Search

    Language Settings
    Select Website Language

    GDPR Compliance

    We use cookies to ensure you get the best experience on our website. By continuing to use our site, you accept our use of cookies, Privacy Policy, and Terms of Service.

    BijnorNews
    Bijnor news

    અમદાવાદના સાસુ-સસરા અને સાળા સાથે મળી 4 પેઢીને ચૂનો લગાવ્યો:મુન્દ્રા ભાજપના આગેવાન દંપતીના પુત્રની 4.45 કરોડની છેતરપિંડી મુદ્દે ધરપકડ

    17 hours ago

    અમદાવાદ શહેરમાં નામાંકિત જવેલર્સ સાથે 4.45 કરોડની કિંમતના સોના અને ડાયમંડના દાગીના મેળવી વિશ્વાસઘાત આચરવાના ચકચારી પ્રકરણમાં કચ્છ ભાજપના મહિલા આગેવાનના દીકરા શિવમ વિશ્રામભાઈ ગઢવી અને વેવાઈ પરિવારના ત્રણ આરોપીઓની અમદાવાદ ક્રાઈમ બ્રાન્ચની આર્થિક ગુના નિવારણ શાખા દ્વારા અટકાયત કરવામાં આવી છે. જ્યારે આરોપી પુત્રવધુ હજુ પોલીસને હાથ લાગી નથી. પોલીસ સૂત્રોના જણાવ્યા અનુસાર, આરોપીઓએ અગાઉથી સુનિયોજિત કાવતરું રચી પોતાની ઓળખ રિયલ એસ્ટેટ તેમજ ગોલ્ડ અને ડાયમંડના મોટા દલાલ કમ એજન્ટ તરીકે આપી હતી. જવેલર્સનો વિશ્વાસ સંપાદિત કર્યા બાદ, આરોપીઓએ અલગ-અલગ શોરૂમમાંથી કરોડો રૂપિયાના દાગીના ખરીદ્યા હતા. જોકે, બાદમાં દાગીના કે તેની રકમના નાણાં પરત ન આપી વેપારીઓ સાથે મોટો વિશ્વાસઘાત આચર્યો હતો. સેટેલાઇટના અસાવરી ટાવરમાં રહેતા ફરિયાદી અભિષેક લલિતભાઈ ઝવેરીની ફરિયાદ આધારે ડીસીબી પોલીસ સ્ટેશનમાં ગુનો દાખલ કરાયો હતો. તપાસમાં બહાર આવ્યું છે કે આરોપીઓએ એસ.આર. ગોલ્ડન જવેલર્સને 2.05 કરોડ,અભિષેક ઝવેરી શોરૂમને 1.69 કરોડ, ઝવેરી એન્ડ કંપનીને 43.95 લાખ અને હરૂભાઈ ઝવેરીને 26.33 લાખનો ચૂનો લગાવ્યો છે. જે મામલે પોલીસે અમદાવાદના થલતેજમાં રહેતા આરોપી અનિલ ભીખાભાઈ વિભાણી, તેમની પત્ની વિમ્મી વિભાણી, પુત્ર વેદાંત વિભાણી અને મુન્દ્રાના શિવમ વિશ્રામભાઈ ગઢવી(પ્લોટ નં. 19-20, લક્ષ્મી સોસાયટી, બારોઇ રોડ, મુન્દ્રા)ની ધરપકડ કરી છે. આરોપી શિવમ ગઢવી ભાજપના ગુજરાત પ્રદેશ મહિલા મોરચાના ઉપાધ્યક્ષ છાયાબેન ગઢવીનો પુત્ર છે. કેસમાં આરોપી શિવમની પત્ની રાજવી વિભાણી હાલ ફરાર હોવાથી તેને પકડવા તજવીજ હાથ ધરાઈ છે. આક્ષેપ પાયાવિહોણાનો દાવો આ અંગે વિશ્રામભાઇ ગઢવીએ જણાવ્યુ હતું કે, આ બનાવમાં આક્ષેપો પાયાવિહોણા છે અને તેમના પુત્રને ખોટી રીતે ફસાવી દેવામાં આવ્યા છે. કરોડ,અભિષેક ઝવેરી શોરૂમને 1.69 કરોડ, ઝવેરી એન્ડ કંપનીને 43.95 લાખ અને હરૂભાઈ ઝવેરીને 26.33 લાખનો ચૂનો લગાવ્યો છે. જે મામલે પોલીસે અમદાવાદના થલતેજમાં રહેતા આરોપી અનિલ ભીખાભાઈ વિભાણી, તેમની પત્ની વિમ્મી વિભાણી, પુત્ર વેદાંત વિભાણી અને મુન્દ્રાના શિવમ વિશ્રામભાઈ ગઢવી(પ્લોટ નં. 19-20, લક્ષ્મી સોસાયટી, બારોઇ રોડ, મુન્દ્રા)ની ધરપકડ કરી છે. આરોપી શિવમ ગઢવી ભાજપના ગુજરાત પ્રદેશ મહિલા મોરચાના ઉપાધ્યક્ષ છાયાબેન ગઢવીનો પુત્ર છે. કેસમાં આરોપી શિવમની પત્ની રાજવી વિભાણી હાલ ફરાર હોવાથી તેને પકડવા તજવીજ હાથ ધરાઈ છે. મુખ્ય આરોપી રીઢો ગુનેગાર પોલીસ તપાસ દરમિયાન એ વાતનો ખુલાસો થયો છે કે છેતરપિંડીનો મુખ્ય સૂત્રધાર અનિલ વિભાણી રીઢો ગુનેગાર છે અને તેની સામે ગુજરાતના વિવિધ જિલ્લાઓ તેમજ શહેરોમાં અગાઉ પણ 11 જેટલા ગુનાઓ નોંધાઈ ચૂક્યા છે. હાલ તમામ આરોપીઓના બેંક એકાઉન્ટ, લોકર અને સ્થાવર મિલકતો અંગે સઘન પૂછપરછ અને તપાસ ચલાવવામાં આવી રહી છે.
    Click here to Read More
    Previous Article
    વોટબેંકના રાજકારણમાં પાલિકા લાચાર:ખંડેરાવ માર્કેટની પાછળ દબાણ શાખાએ ફળની પેટી-કેરેટ જપ્ત કરતાં શાબ્દિક ઘર્ષણ
    Next Article
    રૂબરૂ નિદર્શન:કોઇપણ રાસાયણિક ખાતરના ઉપયોગ વગર દેશી, ઓર્ગેનિક શાકભાજી ઉગાડવા આસાન: વિદ્યાર્થિનીઓને અપાઇ સમજ

    Related Gujarat Updates:

    Are you sure? You want to delete this comment..! Remove Cancel

    Comments (0)

      Leave a comment