Search

    Language Settings
    Select Website Language

    GDPR Compliance

    We use cookies to ensure you get the best experience on our website. By continuing to use our site, you accept our use of cookies, Privacy Policy, and Terms of Service.

    BijnorNews
    Bijnor news

    દુષ્કર્મ કેસમાં 21 વર્ષીય યુવક દોષી:14 વર્ષીય સગીરા પર દુષ્કર્મના કેસમાં રિક્ષાચાલકને 20 વર્ષની સખત કેદ, પીડિતાને 4.5 લાખનું વળતર

    10 hours ago

    સુરતની સ્પેશિયલ પોક્સો અદાલતે 14 વર્ષીય સગા સંબંધમાં આવતી નાબાલિકા સાથે વારંવાર દુષ્કર્મ આચરવાના ગંભીર ગુનામાં 21 વર્ષીય રિક્ષાચાલકને 20 વર્ષની સખત કેદની સજા ફટકારી છે. આ કેસની વિગત મુજબ, સપ્ટેમ્બર 2023 દરમિયાન કાપોદ્રા પોલીસ સ્ટેશન વિસ્તારમાં રહેતી અને ધોરણ-9માં અભ્યાસ કરતી વિદ્યાર્થીનીને આરોપીએ લગ્નની લાલચ આપી પોતાના ઘરે બોલાવી શારીરિક શોષણ કર્યું હતું. આ મામલે ઓક્ટોબર 2023માં કાપોદ્રા પોલીસ મથકે ફરિયાદ નોંધાઈ હતી. પોલીસ કાર્યવાહી અને કોર્ટ ટ્રાયલ ગુનો આચર્યા બાદ આરોપી લાંબો સમય નાસતો ફરતો રહ્યો હતો, જેની માર્ચ 2025માં પોલીસે ધરપકડ કરી હતી. કેસની સુનાવણી દરમિયાન સરકારી વકીલ વી. એલ. ફાળદુની દલીલો, પીડિતાનું નિવેદન, શાળાનું બોનાફાઇડ સર્ટિફિકેટ તેમજ મેડિકલ પુરાવાઓને આધારે સ્પેશિયલ અદાલતે આરોપીને તમામ આરોપો હેઠળ દોષિત ઠેરવ્યો હતો. પીડિતાને વળતર અને દંડનો આદેશ અદાલતે આરોપીને સખત કેદની સજા ઉપરાંત રૂ. 50,000નો દંડ ફટકાર્યો છે, જે રકમ સીધી પીડિતાને ચૂકવવાનો નિર્દેશ આપ્યો છે. આ સાથે જ 'ગુજરાત વિક્ટિમ કોમ્પેન્સેશન સ્કીમ-2019' હેઠળ પીડિતાને રૂ. 4,00,000નું વધારાનું વળતર ચૂકવવાનો પણ કોર્ટે મહત્વપૂર્ણ હુકમ કર્યો છે.
    Click here to Read More
    Previous Article
    સોસ્યો સર્કલ નજીક ઇલેક્ટ્રિક શો-રૂમમાં બાઇકમાં શોર્ટ સર્કિટથી આગ:બાજુમાં જ પેટ્રોલ પંપ હોવાથી અફરાતફરી, ફાયર બ્રિગેડે સમયસર આગ પર કાબૂ મેળવતાં મોટી દુર્ઘટના ટળી
    Next Article
    ટ્રાવેલ એજન્સીના સંચાલકે છેતરપિંડી કરી:મલેશિયા અને સિંગાપુર ફરવા જવાના ટિકિટ અને ડોલર એક્સચેન્જના નામે પૈસા લઈ લીધા, પોલીસે ગુનો નોંધ્યો

    Related Gujarat Updates:

    Are you sure? You want to delete this comment..! Remove Cancel

    Comments (0)

      Leave a comment