Search

    Language Settings
    Select Website Language

    GDPR Compliance

    We use cookies to ensure you get the best experience on our website. By continuing to use our site, you accept our use of cookies, Privacy Policy, and Terms of Service.

    BijnorNews
    Bijnor news

    લંડનમાં કુમકુમ મંદિર દ્વારા વિશેષ સત્સંગ સભા યોજાઈ:મુક્તજીવન સ્વામીબાપા અને આનંદપ્રિયદાસજી સ્વામીની સ્મૃતિમાં રીચમન્ડ બન્યું પાવન

    1 day ago

    શ્રી સ્વામિનારાયણ મંદિર - કુમકુમ - યુકે દ્વારા લંડનના ઐતિહાસિક રીચમન્ડ ખાતે એક વિશેષ સત્સંગ સભાનું આયોજન કરવામાં આવ્યું હતું. આ પ્રસંગે યુ.કે.માં વસતા મોટી સંખ્યામાં હરિભક્તો ઉપસ્થિત રહ્યા હતા. ધૂન, ભજન અને કીર્તનની રમઝટ સાથે સમગ્ર વાતાવરણ ભક્તિમય બની ગયું હતું. આ સભામાં અમદાવાદથી પધારેલા શાસ્ત્રી શ્રી હરિકૃષ્ણદાસજી સ્વામી અને જાણીતા મોટીવેશનલ સ્પીકર સાધુ શ્રી પ્રેમવત્સલદાસજી સ્વામીએ આ પાવનકારી ભૂમિનો ઐતિહાસિક અને આધ્યાત્મિક મહિમા ભાવિકો સમક્ષ વર્ણવ્યો હતો. કુમકુમ મંદિરના વક્તા સાધુ પ્રેમવત્સલદાસજી સ્વામીએ પ્રેરક પ્રવચન આપતાં જણાવ્યું હતું કે, રીચમન્ડની આ ભૂમિ અત્યંત પવિત્ર છે. સ્વામિનારાયણ સંપ્રદાયના ક્રાંતિકારી સંત શ્રી મુક્તજીવન સ્વામીબાપા તથા કુમકુમ મંદિરના સંસ્થાપક સદ્ગુરુ શાસ્ત્રી શ્રી આનંદપ્રિયદાસજી સ્વામીના અસ્થિનું વિસર્જન અહીં વહેતી નદીમાં કરવામાં આવેલું છે. આ બંને દિવ્ય મહાપુરુષોની કાયમી સ્મૃતિ જળવાઈ રહે તે હેતુથી શ્રી સ્વામિનારાયણ મંદિર કુમકુમ - યુકે દ્વારા અહીં વૃક્ષારોપણ કરાયું છે. ઉપરાંત, એક સ્મારક બેન્ચ પણ સ્થાપિત કરવામાં આવી છે, જેથી અહીં આવતા સ્થાનિક અને વૈશ્વિક પ્રવાસીઓ પણ આ સંતોના તપોબળ અને શાંતિનો અનુભવ કરી શકે. ભગવાન શ્રી સ્વામિનારાયણે જેતલપુર પ્રકરણના ચોથા વચનામૃતમાં કહ્યું છે કે, 'સંતો જે જળાશયમાં સ્નાન કરે કે જે ભૂમિ પર વિચરણ કરી સત્સંગ કરે છે, તે સ્થાન તીર્થ સમાન પવિત્ર બની જાય છે.' સદ્ગુરુ શ્રી આનંદપ્રિયદાસજી સ્વામીએ આ ભૂમિ પર ત્રણથી વધુ વખત પધારીને ભક્તોના જીવનમાં શાંતિ અને સંસ્કારોનું સિંચન કર્યું હતું. સાધુ પ્રેમવત્સલદાસજીએ આજના તણાવભર્યા અને ભાગદોડવાળા યુગમાં આ પાવન સ્મૃતિસ્થળેથી સંતોના સદાચાર, પરોપકાર, પ્રકૃતિપ્રેમ અને નિષ્કામ ભક્તિના સંદેશને જીવનમાં ઉતારીને સાચા અર્થમાં સુખી થવાનો સંકલ્પ લેવા અનુરોધ કર્યો હતો.
    Click here to Read More
    Previous Article
    'એકવાર કાયદેસર દત્તક ગ્રહણ થયા પછી રદ કરી શકાતું નથી':દત્તક લેવાયેલા બાળકના રેકોર્ડમાંથી સગા પિતાનું નામ પુનઃસ્થાપિત કરવાની અરજી ફગાવતી કોર્ટ
    Next Article
    હાવર્ડમાં મોરારી બાપુએ ઉજવી તુલસી જયંતિ:અમેરિકામાં પ્રથમવાર તુલસી, વ્યાસ, વાલ્મીકિ અને રત્નાવલી એવોર્ડ્સ એનાયત કરાયા

    Related Gujarat Updates:

    Are you sure? You want to delete this comment..! Remove Cancel

    Comments (0)

      Leave a comment