Search

    Language Settings
    Select Website Language

    GDPR Compliance

    We use cookies to ensure you get the best experience on our website. By continuing to use our site, you accept our use of cookies, Privacy Policy, and Terms of Service.

    BijnorNews
    Bijnor news

    આકોદરામાં રેન્જ કક્ષાની સ્કૂલ બેન્ડ સ્પર્ધા:સાબરકાંઠા પોલીસ દ્વારા સ્કૂલ બેન્ડ સ્પર્ધા યોજાઈ; 4 જિલ્લાની 7 શાળાઓના વિદ્યાર્થીઓએ ભાગ લીધો

    10 hours ago

    હિંમતનગરના આકોદરા ખાતે આવેલી પરફેક્ટ સ્કૂલમાં સાબરકાંઠા જિલ્લા પોલીસ અધિક્ષકની કચેરી દ્વારા રાષ્ટ્રીય એકતા દિવસ અંતર્ગત રેન્જ કક્ષાની સ્કૂલ બેન્ડ સ્પર્ધા યોજાઈ હતી. યુવાનોમાં રાષ્ટ્રીય એકતા, શિસ્ત અને દેશભક્તિની ભાવના પ્રબળ કરવાના ઉદ્દેશ્યથી આયોજિત આ સ્પર્ધામાં સાબરકાંઠા, અરવલ્લી, ગાંધીનગર અને મહેસાણા જિલ્લાની કુલ 7 શાળાઓના વિદ્યાર્થીઓએ ઉત્સાહભેર ભાગ લઈ પોતાની પ્રતિભા રજૂ કરી હતી. પોલીસ અધિકારીઓ અને શાળા પરિવારની ઉપસ્થિતિ આ કાર્યક્રમમાં હિંમતનગર પોલીસ હેડક્વાર્ટરના Dy.S.P. પાયલ સોમેશ્વર અને RPI પ્રદીપ પટેલ મુખ્ય મહેમાન તરીકે ઉપસ્થિત રહ્યા હતા. આ ઉપરાંત પરફેક્ટ સ્કૂલના ટ્રસ્ટીઓ હિતેશભાઈ, મંથનભાઈ, રિતેશ ભાવસાર, આચાર્ય દિગ્વિજયસિંહ, આચાર્ય પલ્લવીબેન, કોઓર્ડિનેટર મેહુલભાઈ સહિત શાળાનો શિક્ષકગણ અને પોલીસ વિભાગના અધિકારીઓ વિશેષ ઉપસ્થિત રહ્યા હતા. અરવલ્લી, મહેસાણા અને ગાંધીનગરની શાળાઓ વિજેતા સ્પર્ધાના પરિણામોમાં ભાઈઓની કેટેગરીમાં અરવલ્લીની પીએમ શ્રી સૂર્યા સૈનિક સ્કૂલ ખેરાંચા પ્રથમ ક્રમે રહી હતી. બહેનોની કેટેગરીમાં મહેસાણાની શેઠ શ્રી ડી.પી. પટેલ સંસ્કાર કન્યા વિદ્યાલય, નાનકડીએ પ્રથમ સ્થાન મેળવ્યું હતું, જ્યારે પાઇપ બેન્ડ કેટેગરીમાં ગાંધીનગરની એસ.વી. ઇંગ્લિશ મીડિયમ પ્રાઇમરી સ્કૂલ વિજેતા બની હતી. ટ્રોફી અને પ્રમાણપત્ર આપી વિજેતાઓનું સન્માન તમામ શ્રેણીમાં પ્રથમ ક્રમ પ્રાપ્ત કરનાર વિજેતા શાળાઓના વિદ્યાર્થીઓ તેમજ તેમના માર્ગદર્શક શિક્ષકોને મહાનુભાવોના હસ્તે મોમેન્ટો અને પ્રમાણપત્ર આપી પ્રોત્સાહિત કરવામાં આવ્યા હતા. સમગ્ર સ્પર્ધા તાલબદ્ધ બેન્ડની રજૂઆતો સાથે અત્યંત દેશપ્રેમસભર માહોલમાં સંપન્ન થઈ હતી.
    Click here to Read More
    Previous Article
    ફૂડ વિભાગનું થિયેટરોમાં ચેકિંગ:વાઇડ એંગલ થિયેટરમાં પોપકોર્નની મકાઈમાંથી જીવાત નીકળતા લાઈસન્સ સસ્પેન્ડ કરાયું
    Next Article
    ગીર સોમનાથમાં ‘સમરસ વિદ્યા સેતુ અભિયાન’ શરૂ:ડ્રોપઆઉટ બાળકોને શિક્ષણમાં જોડવા, શ્રેષ્ઠ શિક્ષકો સન્માનિત

    Related Gujarat Updates:

    Are you sure? You want to delete this comment..! Remove Cancel

    Comments (0)

      Leave a comment