Search

    Language Settings
    Select Website Language

    GDPR Compliance

    We use cookies to ensure you get the best experience on our website. By continuing to use our site, you accept our use of cookies, Privacy Policy, and Terms of Service.

    BijnorNews
    Bijnor news

    ટ્રાવેલ એજન્સીના સંચાલકે છેતરપિંડી કરી:મલેશિયા અને સિંગાપુર ફરવા જવાના ટિકિટ અને ડોલર એક્સચેન્જના નામે પૈસા લઈ લીધા, પોલીસે ગુનો નોંધ્યો

    8 hours ago

    વિદેશ ફરવા જવાના બહાને ટ્રાવેલ એજન્સી દ્વારા છેતરપિંડી કરવામાં આવી હોવાની ફરિયાદ ચાંદખેડા પોલીસ સ્ટેશનમાં નોંધાઈ છે. મોટેરામાં વીરકૃપા ટ્રાવેલ્સ નામની ઓફિસ ખોલીને સંચાલકે યુવકના સંબંધી અને પરિવારના સભ્યો સાથે સિંગાપુર મલેશીયા જવા માટે બુકિંગ બાદ એડવાન્સ, ટિકીટ અને ડોલર એક્ષચેન્જના નામે 17.83 લાખ મેળવી લીધા હતા. જે બાદ બીજા જ દિવસથી ટ્રાવેલ્સ સંચાલક ફોન અને ઓફિસ બંધ કરીને નાસી ગયો હતો. આ મામલે ચાંદખેડા પોલીસને ફરિયાદ મળતા પોલીસે ગુનો નોંધી તપાસ શરૂ કરી છે. 8 સભ્યોની 9 દિવસની ટુરનો વ્યક્તિદીઠ 1.05 લાખ ખર્ચ મળતી માહિતી મુજબ હિમતનગરના ધવલ સોની સોના ચાંદીનો શોરૂમ ધરાવે છે. ગત એપ્રિલ માસમાં તેમને પરિવારજનો અને સંબંધીઓ સાથે સિંગાપુર મલેશીયા ટુરમાં જવાનું આયોજન થયુ હતું. જે બાદ તેમના સંબંધીએ ચાંદખેડા મોટેરામાં આવેલી વીરકૃપા ટ્રાવેલ્સના સંચાલકનો સંપર્ક કર્યો હતો. જ્યાં સંચાલક રશ્મીકાંત પટેલે (રહે. પુંધરા, માણસા) 8 સભ્યોની 9 દિવસની ટુરનો વ્યક્તિદીઠ 1.05 લાખ ખર્ચ જણાવ્યો હતો. ત્યારે એક દંપતિ ઓસ્ટ્રેલિયાથી આવવાનું હોવાથી તેમનો વ્યક્તિદીઠ 1.54 લાખ ખર્ચ જણાવ્યો હતો. બે દુકાન વેચીને નાણાં ચુકવવાનો વાયદો કરતો હતો ટ્રાવેલ એજન્સીના સંચાલક રશ્મીકાંત પટેલે 10 સભ્યોનો રૂ. 10.08 લાખ ખર્ચ જણાવીને એડવાન્સ ત્રણ લાખ, એરટિકીટ, ડોલર એક્ષચેન્જ મળીને કુલ રૂ. 17.83 લાખ મેળવી લીધા હતા. પૈસા મળતા જ આરોપી રશ્મીકાંત પટેલ ફોન અને ઓફિસ બંધ કરીને ફરાર થઇ ગયો હતો. સોની પરિવારે અનેક વાર પ્રયાસ કરતા આરોપીનો ફોન ક્યારેક ચાલુ થતાં તે બે દુકાન વેચીને નાણાં ચુકવવાનો વાયદો કરતો હતો. પરંતુ લાંબો સમય વિતી જતા આખરે આ પરિવારે પોલીસને જાણ કરતા ચાંદખેડા પોલીસે રશ્મીકાંત પટેલ સામે ગુનો નોંધી તપાસ શરૂ કરી છે.
    Click here to Read More
    Previous Article
    દુષ્કર્મ કેસમાં 21 વર્ષીય યુવક દોષી:14 વર્ષીય સગીરા પર દુષ્કર્મના કેસમાં રિક્ષાચાલકને 20 વર્ષની સખત કેદ, પીડિતાને 4.5 લાખનું વળતર
    Next Article
    ભાજપના ધારાસભ્યએ અધિકારીઓને નિકાલ બતાવ્યો:વરસાદી પાણી કેમ ભરાય અને નિકાલ કેવી રીતે થાય તેનું પ્રેઝન્ટેશન રજૂ કરાયું, કાર્યક્રમમાં આમંત્રણ ન આપવાને લઇ નારાજગી

    Related Gujarat Updates:

    Are you sure? You want to delete this comment..! Remove Cancel

    Comments (0)

      Leave a comment