Search

    Language Settings
    Select Website Language

    GDPR Compliance

    We use cookies to ensure you get the best experience on our website. By continuing to use our site, you accept our use of cookies, Privacy Policy, and Terms of Service.

    BijnorNews
    Bijnor news

    વોટબેંકના રાજકારણમાં પાલિકા લાચાર:ખંડેરાવ માર્કેટની પાછળ દબાણ શાખાએ ફળની પેટી-કેરેટ જપ્ત કરતાં શાબ્દિક ઘર્ષણ

    15 hours ago

    ખંડેરાવ માર્કેટ પાછળ ફ્રૂટ બજારમાં દબાણ શાખાએ દરોડો પાડતાં વેપારીઓમાં ભાગદોડ મચી હતી. મુખ્ય રસ્તા પર ફ્રૂટનાં કેરેટ-પેટી ગોઠવી ટ્રાફિકને અડચણરૂપ વેપાર કરતા વેપારીઓ સાથે પાલિકાની ટીમની ઉગ્ર રકઝક થઈ હતી. દબાણ શાખાએ સફરજન અને અન્ય ફ્રૂટ ભરેલી પેટીઓ જપ્ત કરવાનું શરૂ કરતાં જ વેપારીઓ અને ટીમ વચ્ચે શાબ્દિક ઘર્ષણનાં દૃશ્યો સર્જાયાં હતાં. પાલિકાની આ કામગીરી વચ્ચે આશ્ચર્યજનક દૃશ્ય એ જોવા મળ્યું કે, રોજ મુખ્ય રોડ પર અડિંગો જમાવતી લારીઓ કામગીરી વખતે ગાયબ થઈ હતી અને થોડે દૂર વેરાઈ માતા ચોકમાં બેરોકટોક ઊભેલી નજરે પડી હતી. અગાઉ પૂર્વ મેયર કેયુર રોકડિયા અને નિલેશસિંહ રાઠોડે ઓચિંતી મુલાકાત લઈ કડક સૂચના આપી હતી છતાં સ્થિતિ સુધરી નથી. વોટબેંકના રાજકારણમાં પાલિકા લાચાર ફ્રૂટ માર્કેટનાં દબાણ હટાવવામાં પાલિકાની નિષ્ફળતા પાછળ વોટબેંક મુખ્ય કારણ છે. તંત્ર કડક કાર્યવાહી કરે છે ત્યારે રાજકીય ચંચૂપાતથી મામલો ઠંડો પાડી દેવાય છે. ગત બોર્ડમાં વેપારીઓ પાર્ટી કાર્યાલયે પહોંચતાં અવાજ ઉઠાવનાર કાઉન્સિલરને ચૂપ કરી દેવાયા હતા. શુક્રવારે દબાણ શાખાના અધિકારીઓને નેતાઓના ફોન આવ્યા હોવાની વાતો વહેતી થઈ હતી.
    Click here to Read More
    Previous Article
    UNમાં ચીફ ગુટેરેસની જગ્યા કોને મળશે ?:આજે બીજા તબક્કાનું મતદાન, રેસમાં 8 દાવેદારો, કોસ્ટા રિકાના ગ્રિન્સપેન સૌથી આગળ
    Next Article
    અમદાવાદના સાસુ-સસરા અને સાળા સાથે મળી 4 પેઢીને ચૂનો લગાવ્યો:મુન્દ્રા ભાજપના આગેવાન દંપતીના પુત્રની 4.45 કરોડની છેતરપિંડી મુદ્દે ધરપકડ

    Related Gujarat Updates:

    Are you sure? You want to delete this comment..! Remove Cancel

    Comments (0)

      Leave a comment