Search

    Language Settings
    Select Website Language

    GDPR Compliance

    We use cookies to ensure you get the best experience on our website. By continuing to use our site, you accept our use of cookies, Privacy Policy, and Terms of Service.

    BijnorNews
    Bijnor news

    "પોલીસ વિભાગ જ વચેટિયાઓ સાથે મિલીભગત કરીને દારૂ વેંચે છે":'આપ' નેતા રાજુ બોરખતરીયાના ગંભીર આક્ષેપ, લઠ્ઠાકાંડ મામલે ગૃહમંત્રીના રાજીનામાની માંગ કરી

    1 day ago

    ભાવનગરમાં સર્જાયેલા લઠ્ઠાકાંડને પગલે સમગ્ર રાજ્યમાં રાજકીય ગરમાવો આવી ગયો છે. આ ગંભીર ઘટના મુદ્દે આમ આદમી પાર્ટીના પ્રદેશ સંગઠન મંત્રી રાજુ બોરખતરીયાએ પત્રકાર પરિષદ યોજીને રાજ્ય સરકાર, પોલીસ તંત્ર અને ગૃહ વિભાગ સામે આકરો વિરોધ નોંધાવ્યો છે. અન્ય રાજ્ય કરતા પણ ગુજરાતમાં દારૂ વધુ વેંચાઈ છે ​આમ આદમી પાર્ટીના પ્રદેશ સંગઠન મંત્રી રાજુ બોરખતરીયાએ પ્રહારો કરતા જણાવ્યું હતું કે, ગુજરાતમાં દારૂબંધીનો કાયદો અસ્તિત્વમાં છે છતાં પણ રાજ્યમાં જેટલી મોટી માત્રામાં દારૂ વેચાઈ રહ્યો છે અને પીવાઈ રહ્યો છે, એટલો કદાચ અન્ય કોઈ રાજ્યમાં નહીં વેચાતો હોય. આ વર્તમાન સરકારની બહુ મોટી નબળાઈ છે. ભાજપ સરકાર પોતાની આ નબળાઈ અને નિષ્ફળતા છુપાવવા માટે દર વખતે લઠ્ઠાકાંડ કે અન્ય ગેરમાર્ગે દોરનારા નામો આપીને સમગ્ર વિષય પર પડદો પાડવાનો પ્રયાસ કરી રહી છે. ​જપ્ત થયેલા દારૂના નાશમાં પણ મોટો ભ્રષ્ટાચાર પોલીસ તંત્ર અને વહીવટી વિભાગના ભ્રષ્ટાચાર અંગે રાજુ બોરખતરીયાએ ગંભીર આક્ષેપો મૂકતા કહ્યું કે, જ્યારે કરોડો રૂપિયાનો દારૂ પકડાય છે અને મહિનાના અંતે તેને નાશ કરવાનો સમય આવે છે, ત્યારે પણ મોટો ભ્રષ્ટાચાર આચરવામાં આવે છે. પકડાયેલા દારૂમાંથી સારી ક્વોલિટીનો દારૂ ક્યાં જાય છે? પોલીસ વિભાગ જ વચેટિયાઓ સાથે મિલીભગત કરીને દારૂ વેચવાનો કાળો ધંધો ચલાવી રહ્યો છે. તંત્રની આંખ આડા કાન કરવાની આવી નીતિના કારણે જ આજે રાજ્યની ભોળી જનતાએ પોતાના જીવ ગુમાવવાનો વારો આવ્યો છે. ‘ગૃહમંત્રી માત્ર ઘટનાઓને છાવરવાનો જ પ્રયાસ કરે છે’ ભાવનગરમાં 9 થી વધુ લોકોના મોત માટે રાજુ બોરખતરીયાએ સીધા જ ગુજરાતના ગૃહમંત્રી હર્ષ સંઘવીને જવાબદાર ઠેરવ્યા છે. તેમણે ઉમેર્યું કે, જ્યારે આટલું મોટું પોલીસ તંત્ર અને ગૃહ ખાતાની જવાબદારી હોવા છતાં અવારનવાર આવી ઘટનાઓ બને છે, ત્યારે ગૃહમંત્રી માત્ર ઘટનાઓને છાવરવાનો જ પ્રયાસ કરે છે. જવાબદારો સામે કડકમાં પગલા ભરવાની માંગ અમે માત્ર ગૃહમંત્રીનું રાજીનામું નથી માગતા, પરંતુ ગૃહમંત્રી હર્ષ સંઘવી સામે કાયદાકીય કાર્યવાહી કરીને તેમને તુરંત જેલમાં પૂરવામાં આવે. પોલીસ તંત્ર સાથે મળીને જે ગેરકાયદે અડ્ડા અને દારૂનો કારોબાર ચલાવવામાં આવી રહ્યો છે, તેના લીધે જ આ નિર્દોષ લોકોના જીવ ગયા છે. આમ આદમી પાર્ટી આ લઠ્ઠાકાંડના તમામ જવાબદારો સામે કડકમાં કડક પગલાં લેવાની સ્પષ્ટ માગ કરી રહી છે.
    Click here to Read More
    Previous Article
    વાપીમાં કાકા દ્વારા 10 વર્ષની ભત્રીજી સાથે જાતીય સતામણી:સ્પેશિયલ પોક્સો કોર્ટે આરોપીને જામીન આપવાનો ઈનકાર કર્યો
    Next Article
    ટંકારાના રાખડી ઉદ્યોગથી હજારો મહિલાઓને આખું વર્ષ રોજગાર:વાર્ષિક રૂ.10 કરોડનું ટર્નઓવર, ટંકારામાં બનેલી મેટલ રાખડીઓની દેશભરમાં માંગ

    Related Gujarat Updates:

    Are you sure? You want to delete this comment..! Remove Cancel

    Comments (0)

      Leave a comment