Search

    Language Settings
    Select Website Language

    GDPR Compliance

    We use cookies to ensure you get the best experience on our website. By continuing to use our site, you accept our use of cookies, Privacy Policy, and Terms of Service.

    BijnorNews
    Bijnor news

    ભાજપના ધારાસભ્યએ અધિકારીઓને નિકાલ બતાવ્યો:વરસાદી પાણી કેમ ભરાય અને નિકાલ કેવી રીતે થાય તેનું પ્રેઝન્ટેશન રજૂ કરાયું, કાર્યક્રમમાં આમંત્રણ ન આપવાને લઇ નારાજગી

    7 hours ago

    અમદાવાદ શહેરના ધારાસભ્યો અને સાંસદોની મ્યુનિસિપલ કમિશનર બંછાનિધિ પાની તેમજ ઉચ્ચ અધિકારીઓ સાથે યોજાયેલી સંકલન સમિતિની બેઠકમાં વરસાદી પાણીના નિકાલ, પીવાના પાણીની સમસ્યા અને આરોગ્ય સુવિધાઓના મુદ્દે ઉગ્ર ચર્ચા થઈ હતી. કરોડો રૂપિયાનું બજેટ હોવા છતાં ભારે વરસાદ બાદ શહેરમાં 3થી 4 દિવસ સુધી પાણી ભરાયેલા રહેવા અંગે ભાજપ અને કોંગ્રેસ બંને પક્ષના ધારાસભ્યોએ તંત્રની કામગીરી સામે ગંભીર સવાલો ઉઠાવ્યા હતા. જોકે, મ્યુનિસિપલ કોર્પોરેશનના અધિકારીઓએ આક્ષેપો સામે એવો બચાવ કર્યો હતો કે આસપાસના અન્ય શહેરોમાં 4 થી 5 દિવસ સુધી પાણી ઓસર્યા નહોતા, જ્યારે અમદાવાદમાં 2 દિવસમાં પાણી ઉતારી લેવામાં આવ્યા હતા. ભાજપ ધારાસભ્ય અમિત શાહે વોટર લોગિંગ નિવારણ માટે પ્રેઝન્ટેશન રજૂ કર્યું એલિસબ્રિજના ભાજપ ધારાસભ્ય અમિત શાહે બેઠકમાં મ્યુનિસિપલ કમિશનર સમક્ષ શહેરમાં પાણી ભરાવાના ટેકનિકલ કારણો, કોર્પોરેશનની ક્ષતિઓ અને તેના કાયમી ઉકેલ અંગે એક વિસ્તૃત પ્રેઝન્ટેશન રજૂ કર્યું હતું. કોર્પોરેશનના નિવૃત્ત અધિકારીઓ અને એન્જિનિયરિંગ એક્સપર્ટ્સની મદદથી તૈયાર કરાયેલા આ પ્રેઝન્ટેશનમાં મુંબઈના વહીવટી મોડેલનો સંદર્ભ પણ આપવામાં આવ્યો હતો. તેમણે જણાવ્યું હતું કે સાબરમતી રિવરફ્રન્ટથી 120 MLD ની ઇન્ટરસેપ્ટર લાઇન નાખી પાણીને ટ્રીટ કરીને બહાર કાઢવું જોઈએ, જેમાં 75 MLD નું ડ્રેનેજ પમ્પિંગ સ્ટેશન બનાવવાની જરૂર છે. આ ઉપરાંત વાડજથી આશ્રમ રોડ થઈ અદાણી સ્ટેડિયમ સુધી જોડાતી 100 MLD ની લાઇનને વાસણા બેરેજની પાછળ લઈ જવા ભલામણ કરવામાં આવી હતી. પાણીની ટાંકીઓમાં પ્રેશરનો અભાવ અને NHL મેડિકલ કોલેજમાં સીટો ઘટતાં નારાજગી ધારાસભ્ય અમિત શાહે શહેરમાં પૂરતા પ્રેશરથી