Search

    Language Settings
    Select Website Language

    GDPR Compliance

    We use cookies to ensure you get the best experience on our website. By continuing to use our site, you accept our use of cookies, Privacy Policy, and Terms of Service.

    BijnorNews
    Bijnor news

    ગોમતીપુરમાં છરીથી હુમલો કરનારા 3 ઝડપાયા:ડીસીપી સ્ક્વોડે મહીસાગરના લુણાવાડાથી આરોપીઓને દબોચ્યા, રાત્રે ક્રાઈમબ્રાન્ચે કોમ્બિંગમાં છરી સાથે 9ને પકડ્યા

    2 days ago

    શહેરના પૂર્વ વિસ્તારમાં ગોમતીપુરમાં કાયદો અને વ્યવસ્થાની પરિસ્થિતિ પર સવાલ ઉઠાવતી ઘટના બની હતી. જેમાં ગોમતીપુરના સલાટનગર વિસ્તારમાં ઘોડાની બગી સળગાવવાની અદાવતમાં એક યુવક પર ત્રણ શખસે જાહેરમાં ચાલુ વાહને છરીથી હુમલો કર્યો હતો. ઘટનાના CCTV વાયરલ થયા અને આ ગંભીર ઘટનામાં ગોમતીપુર પોલીસની નિષ્ક્રિયતા જોવા મળતા ઝોન 5 DCPની LCB સ્ક્વોડની ટીમે તાત્કાલિક ધોરણે આરોપીઓની શોધખોળ કરી તેમને ઝડપી પાડ્યા હતા. ગોમતીપુર પોલીસને સોંપવામાં આવ્યા હતા. ગોમતીપુર પોલીસ સ્ટેશન વિસ્તારમાં અસામાજિક તત્વોનો આતંક વધતા ક્રાઈમ બ્રાન્ચ દ્વારા પણ મોડી રાત્રે કોમ્બિંગ કરવામાં આવ્યું હતું. બગી સળગાવવાની અદાવતમાં આરોપીઓએ હુમલો કર્યો હતો શહેરના ગોમતીપુર વિસ્તારમાં અનુપમ બ્રિજ પાસે આવેલા સલાટ નગરમાં ઈસ્માઈલભાઈ શેખને 15 દિવસ પહેલા સલાટ નગરમાં રહેતા નકીબ સંધીની ગાડી પોલીસે ચેક કરી હતી. જે ગાડી તેણે ચેક કરાવ્યું હોવાનો વહેમ રાખી અને ઝઘડો કર્યો હતો. જેથી તેઓની ઘોડાગાડીની બગી ઈસ્માઈલ ભાઈએ સળગાવી દીધી હતી. જેની અદાવતમાં નકિબ અને ફૈઝાન ઉર્ફે લંબુ અને આમિર એમ ત્રણેય શખસે છરીથી વારાફરથી ત્રણ ઘા ઈસ્માઈલને માર્યા હતા. છરીથી હુમલાની ઘટના CCTVમાં કેદ થઈ હતી નકીબે કહ્યું હતું કે તું બગી સળગાવ્યા બાદ હવે હાથમાં આવે છે ત્રણેય જણાએ છરીના ઘા મારી અને ત્યાંથી ફરાર થઈ ગયા હતા જે બાદ ઈસ્માઈલના મિત્રોને સારવાર અર્થે હોસ્પિટલ લઈ ગયા હતા. ઇસ્માઈલ ને છરીના ઘા વાગતા ગંભીર રીતે ઈજાગ્રસ્ત થયો હતો. તેને સારવાર અર્થે હોસ્પિટલ ખસેડવામાં આવ્યો હતો. સમગ્ર ઘટના નજીકમાં લાગેલા સીસીટીવી કેમેરામાં કેદ થઈ ગઈ હતી મહીસાગરના લુણાવાડાથી ત્રણેય આરોપી ઝડપાયા આ સમગ્ર ઘટનાના CCTV વાયરલ થયા બાદ ગોમતીપુર પોલીસની કામગીરી સામે સવાલ ઉભા થતા ઝોન 5 ડીસીપી જીતેન્દ્ર અગ્રવાલની એલસીબી સ્કવોડના PSI કે. કે. જાડેજા અને તેમની ટીમ દ્વારા ટેકનિકલ અને હુમન સોર્સ ની મદદથી મહીસાગરના લુણાવાડા ખાતેથી ત્રણેય આરોપીઓને ઝડપી પાડવામાં આવ્યા હતા. એલસીબીની ટીમ ત્રણેયને અમદાવાદ લાવીને ગોમતીપુર પોલીસને સોંપ્યા હતા. બે આરોપીઓ વિરુદ્ધ અગાઉ મારામારીના ગુના પણ નોંધાયેલા છે. ગોમતીપુર પોલીસ સ્ટેશન વિસ્તારમાં કોમ્બિંગ, ચેકિંગ ગોમતીપુર વિસ્તારમાં 18 દિવસ પહેલા પણ જાહેર રોડ પર બગી સળગાવવાની ઘટના બાદ હવે ત્રણ લોકો છરી લઈને હુમલો કરવાની ઘટનાથી ગોમતીપુર પોલીસ સ્ટેશનના પીઆઇ ડી વી રાણા અને સર્વેલન્સ કામગીરી સામે સવાલ ઊભા થતા ક્રાઈમ બ્રાન્ચ દ્વારા રાત્રે ગોમતીપુર પોલીસ સ્ટેશન વિસ્તારમાં કોમ્બિંગ અને ચેકિંગ હાથ ધરવામાં આવ્યું હતું. ગોમતીપુરના અલગ અલગ વિસ્તારમાં રાત્રે રોડ પર છરી અને અન્ય ધારદાર હથિયાર લઈને ફરતા લોકોને ઝડપી પાડવામાં આવ્યા હતા. 9 લોકો તીક્ષ્ણ હથિયાર સાથે મળી આવતા તેમની વિરુદ્ધ ગુનો નોંધી કાર્યવાહી કરવામાં આવી છે. મહિલા કોર્પોરેટરે કાયદો-વ્યવસ્થા જાળવવા માગ કરી હતી ગોમતીપુર વોર્ડના કોંગ્રેસના મહિલા કોર્પોરેટરે પણ વિસ્તારમાં ગેરકાયદે પ્રવૃત્તિઓ ચાલતી હોવાને લઈને અગાઉ સવાલ ઉઠાવતા જણાવ્યું હતું કે, સલાટનગર વિસ્તારમાં કથિત ગેરકાનૂની પ્રવૃત્તિઓના કારણે સામાન્ય નાગરિકોમાં ભયનો માહોલ સર્જાયો છે. ખાસ કરીને મહિલાઓ, બાળકો અને વડીલોને રોજિંદા જીવનમાં અનેક મુશ્કેલીઓનો સામનો કરવો પડી રહ્યો છે. તેમણે જણાવ્યું કે, વિસ્તારની શાંતિ અને કાયદો-વ્યવસ્થા જાળવવા માટે તાત્કાલિક અને કડક પગલાં લેવાની જરૂર છે.
    Click here to Read More
    Previous Article
    શેરિયાખાણમાં કચરો હટાવવા બાબતે મારામારી બાદ વૃદ્ધનું શંકાસ્પદ મોત. ​:શેરિયાખાણમાં કચરો હટાવવાના મુદ્દે જૂથ અથડામણ: આધેડનું છાતીમાં દુખાવો ઉપડ્યા બાદ મોત, પરિવારે હુમલાનો આક્ષેપ કરતા મૃતદેહને ફોરેન્સિક પીએમ માટે જામનગર ખસેડાયો.
    Next Article
    લોકસભામાં હોબાળો, સ્પીકરે કહ્યું- વિપક્ષનું વર્તન યોગ્ય નહીં:કાર્યવાહી 2 વાગ્યા સુધી સ્થગિત; શાહ વિદેશી ફંડ સંબંધિત બિલ પર બોલી શકે છે

    Related Gujarat Updates:

    Are you sure? You want to delete this comment..! Remove Cancel

    Comments (0)

      Leave a comment