Search

    Language Settings
    Select Website Language

    GDPR Compliance

    We use cookies to ensure you get the best experience on our website. By continuing to use our site, you accept our use of cookies, Privacy Policy, and Terms of Service.

    BijnorNews
    Bijnor news

    ફૂડ વિભાગનું થિયેટરોમાં ચેકિંગ:વાઇડ એંગલ થિયેટરમાં પોપકોર્નની મકાઈમાંથી જીવાત નીકળતા લાઈસન્સ સસ્પેન્ડ કરાયું

    11 hours ago

    મહેસાણા શહેરમાં હોટલ અને રેસ્ટોરન્ટ બાદ હવે ફૂડ વિભાગ દ્વારા સિનેમાઘરોમાં પીરસવામાં આવતા ખાદ્યપદાર્થોનું સઘન ચેકિંગ હાથ ધરવામાં આવ્યું છે. ડેઝિગ્નેટેડ ઓફિસર વી.જે.ચૌધરીના માર્ગદર્શન હેઠળ હાથ ધરાયેલી આ ઝુંબેશ દરમિયાન વાઇડ એંગલ સિનેમાના મિર્ચિ ફાસ્ટફૂડમાંથી જીવાતવાળી મકાઈ મળી આવતાં કડક કાર્યવાહી કરીને લાયસન્સ મોફૂક (સસ્પેન્ડ) કરવામાં આવ્યું છે. વાઇડ એંગલ સિનેમામાં ગંભીર બેદરકારી સામે આવી તંત્રની ટીમે વાઇડ એંગલ સિનેમામાં આવેલા મિર્ચિ ફાસ્ટફૂડ (બાલાજી એન્ટરટેઈનમેન્ટ પ્રા.લી.) ખાતે તપાસ હાથ ધરી હતી, જેમાં પોપકોર્ન બનાવવા માટે ઉપયોગમાં લેવાતી મકાઈમાંથી જીવાત મળી આવી હતી. પોપકોર્નમાં શુદ્ધ બટરના સ્થાને ફેટ સ્પ્રેડનો ઉપયોગ કરવામાં આવતો હોવાનું ખુલ્યું હતું. જાહેર આરોગ્યની સુરક્ષાને ધ્યાનમાં રાખીને ફૂડ વિભાગે તાત્કાલિક અસરથી આ પેઢીનું લાયસન્સ મોફૂક કર્યું છે અને મકાઈના સેમ્પલ મેળવી પૃથ્થક્કરણ માટે લેબોરેટરીમાં મોકલી આપ્યા છે. અન્ય 2 સિનેમાઘરોને આકરી સૂચનાઓ આ ઉપરાંત ફૂડ વિભાગની ટીમે શહેરના અન્ય બે સિનેમાઘરો રાધે એન્ટરટેઈનમેન્ટ (કોન પ્લેક્ષ સિનેમા) અને સેનેલાઈટ સિનેમા ખાતે પણ વિસ્તૃત તપાસ હાથ ધરી હતી. બંને સ્થળોએ હાઈજેનિક કન્ડીશન જાળવી રાખવા અને જરૂરી સુધારા-વધારા કરવા માટે કડક સૂચના આપવામાં આવી છે.
    Click here to Read More
    Previous Article
    મંત્રી કમલેશ પટેલે જામનગરમાં પોલીસ ભવનનું નિરીક્ષણ કર્યું:SP કચેરી અને મહિલા પોલીસ સ્ટેશનના બાંધકામની ગુણવત્તા ચકાસી
    Next Article
    આકોદરામાં રેન્જ કક્ષાની સ્કૂલ બેન્ડ સ્પર્ધા:સાબરકાંઠા પોલીસ દ્વારા સ્કૂલ બેન્ડ સ્પર્ધા યોજાઈ; 4 જિલ્લાની 7 શાળાઓના વિદ્યાર્થીઓએ ભાગ લીધો

    Related Gujarat Updates:

    Are you sure? You want to delete this comment..! Remove Cancel

    Comments (0)

      Leave a comment