Search

    Language Settings
    Select Website Language

    GDPR Compliance

    We use cookies to ensure you get the best experience on our website. By continuing to use our site, you accept our use of cookies, Privacy Policy, and Terms of Service.

    BijnorNews
    Bijnor news

    સોસ્યો સર્કલ નજીક ઇલેક્ટ્રિક શો-રૂમમાં બાઇકમાં શોર્ટ સર્કિટથી આગ:બાજુમાં જ પેટ્રોલ પંપ હોવાથી અફરાતફરી, ફાયર બ્રિગેડે સમયસર આગ પર કાબૂ મેળવતાં મોટી દુર્ઘટના ટળી

    11 hours ago

    સુરત શહેરના ખટોદરા સ્થિત સોસ્યો સર્કલ નજીક આવેલા એક ઇલેક્ટ્રિક ટુ-વ્હીલર વાહનોના શોરૂમમાં અચાનક આગ ભભૂકી ઊઠતાં ભારે અફરાતફરી મચી ગઈ હતી. શોરૂમમાં પાર્ક કરેલી એક ઇલેક્ટ્રિક બાઇકના વાયરિંગ અથવા બેટરીમાં શોર્ટ સર્કિટ થવાના કારણે આ આગ લાગી હોવાનું પ્રાથમિક તારણ સામે આવ્યું છે. શોરૂમની લગોલગ જ પેટ્રોલ પંપ આવેલો હોવાથી ઘટનાને પગલે આસપાસના લોકો અને રાહદારીઓમાં ભારે ભયનો માહોલ સર્જાયો હતો. જોકે, ઘટનાની જાણ થતાં જ ફાયર વિભાગનો કાફલો તાત્કાલિક સ્થળ પર પહોંચી ગયો હતો અને ગણતરીની મિનિટોમાં આગ પર સંપૂર્ણ કાબૂ મેળવી લેતાં મોટી દુર્ઘટના ટળી હતી. શોરૂમમાં સામાન્ય કામકાજ વચ્ચે બાઇકમાંથી ધુમાડા નીકળ્યા પ્રાપ્ત વિગતો અનુસાર, સોસ્યો સર્કલ પાસે પેટ્રોલ પંપની તદ્દન નજીક આવેલા ઇલેક્ટ્રિક ટુ-વ્હીલરના શોરૂમમાં રોજિંદી પ્રવૃત્તિઓ ચાલી રહી હતી. આ દરમિયાન અચાનક એક ઇલેક્ટ્રિક બાઇકમાં સ્પાર્કિંગ સાથે શોર્ટ સર્કિટ થયું હતું અને જોતજોતામાં ધુમાડાના ગોટા નીકળ્યા બાદ આગ પકડી લીધી હતી. શોરૂમની બાજુમાં જ પેટ્રોલ પંપ હોવાના કારણે આગ વધુ ફેલાય તો મોટો બ્લાસ્ટ થવાની દહેશતથી લોકોમાં નાસભાગ મચી ગઈ હતી અને તાત્કાલિક ફાયર કંટ્રોલ રૂમને જાણ કરવામાં આવી હતી. ફાયર વિભાગે તાબડતોબ પાણીનો મારો ચલાવી સ્થિતિ સંભાળી સંદેશો મળતાં જ ફાયર ફાઈટરોની ટીમ તાત્કાલિક ઘટનાસ્થળે દોડી આવી હતી. ફાયર જવાનોએ સમય ગુમાવ્યા વગર પાણીનો મારો ચલાવીને આગને શોરૂમના અન્ય વાહનો તેમજ બાજુમાં આવેલા પેટ્રોલ પંપ તરફ આગળ વધતી અટકાવી દીધી હતી. સમયસર કરાયેલી અસરકારક કામગીરીના પરિણામે મોટી જાનહાનિ કે મોટું આર્થિક નુકસાન થતાં અટકી ગયું હતું. કોઈ જાનહાનિ નહીં, કુલિંગ બાદ વિસ્તાર સુરક્ષિત જાહેર આ સમગ્ર દુર્ઘટનામાં કોઈ પણ વ્યક્તિને ઈજા કે જાનહાનિ ન થતાં સ્થાનિક વેપારીઓ અને નાગરિકોએ રાહતનો શ્વાસ લીધો હતો. ફાયર ટીમે આગ સંપૂર્ણ બુઝાવ્યા બાદ યોગ્ય કુલિંગ કામગીરી કરીને પરિસ્થિતિ સંપૂર્ણ નિયંત્રણમાં લાવી સમગ્ર વિસ્તારને સલામત જાહેર કર્યો હતો.
    Click here to Read More
    Previous Article
    बिजनौर के गोपाल हॉस्पिटल पर जबरदस्त हंगामा डॉक्टर मौके से फरार
    Next Article
    દુષ્કર્મ કેસમાં 21 વર્ષીય યુવક દોષી:14 વર્ષીય સગીરા પર દુષ્કર્મના કેસમાં રિક્ષાચાલકને 20 વર્ષની સખત કેદ, પીડિતાને 4.5 લાખનું વળતર

    Related Gujarat Updates:

    Are you sure? You want to delete this comment..! Remove Cancel

    Comments (0)

      Leave a comment