Search

    Language Settings
    Select Website Language

    GDPR Compliance

    We use cookies to ensure you get the best experience on our website. By continuing to use our site, you accept our use of cookies, Privacy Policy, and Terms of Service.

    BijnorNews
    Bijnor news

    'એકવાર કાયદેસર દત્તક ગ્રહણ થયા પછી રદ કરી શકાતું નથી':દત્તક લેવાયેલા બાળકના રેકોર્ડમાંથી સગા પિતાનું નામ પુનઃસ્થાપિત કરવાની અરજી ફગાવતી કોર્ટ

    1 day ago

    સિટી સિવિલ કોર્ટે 19 વર્ષના યુવકના સત્તાવાર રેકોર્ડમાં તેના બાયોલોજિકલ પિતાનું નામ ફરી નોંધવાની માતાની અરજી ફગાવી દીધી છે. કોર્ટે સ્પષ્ટ ચુકાદો આપ્યો છે કે, એકવાર કાયદેસર રીતે થયેલું દત્તક ગ્રહણ રદ કરી શકાતું નથી, પછી ભલે બાળક, માતા અને દત્તક લેનાર પિતા તમામ તેના માટે સહમત હોય. મહિલાના બીજા પતિએ દીકરાને દત્તક લીધો વર્ષ 2015માં પ્રથમ પતિના મૃત્યુ બાદ મહિલાએ બીજા લગ્ન કર્યા હતા. વર્ષ 2022માં બીજા પતિએ બાળકને દત્તક લેવાનો કાયદેસરનો દસ્તાવેજ તૈયાર કરી નોંધણી કરાવી હતી. ત્યારબાદ સિવિલ કોર્ટના આદેશથી યુવકના તમામ સત્તાવાર દસ્તાવેજોમાં તેના જૈવિક પિતાના નામની જગ્યાએ દત્તક પિતાનું નામ ઉમેરવામાં આવ્યું હતું. કૌટુંબિક મતભેદ અને કોર્ટમાં અરજી દત્તક લીધાના આઠ મહિનામાં સાવકા ભાઈ સાથેના અસમાન વ્યવહાર અને દત્તક પિતાના વર્તનને કારણે યુવકમાં ભાવનાત્મક તણાવ ઊભો થયો હતો. આથી, બાળકના કલ્યાણ અને ભવિષ્યની ચિંતા દર્શાવીને માતાએ દત્તક પિતાનું નામ દૂર કરી જૈવિક પિતાનું નામ પુનઃસ્થાપિત કરવા કોર્ટમાં અરજી કરી હતી. આ અરજી માટે દત્તક પિતાએ પણ પોતાની સંમતિ આપી હતી. કાનૂની જોગવાઈ અને કોર્ટનું વલણ અદાલતે બાળકની ભાવનાત્મક સ્થિતિ અંગે ચિંતા વ્યક્ત કરી હતી, પરંતુ સ્પષ્ટ કર્યું કે પરસ્પર સંમતિ કાયદાથી ઉપર હોઈ શકે નહીં. હિન્દુ અડોપ્શન્સ એન્ડ મેન્ટેનન્સ એક્ટ, 1956ની કલમ 15 મુજબ, એકવાર કાયદેસર રીતે દત્તક ગ્રહણ થઈ જાય પછી તેને રદ કરી શકાતું નથી. મૂળ દત્તક પ્રક્રિયામાં છેતરપિંડી કે દબાણ જેવા કોઈ અમાન્ય પુરાવા ન હોવાથી પાછળથી ઊભી થયેલી પરિસ્થિતિના આધારે કાયદેસરના દત્તક ગ્રહણને રદ કરવાનો કોઈ કાનૂની આધાર રહેતો નથી.
    Click here to Read More
    Previous Article
    દિલ્હીમાં સ્વાઈન ફ્લૂના કુલ 1,777 કેસ, નડ્ડાએ બેઠક બોલાવી:ઘણા ડોકટરો પણ ઝપેટમાં, MPમાં મહિલાનું મોત, સ્વાઇન ફ્લૂથી આ સિઝનનું પહેલું મોત
    Next Article
    લંડનમાં કુમકુમ મંદિર દ્વારા વિશેષ સત્સંગ સભા યોજાઈ:મુક્તજીવન સ્વામીબાપા અને આનંદપ્રિયદાસજી સ્વામીની સ્મૃતિમાં રીચમન્ડ બન્યું પાવન

    Related Gujarat Updates:

    Are you sure? You want to delete this comment..! Remove Cancel

    Comments (0)

      Leave a comment