પીવાનું પાણી ન મળવાની ફરિયાદો અંગે પણ ધ્યાન દોર્યું હતું. તેમણે જણાવ્યું કે કોર્પોરેશનની પાણીની ટાંકીઓ પૂરતા પ્રમાણમાં ભરાતી ન હોવાથી નાગરિકોને લો-પ્રેશરની સમસ્યાનો સામનો કરવો પડે છે, જેના પર તાત્કાલિક પગલાં લેવા કમિશનરે ખાતરી આપી હતી. બીજી તરફ, મનપા સંચાલિત NHL મેડિકલ કોલેજના રેડિયોલોજી વિભાગમાં પ્રોફેસરોની સમયસર ભરતી ન થવાને કારણે 2 સીટો ઘટી જતાં તેમણે ભારે નારાજગી વ્યક્ત કરી હતી અને આ મામલે તાત્કાલિક યોગ્ય નિર્ણય લેવાની માંગ કરી હતી. પ્રોટોકોલ ભંગ મુદ્દે કોંગ્રેસ ધારાસભ્ય ઇમરાન ખેડાવાલાની આંદોલનની ચીમકી જમાલપુર-ખાડિયાના કોંગ્રેસ ધારાસભ્ય ઇમરાન ખેડાવાલાએ આક્ષેપ કર્યો હતો કે મનપાના વિકાસ કાર્યોના લોકાર્પણ, કાર્યક્રમો કે તિરંગા યાત્રા જેવા આયોજનોમાં વિપક્ષના ધારાસભ્યો અને કોર્પોરેટરોને આમંત્રણ આપવામાં આવતું નથી તેમજ તકતીઓમાં નામ લખાતા નથી. તેમણે ચીમકી ઉચ્ચારી હતી કે જો પ્રોટોકોલનું પાલન નહીં થાય તો આગામી સમયમાં કોર્પોરેશનના કાર્યક્રમો યોજાવા દેવામાં આવશે નહીં. કોટ વિસ્તારની હેરિટેજ ઇમારતોનું સ્ટેબિલિટી ચેકિંગ અને હોસ્પિટલોમાં બેડની અછત ધારાસભ્ય ખેડાવાલાએ વધુમાં રજૂઆત કરી હતી કે લાલ દરવાજા, જમાલપુર અને ખાડિયા સહિતના મધ્ય ઝોનની જૂની મિલકતોનો સ્ટ્રક્ચરલ સ્ટેબિલિટી રિપોર્ટ સુરતની SVNIT પાસે કવાયતી રીતે ભૂકંપ પછીના સામાન્ય નિયમો મુજબ કરાવાય છે, તેના બદલે વર્ષો જૂની હેરિટેજ ઇમારતોની ખાસિયત ધ્યાને રાખી અલગ ધારાધોરણોથી સર્વે થવો જોઈએ. આ ઉપરાંત મનપા સંચાલિત હોસ્પિટલોમાં દર્દીઓ માટે પૂરતા બેડ ન હોવાથી ગંભીર દર્દીઓને પણ સ્ટ્રેચર પર રાખીને સારવાર આપવી પડતી હોવાની કફોડી સ્થિતિ તરફ તંત્રનું ધ્યાન દોરી વ્યવસ્થા સુધારવા માંગણી કરી હતી.
    Click here to Read More
    Previous Article
    ટ્રાવેલ એજન્સીના સંચાલકે છેતરપિંડી કરી:મલેશિયા અને સિંગાપુર ફરવા જવાના ટિકિટ અને ડોલર એક્સચેન્જના નામે પૈસા લઈ લીધા, પોલીસે ગુનો નોંધ્યો
    Next Article
    आठ घंटे धरने पर बैठ गए राहुल, FIR के बाद ही निकले थाने से, दिल्ली पुलिस को झुकना पड़ा

    Related Gujarat Updates:

    Are you sure? You want to delete this comment..! Remove Cancel

    Comments (0)

      Leave a comment