવવા માંગ

    Related Gujarat Updates:

    Are you sure? You want to delete this comment..! Remove Cancel

    Comments (0)

      Leave a comment