Search

    Language Settings
    Select Website Language

    GDPR Compliance

    We use cookies to ensure you get the best experience on our website. By continuing to use our site, you accept our use of cookies, Privacy Policy, and Terms of Service.

    BijnorNews
    Bijnor news

    વાપીમાં કાકા દ્વારા 10 વર્ષની ભત્રીજી સાથે જાતીય સતામણી:સ્પેશિયલ પોક્સો કોર્ટે આરોપીને જામીન આપવાનો ઈનકાર કર્યો

    1 day ago

    વાપીમાં 10 વર્ષ અને 9 માસની સગીર ભત્રીજી સાથે જાતીય સતામણીના કેસમાં આરોપી કાકા ઈમ્તિયાઝ અહદ મોહમ્મદ ખાનની રેગ્યુલર જામીન અરજી પોક્સો કોર્ટે ફગાવી દીધી છે. વાપીની સ્પેશિયલ પોક્સો કોર્ટના જજ ડૉ. એચ. એન. વકીલે સરકારી પક્ષની દલીલો અને પોલીસ દ્વારા રજૂ કરાયેલા સોગંદનામાને ધ્યાને લઈ આરોપીને જામીન પર મુક્ત કરવાનો ઇનકાર કર્યો હતો. 6 મેના રોજ સગીરાને રૂમમાં લઈ જઈ અશ્લીલ હરકતોનો આરોપ ડુંગરા પોલીસ મથકે નોંધાયેલી ફરિયાદ મુજબ, 6 મે 2026ના રોજ રાત્રે આશરે 8 વાગ્યે ભોપાલીનગરની શકીલભાઈની ચાલમાં રહેતા આરોપી ઈમ્તિયાઝ અહદ ખાને પોતાની 10 વર્ષની ભત્રીજીને રૂમમાં લઈ જઈ તેની જાતીય સતામણી કરી હતી. આરોપીએ બાળકી પાસે તેલથી માલિશ કરાવી અશ્લીલ હરકતો કરી હોવાનો ફરિયાદમાં ઉલ્લેખ છે. સમગ્ર મામલે બાળકીની માતાએ 10 મેના રોજ ડુંગરા પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધાવી હતી. પોલીસે 11 મેના રોજ આરોપીની ધરપકડ કરી ફરિયાદના આધારે પોલીસે આરોપી વિરુદ્ધ BNSની કલમ 75(1)(1), 75(2) તેમજ પોક્સો એક્ટની કલમ 7 અને 8 હેઠળ ગુનો નોંધ્યો હતો. ત્યારબાદ 11 મે 2026ના રોજ આરોપી ઈમ્તિયાઝ ખાનની ધરપકડ કરવામાં આવી હતી. તપાસ પૂર્ણ કરી 8 જુલાઈએ ચાર્જશીટ રજૂ ડુંગરા પોલીસ સ્ટેશનના PSI કે. આર. ચોટલીયાએ તપાસ પૂર્ણ કર્યા બાદ 8 જુલાઈ 2026ના રોજ કોર્ટમાં ચાર્જશીટ રજૂ કરી હતી. કેસમાં એક મહિલા સાક્ષીએ બનાવનો વીડિયો ઉતાર્યો હોવાનું સામે આવ્યું હતું. આ વીડિયોને ફેસ આઈડેન્ટિફિકેશન માટે FSL સુરત અને ગાંધીનગર ખાતે મોકલવામાં આવ્યો છે. ઉપરાંત, સગીરાનું BNSSની કલમ 183 હેઠળ મેજિસ્ટ્રેટ સમક્ષ નિવેદન પણ નોંધવામાં આવ્યું છે. જામીન મળ્યા તો પુરાવા સાથે ચેડાં થવાની શક્યતા ચાર્જશીટ બાદ આરોપીએ રેગ્યુલર જામીન માટે અરજી કરી હતી. સરકારી પક્ષે જામીનનો વિરોધ કરતાં કોર્ટ સમક્ષ દલીલ કરી હતી કે આરોપી અને પીડિત પરિવાર નજીકમાં જ રહે છે. આવી સ્થિતિમાં આરોપી જામીન પર બહાર આવે તો પીડિતા, ફરિયાદી તથા સાક્ષીઓને ધમકાવી શકે છે અને કેસના પુરાવા સાથે ચેડાં કરવાની શક્યતા છે. કોર્ટે સરકારી પક્ષની દલીલો ગ્રાહ્ય રાખી સરકારી પક્ષે વધુમાં જણાવ્યું હતું કે આરોપી મૂળ ઉત્તર પ્રદેશના ગાજીપુરનો વતની છે. જો તેને જામીન આપવામાં આવે તો તે પોતાના વતન નાસી જઈ શકે છે અને ટ્રાયલ દરમિયાન કોર્ટમાં હાજર ન રહે તેવી શક્યતા છે. સરકારી વકીલ અનિલ ત્રિપાઠીએ કોર્ટમાં દલીલ કરી હતી કે સગીર બાળકી સામેના આવા ગંભીર ગુનામાં આરોપીને જામીન આપવામાં આવે તો સમાજમાં ખોટો સંદેશ જઈ શકે છે. પીડિતાની સુરક્ષા અને કેસના પુરાવાની અખંડિતતા જાળવવી જરૂરી હોવાનું પણ સરકારી પક્ષે જણાવ્યું હતું. કોર્ટ દ્વારા સરકારી પક્ષની દલીલો, પોલીસનું સોગંદનામું તથા કેસની પરિસ્થિતિઓને ધ્યાને લેવામાં આવી હતી. પુરાવા સાથે ચેડાં થવાની શક્યતા સહિતના મુદ્દાઓને ધ્યાનમાં રાખીને સ્પેશિયલ પોક્સો કોર્ટે આરોપી ઈમ્તિયાઝ ખાનની રેગ્યુલર જામીન અરજી ફગાવી દીધી હતી.
    Click here to Read More
    Previous Article
    India vs Netherlands LIVE Score, Women's Hockey World Cup 2026: India Face Stern Test, Take On World No. 1 Netherlands
    Next Article
    "પોલીસ વિભાગ જ વચેટિયાઓ સાથે મિલીભગત કરીને દારૂ વેંચે છે":'આપ' નેતા રાજુ બોરખતરીયાના ગંભીર આક્ષેપ, લઠ્ઠાકાંડ મામલે ગૃહમંત્રીના રાજીનામાની માંગ કરી

    Related Gujarat Updates:

    Are you sure? You want to delete this comment..! Remove Cancel

    Comments (0)

      Leave a comment