Search

    Language Settings
    Select Website Language

    GDPR Compliance

    We use cookies to ensure you get the best experience on our website. By continuing to use our site, you accept our use of cookies, Privacy Policy, and Terms of Service.

    BijnorNews
    Bijnor news

    જોડિયાના વાવડીમાં કિસાન સત્યાગ્રહીની તબિયત લથડી:નીરા મહારાજને જોડિયા હોસ્પિટલ ખસેડાયા; મંદિર પરથી પસાર થતી વીજલાઇનના વિરોધમાં ઉપવાસ પર બેઠા હતા

    16 hours ago

    જામનગર જિલ્લાના જોડિયા તાલુકાના વાવડી ગામે વીજ કંપનીઓ દ્વારા વીજપોલ ઊભા કરવાના નિર્ણય સામે ચાલી રહેલા અન્નત્યાગ સત્યાગ્રહ આંદોલનના બીજા દિવસે એક ઉપવાસી ખેડૂત નીરા મહારાજની તબિયત અચાનક લથડતાં સમગ્ર વિસ્તારમાં ભારે ચિંતાનું મોજું ફરી વળ્યું છે. બનાવની ગંભીરતાને ધ્યાને લઈને સ્થળ પર હાજર લોકો દ્વારા તાત્કાલિક 108 એમ્બ્યુલન્સ બોલાવવામાં આવી હતી અને તેમને વધુ ગહન સારવાર અર્થે જોડિયા ખાતેના સરકારી હોસ્પિટલ ખસેડવામાં આવ્યા છે. ખરાબાની જગ્યામાં આવેલા મંદિર પર વીજલાઇનનો વિરોધ પ્રાપ્ત માહિતી અનુસાર, વાવડી ગામમાં આવેલી સરકારી ખરાબાની જગ્યામાં સ્થિત મંદિર પરથી વીજલાઇન પસાર કરવામાં આવી રહ્યા છે. આ કામગીરીનો વિરોધ કરીને પોતાના ધાર્મિક સ્થળ અને ખેડૂતોના હકની રક્ષા કરવા માટે નીરા મહારાજ ગઈકાલથી અન્નનો ત્યાગ કરીને સત્યાગ્રહ પર બેઠા હતા. તબિયત બગડતાં સ્થળ પર ચિંતાનો માહોલ બીજા દિવસે સતત અન્નત્યાગના કારણે નીરા મહારાજની શારીરિક સ્થિતિ અચાનક બગડી હતી, આથી સત્યાગ્રહ છાવણી ખાતે ઉપસ્થિત અન્ય ખેડૂતો અને ગ્રામજનોમાં ભારે દોડધામ અને ચિંતાનો માહોલ સર્જાયો હતો. સ્થિતિ વણસતાં ગ્રામજનોએ તુરંત જ ઇમર્જન્સી રિસ્પોન્સ સર્વિસ 108 ને જાણ કરી હતી. એમ્બ્યુલન્સની ટુકડીએ સ્થળ પર પહોંચી નીરા મહારાજને પ્રાથમિક સારવાર આપીને વધુ સારવાર માટે જોડિયાના સરકારી આરોગ્ય કેન્દ્રમાં દાખલ કર્યા છે, જ્યાં તબીબોની ટીમ દ્વારા તેમની સારવાર હાથ ધરવામાં આવી છે.
    Click here to Read More
    Previous Article
    ભાવનગર લઠ્ઠાકાંડનો ભોગ બનેલો સુરતનો યુવક બ્રેઇન ડેડ:નકલી દારુ પીતા મગજ ડેમેજ થતા 3 દિવસથી હોસ્પિટલમાં હતો, અત્યાર સુધી 9ના મોત
    Next Article
    પશ્ચિમ કચ્છ LCBનો કોડાયમાં દારૂનો જથ્થો ઝડપ્યો:₹3.53 લાખનો મુદ્દામાલ જપ્ત, 1 આરોપીની ધરપકડ; બે આરોપી ફરાર

    Related Gujarat Updates:

    Are you sure? You want to delete this comment..! Remove Cancel

    Comments (0)

      Leave a comment